નડિયાદ,તા.14 મે 2020, ગુરુવાર
છત્તીસગઢના પરપ્રાંતિય શ્રમિકોએ આજે ખેડા જિલ્લાના વડા મથક નડિયાદના રેલ્વે સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેન મારફતે પોતાના માદરે વતન જવા પ્રયાણ કર્યુ છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા તાલુકાઓમાંથી બસો મારફતે નડિયાદ રેલ્વે સ્ટેશને લાવેલા છત્તીસગઢ ૧૬૮૭ જેટલા શ્રમિકો આજે બપોરે ટ્રેન મારફતે જવા રવાના થયા છે. આ માટે જિલ્લા કલેક્ટર કચેરીએ છત્તીસગઢના શ્રમિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી આજે ૧૬૮૭ શ્રમિકોને નડિયાદ સ્ટેશનથી સ્પેશ્યલ ટ્રેન મારફતે રવાના કરવામાં આવ્યા છે.
ખેડા જિલ્લામાં છેલ્લાં ઘણા દિવસોથી ચાલતા લોકડાઉન સમયે ફસાઇ ગયેલા પરપ્રાંતિય શ્રમિકોને સ્પેશિયલ ટ્રેનો દ્વારા તેમના વતન પહોચાડવામાં આવી રહ્યા છે.જિલ્લામાંથી ઉત્તરપ્રેદશના પાંચ હજારથી પણ વધુ શ્રમિકોને ટ્રેન મારફતે ગોરખપુર પહોંચાડવામાં આવ્યા છે.
ત્યારે આજે નડિયાદ રેલ્વે સ્ટેશનેથી છત્તીસગઢ તરફની સ્પેશ્યલ ટ્રેન રવાના કરવામાં આવી છે.જેમાં જુદા જુદા તાલુકાઓમાંથી આશરે ૧૬૮૭ પરપ્રાંતિયો બપોર બાદ નડિયાદ રેલ્વે સ્ટેશન પહોંચવા માંડયા હતા. ટ્રેનમાં બેસાડવાની કામગીરી વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્રએ ખડેપગે કરી હતી.
નડિયાદથી ઉપડનારી આ ટ્રેન છત્તીસગઢ તરફ મોકલી છે. આ દરમ્યાન વચ્ચે આવતા સ્ટાપેજ પર ટ્રેન ઉભી રહેશે અને શ્રમિકો પોત પોતાના વતન નજીકના સ્ટેશને ઉતરી જશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. માદરે વતન જતા દરેક શ્રમિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાસ્તાના પેકેટ અને મીનરલ વોટર ના બોટલ આપવામાં આવ્યા હતા.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WX3979
ConversionConversion EmoticonEmoticon