નવી દિલ્હી,તા.13.મે.2020
બોલીવૂડના લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે ફરી એક વખત પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે.
જાવેદ અખ્તરે પીએમ મોદીએ મંગળવારે રાતે કરેલા પ્રવચન પર કહ્યુ હતુ કે, 33 મિનિટના ભાષણમાં દેશમાં ભારે હાલાકી વેઠી રહેલા લાખો મજૂરો પર એક પણ શબ્દ પીએમ મોદી બોલ્યા નથી.આ સારી વાત નથી.
અખ્તરે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, 20 લાખ કરોડના પેકેજનુ એલાન નિશ્ચિતપણે દેશનુ મનોબળ વધારનાર છે.પણ 33 મિનિટના ભાષણમાં લાખો પ્રવાસીઓ પર પીએમ મોદી કશું બોલ્યા નથી.જેમને જીવતા રહેવા માટે તાત્કાલિક મદદની જરુર છે.આ સારી વાત નથી.
જોકે જાવેદ અખ્તરના ટ્વિટ બાદ સોશ્યલ મીડિયા પર તેના પર જાત જાતની પ્રતિક્રિયાઓ આવી રહી છે.ઘણા લોકો જાવેદ અખ્તરને ખરી ખોટી સંભળાવી રહ્યા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T1Ngex
ConversionConversion EmoticonEmoticon