- ટીડીઓ સરપંચો પર રોફ જમાવતા હોવાનો તથા ફાઇલો મૂકી રાખી બિલોની ચૂકવણીમાં વિલંબ કરતા હોવાનો આક્ષેપ
મહુધા તાલુકા સરપંચ એસોશિયેશન દ્વારા જિલ્લાના ૨૬ સરપંચોના રાજીનામા મંજૂર કરવા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. મહુધા તાલુકા વિકાસ અધિકારીના મનમાની વર્તનના કારણે સરપંચો દ્વારા આ માંગણી કરાઇ હોવાનું જણાવ્યું છે.
મહુધા તાલુકાની તમામ ગ્રામ પંચાયતના સરપંચોખંતથી ગામની તથા ગ્રામજનોની સેવા કરે છે અને ગામની બધી બાબતોનુ ધ્યાન રાખીએ છીએ.પરંતુ તાલુકા કચેરીએથી સહકાર કે જરૂરી માર્ગદર્શન આપવામાં આવતુ નથી. તેના બદલામાં તાલુકા વિકાસ અધિકારી અમારી ઉપર રોફ જમાવે છે.તમને કાયદોનુ શુ જ્ઞાાન છે?
અંગુઠા છાપ સરપંચો બની બેઠા છો.આવુ બધુ બોલી વારંવાર જાહેરમાં અપમાન કરે છે.એસ.ઓ.જે તે કામ જોઇ માપી તપાસી તેનુ બિલ લખે છે, છતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા બધા જ કામ જાતે જોવાનો આગ્રહ રાખી અથવા અન્ય કોઇ પણ નાના મોટા બહાના હેઠળ વિવિધ કામોની ચૂકવણીની ફાઇલો મૂકી રાખી બીલો ચૂકવવામાં જાણી જોઇને વિલંબ કરે છે.જો તાલુકા વિકાસ અધિકારીને જ બધા કામો જોઇ બિલો ચૂકવવાના હોઇ તો સરકારએ એસ.ઓ જેેવી પોસ્ટ રાખવાની જ શી જરૂર છે?
તાલુકા વિકાસ અધિકારીના આવા વર્તનથી ગામોના વિકાસના કામો ઉપર ખુબ મોટી અસર પડે છે.જેથી સરકારની વિવિધ યોજના લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોચતો નથી.તાલુકાના સામાન્ય માણસના કામ થતા નથી,સરપંચોએ ઘક્કા ખાવા પડે છે,એક બાજુ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને લગતા કામો તથા સફાઇ,સેનેટાઇઝર,ગામમાં સોશિયલ ડીસ્ટન્સને લગતા કામો અત્યારે સરપંચો ગામ લેવલે કરી રહ્યા છે.તો તેને લગતો જરૂરી ખર્ચ સફાઇ કે સેનેટાઇઝરનો ખર્ચ મને પૂછયા વગર કેમ કર્યો તેવા પ્રશ્નો ઉભા કરે છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WskGoO
ConversionConversion EmoticonEmoticon