નડિયાદ, તા.17 મે 2020, રવિવાર
માર્ચ ર૦૨૦માં લેવાયેલ ધો. ૧ર વિજ્ઞાાન પ્રવાહનું પરિણામ આજે ઓનલાઇન જાહેર થયું છે.રાજ્યમાં વિજ્ઞાાન પ્રવાહનું કુલ પરિણામ ૭૧.૩૪ ટકા આવ્યું છે ત્યારે ખેડા જિલ્લાનું ૬૩.૬૪ ટકા આવ્યું છે. જે ગત્ વર્ષ જેટલું જ રહ્યું છે. જિલ્લામાં સતત બીજા વર્ષે સૌથી વધુ પરિણામ નડિયાદ સીટી કેન્દ્રનું ૭૬.૪૨ ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ પણ સતત બીજા વર્ષે થર્મલ પાવર સ્ટેશન કેન્દ્રનું જ ૪૭.૮૩ ટકા આવ્યું છે. ગત્ વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે જિલ્લાના પરિણામમાં ૦.૩૨ ટકાનો વધારો થયો છે. જો કે આ પરિણામોના પગલે જિલ્લામાં કહી ખુશી કહી ગમ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જિલ્લામાં સતત બીજા વર્ષે પણ પ્રથમ વિદ્યાર્થી કપડવંજની એલ.એમ.શારદામંદિર હાઇસ્કુલનો જ આવ્યો છે. સમગ્ર જિલ્લામાં એકપણ વિદ્યાર્થીને એ૧ ગ્રેડ મળ્યો નથી. જ્યારે ગત્ વર્ષે જિલ્લામાં એક જ વિદ્યાર્થીનીને એ૧ ગ્રેડ મળ્યો હતો. ખેડા જિલ્લામાં માર્ચ ર૦૨૦માં લેવાયેલ ધો. ૧ર સાયન્સની પરીક્ષામાં કુલ ૨૬૦૪ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ ંહતું. જેમાંથી કુલ ૨૬૦૨ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. પરંતુ જિલ્લામાં સતત બીજા વર્ષે વિજ્ઞાાનપ્રવાહના વિદ્યાર્થીઓમાં ઘટાડો નોંધાયો છે. કારણ કે ગત્ વર્ષે જિલ્લામાં ૩૦૫૫ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જ્યારે આ વર્ષે ૨૬૦૨ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી છે. આથી ગત્ વર્ષે જિલ્લામાં વિજ્ઞાાન પ્રવાહના ૧૯૪૮ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે આ વર્ષે જિલ્લામાં વિજ્ઞાાન પ્રવાહના માત્ર ૧૬૫૪ વિદ્યાર્થીઓ પાસ થતા કુલ ધો. ૧૨ના વિજ્ઞાાનપ્રવાહમાંથી ૨૯૪ વિદ્યાર્થીઓ ગત્ વર્ષ કરતા ઓછા આ વર્ષે ખેડા જિલ્લામાં પાસ થયા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ર૦૨૦માં લેવાયેલ ધો. ૧ર વિજ્ઞાાન પ્રવાહનું પરિણામ માત્ર ને માત્ર ઓનલાઇન જાહેર થયું છે. આજે સવારે બોર્ડની વેબસાઈટ પર આ પરિણામ જાહેર કરાયું છે. પરંતુ શાળાઓમાં તેની માર્કશીટનું વિતરણ હાલ કરવામાં આવનાર નથી. આજના આ પરિણામોના પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્તેજના સોશ્યલ મીડીયામાં વ્યાપી હતી અને મોટાભાગના વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર પરિણામ જોઇને એકબીજાને ફોન અને સોશ્યલ મીડીયાથી જ અભિનંદન પાઠવ્યા હતા.
ખેડા જિલ્લામાં ધો. ૧૨ સાયન્સ પ્રવાહમાં કુલ ૨૬૦૪ જેટલા વિદ્યાર્થીઓએ બોર્ડની પરિક્ષાના ફોર્મ ભર્યા હતા. જેમાંથી ૨૬૦૨ વિદ્યાર્થીઓએ જ પરિક્ષા આપી હતી. જો કે આ ૨૬૦૨ વિદ્યાર્થીઓમાંથી ૧૬૫૪ વિદ્યાર્થીઓ પાસ અને ૯૪૮ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે. ગત્ વર્ષે પણ ખેડા જિલ્લાના નડિયાદ શહેરનું પરિણામ ૭૨.૬૬ ટકા સાથે પ્રથમ ક્રમે રહ્યું હતું. તેમ આ વર્ષે પણ નડિયાદ સ્ટેશન કેન્દ્રનું પરિણામ ૬૫.૭ ટકા સાથે જિલ્લામાં સૌથી વધુ રહ્યું છે. એ જ રીતે ગત્ વર્ષે જિલ્લાનું સૌથી ઓછું પરિણઆમ થર્મલ પાવર સ્ટેશન કેન્દ્રનું ૫૪.૫૫ ટકા આવ્યું હતું. તેમ આ વર્ષે પણ આ જ કેન્દ્રનું પરિણામ જિલ્લામાં સૌથી ઓછું ૪૭.૮૩ ટકા આવ્યું છે.
ખેડા જિલ્લામાં ગત્ વર્ષે સૌથી વધુ માર્ક મેળવનાર પ્રથમ વિદ્યાર્થી કપડવંજ શહેરની એલ.એમ.શારદા મંદિર હાઇસ્કુલની વિદ્યાર્થીની ઝાલા ચાર્વીએ એ૧ ગ્રેડ મેળવીને શાળાનું નામ રોશન કર્યુ ંહતું. એ જ રીતે આ વર્ષે પણ કપડવંજની આ જ શાળાના વિદ્યાર્થી પ્રજાપતિ હર્ષ મુકુંદભાઇએ ૯૧.૦૪ ટકા અને ૯૯.૯૯ ટકા પર્સન્ટાઇલ મેળવીને જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dOgAx4
ConversionConversion EmoticonEmoticon