GST કાયદા હેઠળ વિશિષ્ટ માલ અથવા સેવાના સપ્લાય બાબતે વેરાકિય જવાબદાી સપ્લાય પ્રાપ્ત કરનાર ઉપર ઠાલવવામાં આવી છે. આ જવાબદારી રિવર્સ ચાર્જ હેઠળ ભરવાપાત્ર રકમ ગણાય અને તે રીતે ઓળખાય. અગાઉનાં લેખમાં માર્ચ માસમાં કરવાના થતા અગત્યના કાર્યો વિષે ચર્ચા કરી હતી. આજના લેખમાં રિવર્સ ચાર્જ હેઠળની જવાબદારી બાબતે ચર્ચા કરી છે. જેથી જો કોઇ રકમ ઉપર પૈસા ભરવાના રહી ગયા હોય તો તેની ચૂકવણી માર્ચ માસના પત્રકમાં થઇ જાય.
રિવર્સ ચાર્જની વ્યાખ્યા
GST કાયદાની કલમ ૨(૯૮)માં રિવર્સ ચાર્જની વ્યાખ્યા આપી છે. જે મુજબ ભGST કાયદાની કલમ ૯(૩), ૯(૪) તથા ૈંGST કાયદાની કલમ ૫(૩), ૫(૪) હેઠળ સમાવેશ થતા સપ્લાય જેની ઉપર સપ્લાય પ્રાપ્ત કરનાર વ્યક્તિએ વેરો ભરવાપાત્ર થાય.
નોંધણી
GST કાયદાની કલમ ૨૪ પ્રમાણે જે વ્યક્તિને રિવર્સ ચાર્જ હેઠળ રકમ ભરવાપાત્ર થાય છે. તેવી વ્યક્તિને ફરજીયાત GST કાયદા હેઠળ નોંધણી નંબર લેવાનો થાય. આમ, જે વ્યક્તિ માત્ર માફી સપ્લાય કરતા હોય તેઓને કલમ ૨૩ પ્રમાણે GST કાયદા હેઠળ નોંધણી નંબર લેવાની જરૂર નથી પણ જો કલમ ૨(૯૮)ની વ્યાખ્યા પ્રમાણે જો કોઇ સપ્લાય ઉપર રિવર્સ ચાર્જ હેઠળ વેરો ભરવાની જવાબદારી આવતી હોય તો કલમ ૨૪ પ્રમાણે GST કાયદા હેઠળ નોંધણી નંબર લઇને વેરો ભરવાનો થાય.
બાહ્ય સપ્લાય માટે આજરોજ GST કાયદાની જોગવાઇ મુજબ ફરજિયાત નોંધણી માટે ટર્નઓવરની લીમીટ માલ બાબતે ૪૦ લાખ અને સેવાના સપ્લાય બાબતે ૨૦ લાખ બાંધી છે. રિવર્સ ચાર્જ હેઠળ જવાબદારી નક્કી કરવા માટે આવી કોઇ લીમીટ જોવાની થતી નથી.
કયા માલ ઉપર રિવર્સ ચાર્જ ભરવાનો થાય ?
૧. જ્યારે કોઇ એગ્રીકલ્ચરીસ્ટ પાસેથી કોઇ નોંધાયેલ વ્યક્તિ કાજુ (છોલ્યા વગરના HSN 0801), ટેંડુના પાન (HSN 14049010), અને તમાકુના પત્તા (HSN 2401) ની ખરીદી કરે છે, તે ઈન્વર્ડ સપ્લાય ઉપર નોંધાયેલ વ્યક્તિએ ૧-૭-૨૦૧૭ થી રિવર્સ ચાર્જ હેઠળ ટેક્સ ભરવાનો થાય. ૨. કોઇ નોંધાયેલ વ્યક્તિ સિલ્ક યાર્ન પ્રાપ્ત કરે છે કોઇ એવી વ્યક્તિ પાસેથી જે આ વસ્તુ રો રેશમ એટલે કે કાચો રેશમમાંથી બનાવેલ હોય તો રેશમના કીડા એટલે કે કુકુનમાંથી સિલ્ક યાર્ન બનાવેલ હોય તેની ઉપર ૧-૭-૧૭ થી રિવર્સ ચાર્જ ભરવાનો થાય. ૩. તા. ૧૫-૧૧-૨૦૧૭ થી એગ્રીકલ્ચરીસ્ટ પાસેથી પ્રાપ્ત કરેલ કાચા કપાસ ઉપર નોંધાયેલ વ્યક્તિએ રિવર્સ ચાર્જ ભરવાનું થાય. ૪. તા. ૧૩-૧૦-૨૦૧૭ થી સેન્ટ્રલ ગવર્નમેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, યુનિયન ટેરીટરી અથવા લોકલ ઓથોરીટી દ્વારા જપ્ત કરેલ માલ જુનો અને વપરાયેલ માલ તથા વેસ્ટ અને ભંગાર અને વપરાયેલ વાહનોના સપ્લાય ઉપર નોંધાયેલ વ્યક્તિ જે સપ્લાય પ્રાપ્ત કરે છે તેને રિવર્સ ચાર્જ ભરવાનો થાય. ૫. લોટરીના કિસ્સામાં લોટરી ડીસ્ટ્રીબ્યુટર્સ અથવા સેલીંગ એજન્સી રિવર્સ રિવર્સ ચાર્જ હેઠળ પૈસા ભરવાના થાય. તાજેતરમાં તા. ૨જી માર્ચ, ૨૦૨૦ના રોજ નોટીફીકેશન ૮/૨૦૨૦ સેન્ટ્રલ ટેક્સ દ્વારા લોટરીની રકમ નક્કી કરવા માટે નિયમ ૩૧ એ હેઠળ પેટાનિયમ ૨ જાહેર કરવામાં આવ્યો છે. ૬. પ્રાયોરીટી સેક્ટર લેન્ડીંગ સર્ટિફિકેટ પ્રાપ્ત કરનાર નોંધાયેલ વ્યક્તિએ રિવર્સ ચાર્જ ભરવાનો થાય.
