મહુધા તાલુકાના 26 સરપંચોનાં રાજીનામાં અંતે પરત ખેંચી લેવાયાં


નડિયાદ, તા. 16 મે 2020, શનિવાર

મહુધા તાલુકાના ૨૬ સરપંચોના રાજીનામા આજે પરત ખેંચવામાં આવ્યા છે.  તાલુકાના સરપંચ એસોશિયેશન દ્વારા ગત્ તા.૧૨ મે ના રોજ આ રાજીનામા મંજૂર કરવા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું  હતુ.આ બનાવમાં સ્થાનિક ઘારાસભ્યએ મધ્યસ્થી કરી એસોસીયેશનના પ્રમુખ પાસે આરાજીનામા આજે પરત લેવડાવ્યા છે.

મહુધા તાલુકા સરપંચ એસોશિયેશન દ્વારા તાલુકાના વિકાસ અધિકારીની વિરુધ્ધમાં પોતાના રાજીનામાં આપ્યા હતા. જેમાં સરપંચોએ તાલુકા વિકાસ અધિકારીના ઉદ્ધત વર્તન અને વારંવાર અપમાન કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. જે સાથે આ બધા જ સરપંચોએ જિલ્લા વિકાસ અધિકારીને રાજીનામાં આપ્યા હતા.

આ વિવાદ ચરમસીમાએ પહોંચે તે પહેલા જ મહુધા વિદ્યાનસભાના ઘારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે મધ્યસ્થી બની આ રાજીનામા પાછા ખેંચાવ્યા હતા.આ અંગે આજે સવારે ૧૧ઃ૦૦ કલાકે મહુધા તાલુકા પંચાયત કચેરી એક પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. પરંતુ આ કોન્ફરન્સમાંં તાલુકા વિકાસ અધિકારી હાજર રહ્યા ન હતા.પણ ઘારાસભ્યએ સાસુ-વહુનો ઝઘડો છે, અને ઘરની બાબત ેછે તેમ જણાવી સરપંચોના  પ્રમુખ સામતસિંહ પાસે બધા જ રાજીનામા પાછા ખેચાવ્યા હતા.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WDHS3r
Previous
Next Post »