નડિયાદ, તા.5 મે 2020, મંગળવાર
ખેડા જિલ્લા હોમગાર્ડનો એક જવાન પુત્રની અંત્યેષ્ઠી કરી ફરજ પર હાજર થયો છે.કોરોના વાયરસે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે હોમગાર્ડ જવાને દેશ પ્રત્યેની પોતાની નૈતિક ફરજ અદા કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સતીષભાઇ બારૈયા રહે.કેરીઆવી હોમગાર્ડઝદળ નડિયાદ યુનિટમાં સેવાઓ આપી રહ્યા છે.તેઓનો સવા વર્ષનો પુત્ર હર્ષિલ એકાએક બિમાર થઇ ગયો હતો.તેને કેરીઆવી ગામના દવાખાનામાં સારવાર અપાઇ હતી.ગત્ તા.૧૬ એપ્રિલના રોજ બપોરના ૨ઃ૩૦ કલાકે તેનું સારવાર દરમ્યાન અવસાન થયુ હતુ.આ સમયે મૃતકના પિતા સતીષભાઇ બારૈયા કોરોના વાયરસ કોવિડ-૧૯ની ફરજમાં કમળા ચોકડીએ સેવાઓ આપતા હતા.તેઓના પુત્રના મૃત્યુના ખબર મળતા જ તેઓ ઘરે પહોચી ગયા હતા.ઘરે પુત્રની અંત્યેષ્ઠીનુ કાર્ય પતાવીને તેઓ ફરજમાં પૂનઃ હાજર થઇ ગયા હતા.
વ્હાલસોયા પુત્રના અવસાનથી વ્યથિત પત્નીને આશ્વાસનના શબ્દો કહીને પરત ફર્યા હતા.આ દેશસેવાના ભેખધારી જવાન સતીષભાઇ બારૈયાને જિલ્લા કમાન્ડન્ટ મહેશભાઇ મહેતાએ આશ્વાસન આપવાની સાથે તેઓની સેવાઓને બિરદાવીને પ્રમાણપત્ર પણ અર્પણ કર્યુ હતુ.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YC4KSp
ConversionConversion EmoticonEmoticon