(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 15 મે 2020, શુક્રવાર
કોરોના વાયરસ સંગની લડાઇમાં પૂરો દેશ એકસાથે ઊભો જોવા મળી રહ્યો છે. આ જગમાં સૌથી વધુ મદદ અને સહકાર મેડિકલ સ્ટાફ જેવા કે ડોકટર્સો અને નર્સોને છે. આ દરમિયાન સોનાક્ષી અને શાહરૂખ એ લોકોની મદદ તો કરી રહ્યા છે, પરંતુ સાથેસાથે ્અન્યોને પણ સહાય કરવાની વિનંતી કરી રહ્યા છે.
સોનાક્ષીએ જણાવ્યું હતુ ંકે, તમે દરેક પ્રેમાળ લોકો, તમારા યોગદાન અને વિશ્વાસ માટે આભાર. ઊચ્ચગુણવક્તાયુક્ત પીપીઇ કિટસનો એક મોટો જથ્થો પુણેની સરદાર પટેલ હોસ્પિટમાં મોકલાવામાં આવ્યો છે. આ જથ્થો પુણેના કારખાનામાંથી જ રવાનો થવાનો છે. ચાલો, આપણે સાથે મળીને ફ્રેન્ટલાઇન ચિકિત્સાકર્મીઓને સુરક્ષિત રાખવાનું સદકાર્ય કરીએ. આપણે ્બધા કરશું ને ? બહુ સારો પ્રેમ અને ધન્યવાદ.
હાલમાં જ શાહરૂખે ફ્રન્ટલાઇન હેલ્થ કેયર સ્ઠાફ માટે અન્ય આવશ્યક વસ્તુઓની ઉપરાંત વ્યક્તિગ સુરક્ષા ઉપકરણ પીપીઇ અને વેન્ટિલેટર માટે ડોનેશન આપવાની અપીલ કરી છે. કિંગ ખાને ગુરુવારે મીર ફાઉન્ડેશનને ટેગ કરતા ટ્વીટ કર્યું છે કે, આવો, કોરોના વાયરસના વિરુદ્ધ ચાલી રહેલા જંગના નેત્ત્વ કરી રહેલા બહાદુર સ્વાસ્થ્ય અધિકારીઓ અને ચિકિત્સા ટીમોને વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ (પીપીઇ)માં ડોનેશન આપવાની વિનંતી કરીએ છઈએ. થોડી થોડી મદદ પણ એક મોટું કામ કરી શકે છે. તમે અમારા પ્રયાસનો હિસ્સો બની શકો એમ છો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fZFnQX
ConversionConversion EmoticonEmoticon