આયુષમાન ખુરાના એકશન થ્રિલર ફિલ્મમાં જોવા મળશે


(પ્રતિનિધિ દ્વારા)      મુંબઇ,તા. 14 માર્ચ 2020, શનિવાર

આયુષમાન ખુરાના ફરી એક વખત દિગ્દર્શક અનુભવ ્સિંહા સાથે કામ કરવાનો છે. આ વખતેણે એકશન થ્રિલર ફિલ્મ પસંદ કરી છે. જોકે આ ફિલ્મનું ટાઇટલ હજી નક્કી થયું નથી. પરંતુ આ ફિલ્મની રિલીઝ ૧૬ ઓકટોબરે રિલીઝ કરવાની યોજના છે. 

આયુષમાન એકશન થ્રિલર ફિલ્મમાં એક નવા અવતારમાં જોવા મળવાનો છે. અનુભવ સિંહા સાથે આ પહેલા તેણે ફિલ્મ આર્ટિકલ ૧૫માં કામ કર્યું છે. આયુષમાન સામાન્ય રીતે વિવિધ વિષય પર હાથ અજમાવતો જોવા મળ્યો છે. તેથી લોકોને આશા છે કે, તેની આ ફિલ્મ પણ એક અલગ જ વિષય ધરાવતી હશે.  આ ઉપરાંત આયુષમાને અન્ય એક પ્રોજેક્ટ સાઇન કર્યો છે. જેમાં તે એક સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે જોવા મળવાનો છે. કહેવાય છે કે, તેની સાથે આ ફિલ્મમાં તેની સાથે જવાની જાનેમનની અભિનેત્રી અલાયા ફર્નિચરવાળા જોડી જમાવશે. 

આયુષમાનની શુભ મંગલ સાવધાન પછી ગુલાબો સિતાબોમાં જોવા મળવાનો છે. આ ફિલ્મમા તે અમિતાભ બચ્ચન સાથે સ્ક્રિન શેર કરી રહ્યો છે. 

અનુભવ સિંહાની વાત કરીએ તો તેની આખરી ફિલ્મ તાપસી પન્નુ સાથેની થપ્પડ હતી. જોકે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સાધારણ દેખાવ કર્યો.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2W9MVJg
Previous
Next Post »