સોનૂ સૂદે પરપ્રાંતીય મજૂરોને પોતાના વતન જવા માટે ઘણી બસોની વ્યવસ્થા કરી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 12 મે 2020, મંગળવાર

કોરોના મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન છે. એવી સ્થિતિમાં પરપ્રાંતીય મજૂરો અટવાઇ ગયા છે. સરકાર તેમને વતન મોકલવાની કોશિશો કરી રહી છે, જેમાં હવે બોલીવૂડના કલાકાર પણ મદદરૂપ થઇ રહ્યા છે. 

સોનૂ સૂદ પ્રવાસી મજૂરોને ઘરે મોકલવા માટે વાહનની વ્યવસ્થા કરી રહ્યો છે. આ સદકાર્ય કરનાર તે બોલીવૂડનો પહેલો અભિનેતા બન્યો છે. તેણે ઘણી બસ સેવાઓની વ્યવસ્થા કરી છે,જે પ્રવાસીઓને ઘર સુધી પહોંચાડવામાં મદદ કરશે. 

સોનૂૂએ માટે મહારાષ્ટ્ર અને કર્ણાટ સરકારની પરમિશન પણ લીધી છે. આ પછી જ તેણે પ્રવાસીઓની યાત્રા અને ખાવા-પીવાની વ્યવસ્થાનું કામ કર્યું છે. સોમવારે મહારાષ્ટ્રના થાણા થી ગુલબર્ગા માટે કુલ ૧૦ બસ રવાના થઇ હતી. અભિનેતાએ થાણા જઇને પ્રવાસીઓની પરિસ્થિતિઓની નોંધ લીધા પછી જ તેમને ઘરે રવાના કર્યા હતા. જેની તસવીર સોશિયલ મીડિયા પર ફરી રહી છે. 

 સેંકડો બેઘર મજૂરોને સડક પર ચાલતા જોઇને સોનૂ  ભાવુક થઇ ગયો હતો. તેણે જણાવ્યું હતું કે,હું માનું છું કે હાલના સમયમાં આપણે દરેક કોરોના પ્રકોપનો સામનો કરી રહ્યા છીએ. એવામાં દરેક ભારતીયોને પોતાના પરિવાર અને પ્રિયજનો સાથે રહેવું જરૂરી છે. મેં પરપ્રાંતીય મજૂરોને પોતાના ઘરે પહોંચાડવા માટે મહારાષ્ટ્ર અને કર્ણાટક સરકરાની  પરમિશન લીધી હતી. મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓએ મહત્વના દસ્તાવેજો બનાવામાં મને સહાય કરી હતી. અને કર્ણાટક સરકારે પ્રવાસીઓનું સ્વાગત કર્યું. આ ઉપરાંત અન્ય રાજ્યોના પ્રવાસીઓને પણ મદદ કરવાનો છું.

સોનૂએ વધુમાં કહ્યું હતું કે, રસ્તા પર નાના બાળકો અને વયોવૃદ્ધ માતા-પિતાઓને ચાલતા જવા જોવું એ મારા માટે હૃદયદ્વાવક હતું. હું મારી ક્ષમતા અનુસાર અન્ય રાજ્યો માટે પણ પ્રયાસ કરીશ.

આ પહેલા પણ સોનૂએ પંજાબના ડાકટર્સોને ૧,૫૦૦ પીપીઇ કિટસ ડોનેટ કરી છે. ઉપરાંત રમઝાન ચાલી રહ્યો હોવાથી ભિવંડીના હજારો પ્રવાસી મજૂરોને ભોજનની વ્યવસ્થા કરી આપી હતી. એટલું જ નહીં અભિનેતાએ મુંબઇના જુહુમાં આવેલી પોતાની હોટલને મેડકિલ સ્ટાફને રહેવા માટે આપી છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zzGm9o
Previous
Next Post »