(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 16 મે 2020, શનિવાર
કોરોનાના જંગમાં રાહત આપવા માટે અક્ષય કુમાર વિવિધ રીતે મદદ કરી રહ્યો છે. હાલમાં જ તેણે મુંબઇ પોલીસને પોતાની સુરક્ષા માટે ૧૦૦૦ રિસ્ટ બેન્ડ ભેટ આપ્યા હતા. હવે નાસિક પોલીસ માટે પણ તેણે ૫૦૦ રિસ્ટ બેન્ડ મોકલાવ્યા છે. નાસિક પોલીસ કમિશ્નર વિશ્વાસનાંગરે પાટિલે અક્ષય કુમારનો આભાર માન્યો હતો.
આ એક સ્માર્ટ ઘડિયાળ છે, જે કોરોનાના લક્ષણને ટ્રેક કરે છે. નાસિક પોલીસના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અભિનેતાએ ૫૦૦ રિસ્ટ બેન્ડ મોકલાવ્યા છે. જે પહેરવાથી શરીરના તાપમાન,હૃદયના ધબકારા, બ્લડપ્રેશર અને કોવિડ ડેશબોર્ડ પર કલેક્ટ થશે. આ ઘડિયાળ ૪૫ વરસથી વધુ વય ધરાવતા પોલીસોને પહેરવા માટે આપવામા ં આવ્યા છે.
આ બેન્ડ સામાન્ય જનતા માટે પણ ઉપલબ્ધ થશે, પરંતુ પહેલા કોરોનાના જંગમાં લોકોને સુરક્ષિત રાખનાર ફ્રન્ટલાઇન વર્કસને પહેલા આપવામાં આવશે. મહારાષ્ટ્ના પોલીસો કોરોનાની લપેટમાં આવી ગયા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fXAEPq
ConversionConversion EmoticonEmoticon