કયા સેવાના સપ્લાય ઉપર રિવર્સ ચાર્જ ભરવાનો થાય ?
(૧) તા. ૧-૭-૨૦૧૭ થી એડવોકેટ તથા સીનીયર એડવોકેટ અથવા એડવોકેટની પેઢી, આર્બીટ્રલ ટ્રીબ્યુનલ પાસેથી સેવા લેનાર ટેક્સેબલ ટેરીટરીમાં સ્થિત ધંધાકીય એકમે રીવર્સ ચાર્જ ભરવાનો થાય. (૨) તા. ૧-૭-૨૦૧૭ થી ટેક્સેબલ ટેરીટરીમાં સ્થિત બોડી કોર્પોરેટ અથવા ભાગીદારી પેઢી દ્વારા પ્રાપ્ત કરેલ સ્પોન્સરશીપની રકમ ઉપર રિવર્સ ચાર્જ ભરવાનો થાય. (૩) તા. ૧-૭-૨૦૧૭ થી કોઇ કંપનીના ડાયરેક્ટર દ્વારા આપવામાં આવેલ સેવા ટેક્સેબલ ટેરીટરીમાં સ્થિત કોઇ કંપની અથવા બોડી કોર્પોરેટને પ્રાપ્ત થાય છે તેની ઉપર રિવર્સ ચાર્જ રેસીપીઅન્ટે ભરવાનો થાય. (૪) તા. ૧-૭-૨૦ -૧૭ થી ઈન્સ્યોરન્સ એજન્ટ દ્વારા ટેક્સેબલ ટેરીટરી સ્થિત ઈન્સ્યોરન્સનો ધંધો કરનાર એકમને અથવા રિકવરી એજન્ટ દ્વારા ટેક્સેબલ ટેરીટરીમાં સ્થિત કોઇ બેંક NBFC અથવા નાણાંકીય સંસ્થાને આપવામાં આવેલ સેવા ઉપર રેસીપીઅન્ટે રિવર્સ ચાર્જ ભરવાનો થાય. (૫) તા. ૧-૭-૨૦૧૭ થી રોડ દ્વારા માલ પરિવહનની પ્રાપ્ત કરેલ સેવા ઉપર ફેકટરી અથવા કો.ઓપરેટીવ સોસાયટી અથવા કોઇ કંપની ભાગીદાર પેઢી, કેઝ્યુઅલ ટેક્સેબલ પર્સન અથવા GST કાયદા હેઠળ નોંધાયેલ વ્યક્તિએ રિવર્સ ચાર્જ ભરવાનો થાય. આ જોગવાઇ સરકારના કોઇ ડિપાર્ટમેન્ટ અથવા કોઇ લોકલ ઓથોરીટી અથવા કલમ ૫૧ હેઠળ ફક્ત TDS કાપવા માટે નોંધણી લીધી હોય તેવા તમામ વ્યક્તિને લાગુ પડશે નહિ. નોટીફિકેશન ૧૨/૨૦૧૭ હેઠળ સેન્ટ્રલ ટેક્સ રેટ હેઠળ માફી સપ્લાય જાહેર કર્યા છે. જે અન્વયે દર્શાવેલ રોડ દ્વારા માલ પરિવહનની માફી સેવા ઉપર કોઇ રિવર્સ ચાર્જ ભરવાનો થાય નહિ. (૬) CIF આયાત ઉપર રિવર્સ ચાર્જ ભરવાની જોગવાઇને માન. ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા. ૨૩ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ ચૂકાદો આપતા ગેરબંધારણીય ઠરાવેલ. આમ CIF આયાત ઉપર કોઇ રિવર્સ ચાર્જ ભરવાનો થાય નહિ. બાકીની સેવાના સપ્લાય બાબતે પછીના લેખમાં ચર્ચા કરવામાં આવશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2x0h5nw
ConversionConversion EmoticonEmoticon