નડિયાદ, તા.9 મે 2020, શનિવાર
આજે ત્રીજા દિવસે ઉત્તરપ્રદેશના ૧૨૦૦થી વધુ જેટલા પરપ્રાંતિય શ્રમિકોને નડિયાદના રેલ્વે સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેન મારફતે પોતાના માદરે વતન મોકલવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા તાલુકાઓમાંથી આશરે ૧૩૦૪ જેટલા શ્રમિકો આજે સાંજે ટ્રેન મારફતે કાશગંજ જવા રવાના થયા છે. છેલ્લાં બે દિવસથી ચાલતા રજીસ્ટ્રેશનમાં કલેક્ટર કચેરીએ હજારો લોકોએ ઉત્તરપ્રદેશના વતનમાં જવા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી આજે ૧૩૦૪ શ્રમિકોને નડિયાદ સ્ટેશનથી સ્પેશ્યલ ટ્રેન મારફતે રવાના કરવામાં આવ્યા છે.
ખેડા જિલ્લામાં લોકડાઉનના સમયે ફસાઇ ગયેલા પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન જવા માટે પાંચમાં તબક્કાની સ્પેશિયલ ટ્રેન દ્વારા નડિયાદ રેલ્વે સ્ટેશનેથી કરવામાં આવી છે. જેમાં ખેડા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી આશરે ૧૩૦૪ પરપ્રાંતિયો સાંજે ૬ વાગ્યા સુધીમાં ટ્રેનમાં ગોઠવાઇ ગયા હતા. આ તમામ લોકો નડિયાદ રેલ્વે સ્ટેશને બપોર બાદ આવી પહોચ્યા હતા.જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી બસ મારફતે આ પરપ્રાંતિય શ્રમિકોને નડિયાદ રેલ્વે સ્ટેશન લાવવામાં આવ્યા હતા.જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્રએ ખડેપગે રહી તમામ શ્રમિકોની આરોગ્ય ચકાસણી કરી હતી. નડિયાદથી ઉપડનારી આ ટ્રેન ઉત્તરપ્રદેશના કાશગંજ શહેર સુધી જશે. આ દરમ્યાન વચ્ચે આવતા સ્ટાપેજ પર ટ્રેન ઉભી રહેશે અને શ્રમિકો પોત પોતાના વતન નજીકના સ્ટેશની ઉતરી જશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉપરાંતવહીવટી તંત્ર દ્વારા સૂકો નાસ્તો,પીવાના પાણીની બોટલની વ્યવસ્થા કરવામાં આવી હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dpwbmy
ConversionConversion EmoticonEmoticon