ખેડા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ કોરોના પોઝિટિવના 4 કેસ


નડિયાદ, તા.19 મે 2020, મંગળવાર

ખેડા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વધુ ચાર કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાતા જિલ્લામાં કોરોનાનો આંક ૫૨ પર પહોંચ્યો છે. આજે સવારે ખેડા શહેરના લાલદરવાજા પાસે ૨ કેસ, કણજરીના મદની પાર્ક સોસાયટીમાં વધુ ૧ કેસ અને ખેડા તાલુકામાં ૧ કેસ એમ કુલ ચાર કેસ નોંધાયા છે.

ખેડા શહેરના લાલદરવાજા પાસે રહેતા મંગળભાઇ એસ.કા.પટેલ ઉં.૬૨ અને તેમના પત્ની કોકીલાબેન એમ.કા.પટેલ ઉં.૫૯ નો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.મંગળભાઇ કા.પટેલને ગત્ તા.૧૭-૫-૨૦ના રોજ સવારે તાવ જેવુ લાગતુ હતુ. પરંતુ બપોરે તાવ ઓછો થઇ ગયો હતો. પરંતુ રાત્રે ફરીથી તાવ આવતા પરીવારના સભ્યોએ તેમને સારવાર માટે નડિયાદ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં લઇ જવાનુ નક્કી કર્યું હતું. આ દરમ્યાન જ મંગળભાઇના પત્ની કોકીલાબેનને પણ ગભરામણ અને ચક્કર જેવુ લાગતા દિકરો જતીનભાઇ તથા સંબંધી સ્નેહલભાઇ બંનેને પ્રાઇવેટ વાહનમાં નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં દાખલ કરી પરત ખેડા આવી ગયા હતા. બીજા દિવસે તા.૧૮-૫-૨૦ ના રોજ મંગળભાઇ અને કોકીલાબેનનો કોરોના ટેસ્ટ કરતા બંનેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.આજે તા.૧૯-૫-૨૦ ની રોજ ખેડા તેમના પરીવાર પૈકી પુત્ર જતીનભાઇ,નીલમબેન જતીનકુમાર,તથા હિમાદ્રીને ખેડાથી કોરન્ટાઇન કરી નડિયાદ સ્પોર્ટસ કોમ્પલેક્ષ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. સાથે તેમના સંબંધી સ્નેહલભાઇ ગોવિંદભાઇ કા.પટેલ પણ સ્વયંમ  તેમની સાથે કવારન્ટાઇન થયા છે. 

નડિયાદ તાલુકાના કણજરીની મદની પાર્ક સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય રીઝવાનભાઇને કોરોના વાયરસે ઉથલો માર્યો છે. રીઝવાનભાઇ વ્હોરાને ગત્ તા.૧૨-૫-૨૦ના રોજ આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરાયા હતા. રીઝવાનભાઇને તાવ અને ખાંસી ની તકલીફ હતી એટલે તેમને શહેરની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.જ્યાં રીઝવાનભાઇનો કોરોના રીપોર્ટ તા.૧૩-૫-૨૦ ના રોજ નેગેટીવ આવ્યો હતો.આ બાદ રીઝવાનભાઇ ઘરે પરત ફર્યા હતા.પરંતુ બે દિવસ અગાઉ તા.૧૭-૫-૨૦૨૦ ના રોજ રીઝવાનભાઇની તબિયત વધુ બગડતા ફરીથી સર્વે કરતી આરોગ્ય ટીમ દ્વારા એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.જ્યાં તેમનો ફરીથી કોરોના રીપોર્ટ કરતા પોઝીટીવ આવ્યો છે. રીઝવાનભાઇ પરિવારમાં ૧૧ સભ્યો છે. જ્યારે સંપર્કમાં આવેલ ૮ વ્યક્તિઓની આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે. રીઝવાનભાઇને એન.ડી.દેસાઇ હોસ્પિટલ ખાતે આઇસોલેટ કરવામાં આવ્યા છે.

ખેડા તાલુકાના રસિકપુરા ગામમાં રહેતા ઘનશ્યામભાઇ પરમાર નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.ઘનશ્યામભાઇ અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે આવેલ કેડિલા ફાર્મસ્યુટીકલ કંપનીમાં ફરજ બજાવતા હતા.નોકરી દરમ્યાન સંક્રમણ થી તેઓ કોરોનાગ્રસ્ત થયા હતા.જેના પગલે આ કંપનીમાં કામ કરતા આ ગામના અન્ય યુવાનોને  સાવચેતીના ભાગરૃપે કોરન્ટાઇન કરી નડિયાદ  સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં લઇ  જવાયા હતા.જૈ પેકી  ઘનશ્યામ ઇશ્વરભાઇ પરમારનો આજે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ખેડા તંત્ર દ્વારા તેમના ઘરે જઇ પારિવારીક માહિતી અને જરૃરી આગામી કાર્યવાહી માટે સરપંચ મૂકેશભાઇ સાથે ચર્ચા કરી હતી.ગામને અગાઉ થી જ કોરન્ટાઇન કરેલુ છે.ગામમાં પ્રવેશવાના તમામ રસ્તા સીલ કરી દેવામાં આવ્યા છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TpD1kC
Previous
Next Post »