ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ 2 કેસ નોંઘાયા : કુલ આંક 54


નડિયાદ, તા.20 મે 2020, બુધવાર

ખેડા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો વધારો અવિરત્ રહ્યો છે. આજે ખેડા જિલ્લામાં વધુ બે નવા કેસો નોધાયા છે.આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો ૫૪ પર પહોંચ્યો છે. મહેમદાવાદ તાલુકાના કાચ્છઇ વાંટા સીમવિસ્તારમાં આવેલ ૧૮૬ ગેટ પાસે રહેતા બાબરભાઇ બબાભાઇ બારૈયા ઉં.૭૦ નો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. 

બાબરભાઇને શ્વાસની બીમારી તેમજ પેટમાં દુખાવો રહેતો હતો.તા.૧૯-૫-૨૦ ના રોજ તેઓ કાચ્છઇ પી.એચ.સી ખાતે સારવાર અર્થે આવ્યા હતા.જ્યા પ્રાથમિક સારવાર આપી મહેમદાવાદ સી.એચ.સી ખાતે એકસ-રે લેવામાં આવ્યો હતો.આ ઉપરાંત કોવિડ-૧૯ અંતર્ગત શંકાસ્પદ દર્દી જણાતા સી.એચ.સી ખાતે કોરોના અંતર્ગત ટેસ્ટ સેમ્પલ લીધેલ હતુ.જે તા.૨૦-૫-૨૦ ના રોજ નડિયાદ આરોગ્ય કચેરી ખાતેથી તાલુકા આરોગ્ય અધિકારી મહેમદાવાદના બાબરભાઇ બારૈયા કોરોના પોઝીટીવ હોવાનુ જણાવ્યુ હતુ.બાબરભાઇના પરિવારમાં કુલ-૧૩ સભ્યો છે.આ ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા કુલ-૬ વ્યક્તિઓ છે.જેમાં બાબરભાઇના બે દિકરાઓના ઘરના સભ્યો પૈકી ભરતભાઇ બાબરભાઇ બારૈયા અને મણીબેન બાબરભાઇ બારૈયાને નડિયાદ ક્વારન્ટાઇન સેન્ટમાં મોકલી આપ્યા છે.જ્યારે બાકીના સભ્યોને ઘરમાં કવારન્ટાઇન કરવામાં આવેલ છે. બાબરભાઇ બારૈયાને ૧૦૮ મારફતે એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

મહેમદાવાદ તાલુકાના કનીજ આરોગ્ય કેન્દ્રમાં એમ.પી.એચ.ડબલ્યુ તરીકે ફરજ બજાવતા સતીષભાઇ પટ્ટણીનો આજે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.આ અંગે મહેમદાવાદ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.અશોક પટેલનો સંપર્ક સાઘતા તેમણે જણાવ્યુ હતુ કે તા.૧૯ મે ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહેમદાવાદ ખાતે સવારના ૯.૦૦ વાગ્યા થી ૧૨ વાગ્યા સુધી કુલ-૩૦ વ્યક્તિઓના કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં એમ.પી. એચ.ડબલ્યુ સતીષભાઇ પટ્ટણીનો પણ કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો હતો.જે આજરોજ પોઝીટીવ આવ્યો છે.

આ બાદ સતીષભાઇને જાણ કરવામાં આવી છે.હાલ સતીષભાઇ અમદાવાદના બાપુનગર ખાતે રહે છે.તેથી તેઓ અમદાવાદ કોર્પોરેશનને જાણ કરી એડમિટ થશે તેમ તાલુકા આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતુ.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zYqBta
Previous
Next Post »