આણંદ, તા.16 મે 2020, શનિવાર
લોકડાઉનના સમયમાં આણંદ જિલ્લામાં કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મીઓ દ્વારા નાગરિકોને યેનકેન પ્રકારે હેરાનગતિ કરી નાણાં પડાવવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે તારાપુરના ત્રણ કોન્સ્ટેબલો દ્વારા લોકડાઉન દરમ્યાન લોકો પાસેથી ખોટી રીતે નાણાં પડાવી પોતાના ખિસ્સા ગરમ કર્યા હોવાના આક્ષેપ સાતે તારાપુરના સરપંચ તેમજ વેપારીઓએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરતા પોલીસ બેડામાં ખળભળાટી મચી જવા પામી છે.
તારાપુરના સરપંચ સહિત વેપારીઓ દ્વારા કરાયેલ લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ તારાપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા પ્રવિણભાઈ ડાભી, તુષારગીરી અને કેતનકુમાર છેલ્લા કેટલાક સમયથી લોકડાઉનના સમયગાળા દરમ્યાન તારાપુરના ગ્રામજનો સાથે યેનકેન રીતે વાદ-વિવાદ કરી ખોટી રીતે પૈસા પડાવી રહ્યા છે. તારાપુરની નાની ચોકડી તેમજ આસપાસના વિસ્તારોમાં આ ત્રણ પોલીસકર્મીઓ ફરજ બજાવે છે અને કાર તેમજ મોટરસાયકલ મારફતે પેટ્રોલીંગ કરી સામાન્ય નાગરિકો સાથે ગેરવર્તણુંક કરતા હોવાનો આક્ષેપ લેખિત રજૂઆતમાં કરાયો છે. કેટલીકવાર આ પોલીસ કર્મીઓ શાકભાજીના ફેરીયા કે અન્ય ગરીબ ફેરીયાઓને પોલીસનો રોફ બતાવી ખોટી ધાક-ધમકી આપી ફરિયાદ દાખલ કરવાનું જણાવી ખોટી રીતે નાણાં પડાવતા હોવાનો આક્ષેપ પણ કરાયો છે. ગ્રામજનો તેમજ વેપારીઓ દ્વારા અગાઉ ખંભાતના ધારાસભ્ય તેમજ આણંદના સાંસદને પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા તારાપુરના જાગૃત નાગરિકો તેમજ વેપારીઓ દ્વારા તારાપુરના પ્રાંત અધિકારીને આ અંગે લેખિત જાણ કરી વેપારીઓ તથા ગ્રામજનોને કનડગત કરતા આ પોલીસ કર્મીઓ વિરૃધ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.તારાપુરના ત્રણ પોલીસકર્મી પૈકી પ્રવીણસિંહ કાનુભાની આણંદ ખાતે બદલી કરી દેવાઈ છે એવું પોલીસ અધિક્ષક, આણંદની યાદી દ્વારા જાણવા મળ્યું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZaMj7N
ConversionConversion EmoticonEmoticon