નડિયાદમાં સારવાર લેતા વધુ 1 કોરોનાના દર્દીને રજા અપાઈ


નડિયાદ, તા.19 મે 2020, મંગળવાર

ખેડા જિલ્લાના વડા મથક નડિયાદના વધુ એક કોરોના પોઝીટીવ દર્દીને રીપોર્ટ નેગેટીવ આવતા આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.મહેમદાવાદ તાલુકાના દાજીપુરામાં રહેતા વિનુભાઇ ચૌહાણ આજે કોરોનાને મ્હાત આપી ઘરે પરત આવ્યા છે.

મહેમદાવાદ તાલુકાના દાજીપુરામાં રહેતા વિનુભાઇ ચૌહાણનો ગતા તા.૯ મેના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.આથી તેમને સારવાર અર્થે નડિયાદની એન. ડી. દેસાઇ હોસ્પિટલમાં આઇસોલેટ કરાયા હતા. આજે   વિનુભાઇ ચૌહાણનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા ઘરે પરત ફર્યા છે.વિનુભાઇ રાસ્કા વિયર (પંપ) પર ફરજ બજાવતા હતા.તા.૬-૫-૨૦ ના રોજ અમદાવાદની આરોગ્યની ટીમ દ્વારા તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાં વિનુભાઇ કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. આજે વિનુભાઇ ચૌહાણને હોસ્પિટલના સ્ટાફે ફુલ અને તાળીઓના ગળગળાટ સાથે હોસ્પિટલમાંથી વિદાય આપી હતી. જો કે ખેડા જિલ્લામાં હાલ કોરોના પોઝીટીવ કેસનો આંકડો-૫૨ પર પહોંચ્યો છે. તેવા સમયે કોરોના પોઝીટીવ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતા રજા મળતા જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e2vW10
Previous
Next Post »