કાપડ બજાર માર્ચ એન્ડિંગની કારમી નાણાંભીડ અને માલભરાવાના બોજા હેઠળ કણસી રહ્યું છે. કાપડના વેપારીઓ વર્ષમાં ૧૧ મહિના ધંધો કરે છે અને માર્ચ મહિનામાં હિસાબો કરે છે. તા. ૩૧ માર્ચ પૂર્વે એડવાન્સ ટેક્ષ, વ્યાજ, લોન રીપેમેન્ટ, એલઆઇસી, પ્રીમીયમ, ટીડીએસ, દલાલી, શરાફી વ્યવહાર સરખા કરવાના, કમીશન ચુકવાના હોવાના લીધે માર્ચ મહિનામાં વધારે નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય છે. દર વર્ષથી આ વખતે માર્ચ મહિનાની તકલીફ જુદી છે. આ વર્ષે કોરોના વાઇરસના લીધે વિવિધ પ્રશ્નો ઊભા થતા જાય છે અને ઈન્ટરનેશનલ લેવલે તેના મોટા અવરોધ પેદા થવા લાગેલ છે.
એક બીજા દેશોના ટુરીઝમ અટકી જવા પામેલ છે અને કોઇપણ દેશ બીજા દેશોના નાગરિકને વીઝા આપતા ગભરાય છે. આના પરિણામે વેપાર-ધંધા ઉપર ઘણી મોટી અસર થયેલ છે. અને આગળ ભવિષ્યમાં પણ તેના ગંભીર પરિણામ આવી શકે. ધંધા-રોજગારનો આભાર શાંતિ, સ્ટેબીલીટી ઉપર નિરર્ભય થતો હોય છે. આ વર્ષે વાયરસના લીધે ધંધા રોજગાર ઉપર તેની અસર થતી જોવા મળી રહેલ છે. નિકાસના કામોમાં તેની ઉપર અસર થવા પામેલ છે. કપાસ, કોટન યાર્ન અને કાપડના નિકાસને અસર થવા પામેલ છે. આ વર્ષે દેશમાં કપાસનો સારો પાક થવા પામેલ છે. પરંતુ ચીનમાં જે પરિસ્થિતિ થયેલ છે તેના લીધે કપાસ અને કોટન યાર્ન જે ચીનમાં જતું હતું તેની ઉપર અસર થવા પામેલ છે.
વાયરસના લીધે દેશમાં સ્કૂલ - કોલેજો, અને મોલ બંધ કરવાની વાતોના લીધે દેશ આંગણે મોરલ બગડવા પામેલ છે. વધુમાં દિલ્હી બાજુ અને નોર્થ બાજુ પરિસ્થિતિ વધુ પ્રવાહી છે અને વાયરસના લીધે બહારથી આવતા વેપારીઓ અટકી ગયેલ છે. આમ સમગ્ર ધંધાકીય તંત્ર અને નાણાકીય તંત્ર ઉપર આફત આવેલ છે. આવા સમયમાં કાપડાના વેપારીઓ અને ઉત્પાદન યુનિટો કેમ કરીને ધંધો અને પ્રોડકશન કરવું તે મુંઝવણ વધવા પામેલ છે. આગળ શું ચિત્ર રહેશે તે કોઇને સમજણ બહારનો વિષય થઇ ગયેલ છે. વધુમાં ભારતમાં, કોરોના વાયરસના કેસોમાં વધારો થતા કાપડ, કપાસ, કોટન યાર્નની એક્ષપોર્ટમાં ડીમાન્ડ ઘટવા પામેલ છે. નિકાસકાર અને આયાતકાર બન્ને આગળ શું પરિસ્થિતિ રહેશે તે માટે વેઇટ એન્ડ વોચ જેવી સ્થિતિ રાખી રહેલ છે.
નિકાસમાં કામકાજ ઘટતા કાપડના વેપારીઓ અને એક્ષપોર્ટની મુંઝવણ વધવા પામેલ છે. કાપડ બજારમાં નાણાંભીડ તો છે જ. અને પેમેન્ટના ધારા-ધોરણમાં કોઇ નીતિ અને રીત રહેવા પામેલ નથી. વધુમાં પાર્ટીઓ ઢીલી પડવાની વાતોના લીધે બજારનું મોરલ બગડવા પામેલ છે. આવીને આવી સ્થિતિ જો ચાલુ રહે તો આગળ વધુ પાર્ટીઓ ઢીલી પડશે અને આમ થાય તો બજારનાં મોરલને અસર થશે. વધુમાં શેરબજારમાં થઇ રહેલ ઉથલપાથલના લીધે પણ નાણાંકીય વધઘટને અસર થવા પામેલ છે. યસ બેન્કનો કિસ્સો તાજો છે અને શેરબજારમાં આવેલ ભાવની મંદીના લીધે બજારમાં કાપડના વેપારીઓના નાણાં બ્લોક થતા જોવા મળી રહેલ છે. એક બાજુ પેમેન્ટના ધારા-ધોરણ બગડતા વેચેલા માલમાં પેમેન્ટના ધાંધિયાના લીધે કાપડમાં અત્યારે નાણાં વગરની ઘરાકી કહી શકાય. આમ કેટલો વખત ચાલી શકે.
