નડિયાદ, તા.16 મે 2020, શનિવાર
ખેડા જિલ્લાના વડા મથક નડિયાદના વધુ ચાર કોરોના પોઝીટીવ દર્દીના રીપોર્ટ નેગેટીવ આવતા આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.જેમાં માતર તાલુકાના દેથલીનાગામના ૩ વર્ષના બાળકે કોરોનાને માત આપી છે. ઉપરાંત અન્ય ત્રણ પોઝીટીવ દર્દીઓ પણ આજે પોતાના ઘરે પરત ફર્યા છે.
જેમાં મહેમદાવાદ સુંઢા વણસોલ બોરીયા સીમના બુધાભાઇ ડાભી અને સાકરબેન ડાભી,નડિયાદ શહેરના અમદાવાદી બજારમાં આવેલ હરિદાસ અર્બન હોસ્પિટલમાં કામ કરતા સંદીપકુમાર ચૌહાણનો સમાવેશ થાય છે. ૩ વર્ષનો બાળક આજે જ્યારે કોરોનાને હરાવી પોતાને ગામ પરત ફર્યો ત્યારે ગ્રામજનોએ ઢોલ વગાડી પરમનું સ્વાગત કર્યુ ંહતું.
આજે માતર તાલુકાના દેથલી ગામના ૩ વર્ષના પરમ. એમ. સોલંકીએ કોરોનાને માત આપી છે.દેથલીના ગાંધીપુરા વિસ્તારમાં રહેતા મુકેશ સોલંકીનો ૩ વર્ષનો દિકરો પરમને છેલ્લાં ઘણાં સમયથી તાવ અને ખેંચની બિમારી હતી. ગત્ એપ્રિલની ૧૮થી ૨૧ તારીખ દરમ્યાન તેને નડિયાદની કેયા હોસ્પિટલમાં સારવાર લીધી હતી.ત્યારબાદ સારુ થતા તેને દેથલી પાછો લઇ જવામાં આવ્યો હતો.પરંતુ તા.૬ મે ના રોજ તેને ફરીથી તાવ આવતા ફરીથી કેયા હોસ્પિટલમાં લઇ આવવામાં આવ્યો હતો. જ્યાં તે શંકાસ્પદ જણાતા તેને તાત્કાલિક એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. અહીં તેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આઇસોલેટેડ કરવામાં આવ્યો હતો.
એ જ રીતે મહેમદાવાદ તાલુકાના સુંઢાવણસોલના બોરીયા સીમમાં રહેતા બુધાભાઇ પી.ડાભી અને સાકરબેન ડાભી, તથા નડિયાદના અમદાવાદી બજારમાં આવેલ હરિદાસ અર્બન સેન્ટર હોસ્પિટલમાં કામ કરતા સંદીપકુમાર ચૌહાણને પણ ગત્ ૭ મે ના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.આથી આ તમામને સારવાર અર્થે નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં આઇસોલેટ કરાયા હતા. આજે આ ત્રણેયનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા ઘરે પરત ફર્યા છે.આ ચારેય વ્યક્તિઓને હોસ્પિટલના સ્ટાફે ફુલ અને તાળીઓના ગળગળાટ સાથે હોસ્પિટલમાંથી વિદાય આપી હતી.જો કે ખેડા જિલ્લામાં હાલ કોરોના પોઝીટીવ કેસનો આંકડો-૩૫ પર પહોંચ્યો છે.તેવા સમયે કોરોના પોઝીટીવ દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતા રજા મળતા જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી છે.
3 વર્ષના પરમને 6 દિવસ ઓક્સિજન પર રખાયો હતો
નડિયાદ, તા.16 મે 2020, શનિવાર
આજે સવારે એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ પરમ સોલંકીનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ અંગે હોસ્પિટલના તબીબીએ જણાવ્યુ હતુ કે પરમ સોલંકીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને બાળકની હાલત ગંભીર હોવાના કારણે તેને છ દિવસ સુધી આઇ.સી.યુ માં ઓક્સિજન પર રાખવામાં આવ્યો હતો.આ ઉપરાંત બાળકને ન્યુમોનિયાની અસર હતી. ગઇકાલે દસ દિવસ બાદ તેનો ફરીથી કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યો હતો. જે આજે નેગેટીવ આવતા તેને રજા આપવામાં આવી હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zGXTg3
ConversionConversion EmoticonEmoticon