અમદાવાદથી પગપાળા પહોંચેલા 19 જેટલા શ્રમિકોને ટિકિટના પૈસા આપી યુપી મોકલ્યા


નડિયાદ, તા.6 મે 2020, બુધવાર

કોરોનાની વૈશ્વિક મહામારીવચ્ચે ખેડા જિલ્લામાં આજે વધુ એક વખત માનવતા મહેંકી ઉઠી હતી. અમદાવાદના પીરાણા રોડ ઉપરના બહેરામપુરા વિસ્તારમાંથી ૧૯ જેટલા ઉત્તરપ્રદેશના શ્રમિકો ચાલતા ચાલતા નડિયાદની સીમમાં પહોંચ્યા હતા. એક્સપ્રેસ વે નજીકની એક સોસાયટીમાં તેઓ ગઇકાલે રાત્રે થાક્યા પાક્યા ફસડાઇ પડયા હતા. આથી સ્થાનિકોએ તેમણે રોડસાઇડે જ ખાવાનું આપ્યું હતું. ત્યારબાદ આજે સ્થાનિક કાર્યકર ગૌતમભાઇએ જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરી નોંધાયા વગરના આ ૧૯ પેસેન્જરોને નડિયાદથી ઉપડતી ઉત્તરપ્રદેશની ટ્રેનમાં બેસાડવા માટે આખો દિવસ દોડધામ કરી હતી. કારણ કે આ શ્રમિકોના ટોળામાં સાતથી વધુ બાળકો હતા. અને ૩થી વધુ સ્ત્રીઓ પણ હતી. જે સૌને ઉત્તરપ્રદેશના બારડા જિલ્લામાં જવાનું હતું. તેઓ ઘણાં દિવસથી અમદાવાદથી ચાલતા ચાલતા નીકળ્યા હતા અને સલુણ રોડ પરના સંતરામ વિલા સોસાયટી બહાર જ થાક્યા પાક્યા અટકી પડયા હતા. તેમની પાસે ખાવાના પણ પૈસા ન હતા. તેથી ટ્રેનની ટીકીટ તો ખર્ચી શકે તેમ હતા નહીં.  સ્થાનિક લોકોએ સંપર્ક કરતા જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી બધાની ટીકીટ માટેના સાડા સાત હજાર રૃપિયાની ફાળવણી તાત્કાલીક કરવામાં આવી હતી. આથી યુપીના આ શ્રમિકો મોડી સાંજે નડિયાદથી ઉપડતી સ્પેશ્યલ ટ્રેનમાં બેસીને માદરે વતન જવા રવાના થઇ શક્યા હતા. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cbNVSm
Previous
Next Post »