બાલાસિનોર, તા.6 મે 2020, બુધવાર
મહિસાગર જિલ્લામાં કોરોનાનો કહેર આજે પણ યથાવત્ રહ્યો હતો ગઈકાલે ચાર કેસ વધી જતાં મહિસાગર જિલ્લાનો આંક ૪૧ થવા પામ્યો હતો. જ્યારે ગરીયા ગામના એક કોરોનાના દર્દીનું મૃત્યુ થવા પામ્યું હતું. જ્યારે વધુ ૧ શખ્સ સાજો થઈ જાતં રજા આપવામાં આવી હતી. મહિસાગર જિલ્લાના કલેક્ટર દ્વારા જ્યાં કેસ નોંધાયા છે તે એરિયામાં ફરવા માટે પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પાડીને આ એરિયામાં પ્રતિબંધ ફરમાવ્યો હતો.
મહિસાગર જિલ્લામાં બીજા ચાર કેસનો ઉમેરો થયો હતો જેમાં લુણાવાડા ગામની ૩૬ વર્ષીય મહિલા લુણાવાડા તાલુકાના ગરીયા ગામના ૩૦ વર્ષના યુવક વીરપુર તાલુકાના રોઝાવ ગામના ૪૩ વર્ષીય પુરૃષને ગામના ૨૧ વર્ષીય યુવકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ ૪૧ કોરોના પોઝિટિવ દર્દી થયા હતા જ્યારે લુણાવાડા તાલુકાના ગરીયા ગામના વાલાભાઈ ભાઈનું મૃત્યુ થવા પામ્યું હતું.
દિનપ્રતિદિન મહીસાગર જિલ્લામાં કોરોના કેસનો વ્યાપ વધી જતો જોઈને મહીસાગર જિલ્લો ઓરેન્જ ઝોનમાંથી રેડ ઝોન તરફ વધી રહ્યો હોય તેમ લાગે છે. આમ મહિસાગર જિલ્લામાં કુલ ૪૧ કોરોનાના કેસો થવા પામ્યા છે. આ તમામ દર્દીઓને બાલાસિનોર લઈ જવામાં આવ્યા છે અને તેમના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને કોરેન્ટાઇન કરવા માટે આરોગ્યતંત્ર દ્વારા કામગીરી શરૃ કરવામાં આવી છે. મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે વી. પી. હોસ્પિટલમાં ગત મોડી રાત્રે સંતરામપુરનો એક પેશન્ટ લાવવામાં આવતા કુલ કોરોના દર્દીનો આંક ૪૨ થવા પામ્યો હતો. આજે મળતી વિગતો મુજબ સ્ટાફ નર્સ ચુથાના મુવાડાનોકેસ આવતા ૪૩ કેસ થયેલ છે. આમ જિલ્લામાં કોરોનાનો વ્યાપ ધીમે ધીમે વધી રહેલ જણાય છે. બાલાસિનોર ખાતે આજરોજ ૮થી ૧૨ સુધી બજારો ખુલ્લા રહ્યા હતા.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dmhhxp
ConversionConversion EmoticonEmoticon