શ્રમિકોને સુરતથી પરત વતન લાવવા 15 એસટી રવાના કરાઈ


આણંદ, તા.9 મે 2020, શનિવાર

લોકડાઉનને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફસાયેલ શ્રમિકોને તેઓના વતનમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આણંદ ડેપોમાંથી આજરોજ ૧૫ જેટલી એસ.ટી. બસો સુરત ખાતે મોકલવામાં આવી હતી.

સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલ વિવિધ જિલ્લાઓમાં શ્રમિકો ધંધા-રોજગાર અર્થે અવર-જવર કરતા હોય છે. ધંધા-રોજગારી માટે શ્રમિકો એક સ્થળેથી બીજા સ્થળે જઈ કામકાજ કરતા હોય છે. જો કે કોરોના વાયરસની મહામારી વચ્ચે દેશભરમાં લોકડાઉન જાહેર થતા ગુજરાત રાજ્યમાં આવેલ વિવિધ જિલ્લાઓ ખાતે પરપ્રાંતીય શ્રમિકો અટવાઈ પડયા છે અને છેલ્લા દોઢેક માસથી પોતાના વતનમાં જવાની રાહ જોઈને બેઠા છે. રોજી-રોટી ન મળવાના કારણે મુશ્કેલી અનુભવી રહેલ આવા શ્રમિક વર્ગ માટે રાજ્ય સરકાર દ્વારા એક જિલ્લામાંથી અન્ય જિલ્લામાં શ્રમિકોને પહોંચાડવા માટે એસ.ટી. તંત્રની મદદ માગી એસ.ટી.બસોની વ્યવસ્થા કરાઈ છે. આણંદ જિલ્લામાંથી અનેક શ્રમિકો સુરત તરફ ધંધા-રોજગાર અર્થે જતા હોય છે. આવા ઘણાં ખરાં શ્રમિકો છેલ્લા દોઢેક માસથી સુરત તેમજ આસપાસના વિસ્તારમાં અટવાઈ ગયા છે. રાજ્ય સરકાર દ્વારા જે-તે જિલ્લાના શ્રમિકોને પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરાતા આણંદ જિલ્લાના શ્રમિકોને વતન પરત લાવવા માટે આણંદ એસ.ટી. ડેપો દ્વારા ૧૫ જેટલી એસ.ટી. બસો સુરત ખાતે રવાના કરવામાં આવી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wieakr
Previous
Next Post »