તાજેતરમાં એક વેપારીના નાણાં ફસાઇ જતા તેની રજુઆત કરવા પ્રમુખ ગૌરાંગભાઇના ત્યાં ગયેલ પરંતુ આઘાત જીરવી ના શકતા તે વેપારી ભાઇ બેહોશ થઇ ગયેલ અને તેનો તાત્કાલિક ઈલાજ કરવો પડેલ. આના ઉપરથી કાપડ બજારની પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે છે. અત્યારે કાપડ બજાર આઇ.સી.યુ.માં છે અને જ્યાં સુધી ઈન્ટરનેશનલ લેવલે વાયરસ અને ઘરઆંગણે પરિસ્થિતિમાં સુધારા નહિ થાય ત્યાં સુધી કાપડના વેપારી અને ઉત્પાદક યુનિટો થોભો અને રાહ જુવો જેવી સ્થિતિમાં છે.
કાપડના ભાવ રૂ બજારમાં લાયકા માલોમાં ડીમાન્ડ સારી છે. લાયકામાં પ્લેન અને ડોબી બન્નેમાં વપરાય છે. વધુમાં શુટીંગ્સ અને શર્ટિંગ્સમાં લાયકાની ડીમાન્ડ જોવા મળી રહેલ છે. ડેનિમ કાપડમાં ઉત્પાદક યુનિટો વધી ગયેલ છે અને તેની સામે ડીમાન્ડમાં ઘટાડાના લીધે ેડેનિમ કાપડમાં સ્ટોક વધવા પામેલ છે. ઈન્ટરનેશનલ લેવલે એક્ષપોર્ટમાં ડેનિમમાં કામકાજ ઘટેલ છે તેના લીધે અરવિંદ મીલ્સે જે બહાર જોબવર્કથી ડેનિમ બનાવતી હતી તેમાં નવા કોન્ટેક્ટ કરતી નથી. અને જુના કોન્ટેક્ટ પણ ઘણા કેન્સલ કરી દીધેલ છે. પ્રિન્ટમાં ડીમાન્ડ છે. પરંતુ પ્રોસેસ ેહાઉસોની હાલત ખરાબ થવા પામેલ છે. કલર-કેમિકલ્સમાં ભાવ વધેલ છે અને પ્રોસેસના કોસ્ટિંગ ઊંચા ગયેલ છે. યાર્ન ડાઇડ શર્ટિંગ્સમાં કોટનમાં હવે પોલિયેસ્ટર નાખી તેના કોસ્ટિંગ નીચે લાવવા પ્રયત્ન થઇ રહેલ છે. કોટન કેમ્બ્રિક ૬૩ પનો એરજેટ માં ૬૦/૬૦ ૯૨/૮૮ ક્વોલીટી રૂા. ૫૦માં માલો વેચાય છે. એરજેટ સાટીન ૬૩ પનો ૬૦/૬૦ ૧૪૪/૬૮ કોમ્પેક્ટ ક્વોલીટી રૂા. ૬૭માં માલો વેચાય છે. સાટીન ૪૮ પનો ૫૦/૫૦ ૧૪૪/૬૮ કોમ્પેક્ટ રૂા. ૪૭માં માલો વેચાય છે.
મસ્કતી મહાજન રૂ મસ્કતી મહાજને તાજેતરમાં યોજેલ ફેબ્રેક્સા-૨માં વણવપરાયેલ રૂા. પાંચ લાખ અને રૂા. ઓગણચાલીસ લાખ આમ કુલ તેતાલીસ લાખ વેપારીઓને પરત આપેલ છે. વધુમાં તાજેતરમાં મહાજનનાં જોઇન્ટ સેક્રેટરી જીતુભાઇના નિધન પછી તેમના જ પુત્ર રાહુલને આ પદ માટે નિયુક્ત કરેલ છે. કાપડ બજારમાં હાલની સ્થિતિ નાજુક છે. અને આની મુંઝવણમાં વેપારી વર્ગ અને ઉત્પાદક યુનિટોને આગળ રસ્તો દેખાતો નથી અને માર્ચ મહિનાના લીધે આગળ નાણાંભીડ વધવાના સંજોગો દેખાઇ રહેલ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Qigapv
ConversionConversion EmoticonEmoticon