(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 12 મે 2020, મંગળવાર
પોતાની ખૂબસૂરતી અને ડાન્સ પરફોર્મન્સ અને અભિનય માટે જાણીતી થયેલી નોરા ફતીના ઇન્સ્ટાગ્રામ પર ૧૩ મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે. આ સાથે જ તે સોથી વધુ ચર્ચિત મોરક્કન સેલિબ્રિટિ બની ચુકી છે. જ્યારે મન્ટેના બીજા ક્રમાંકે છે.
થોડા મહિના પહેલા જ નોરાએ પેરિસના ઓલમપિયામાં પિંક ફ્લોઇડ, ધ બીટલ્સ, જેનેટ જેકસન અને ટેલર સ્વિફટ સાથે કોન્સર્ટમાં પરફોર્મ કર્યું હતું. નોરાનો આ પહેલો મ્યૂઝક કોન્સર્ટ હતો. તેણે દિલબર ,સાકી સાકી, કમરિયા અને એક તો કમ જિંદગાની જેવા ગીતો પણ ગાયા હતા. આ એક હાઉસફુલ શો હતો, જેમાં ભારત, મધ્ય પૂર્વ અને મોરક્કોના દર્શકો આવ્યા હતા.
મારો ઇન્સ્ટા પરિવાર મજબૂતીથી વધી રહ્યો છે, જેનો મને ગર્વ છે. આ ઓર્ગેનિક થઇ રહ્યું છે. દુનિયામાં સોથી વધુ અધિક ફોલો કરનારી મોરક્કન કલાકાર માટેઆ એક મોટી ઉપલબ્ધિ છે. મારા પ્રશંસકોનો હું આભાર માનું છું. મારા માટે આ બહુ જ મહત્વપૂર્ણ છે. નોરાએ હાલમાં જ ટિક ટોકક ડેબ્યુ કર્યું છે અને બહુ ઓછા સમયમાં એક મિલિયન ફોલોઅર્સની સંખ્યા થઇ ગઇ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SX2jpJ
ConversionConversion EmoticonEmoticon