વડીલોપાર્જિત જમીનમાં ભાઈઓએ હિસ્સો ન રાખતા બહેનની સાત વ્યક્તિ સામે ફરિયાદ


નડિયાદ,તા.14 માર્ચ 2020, શનિવાર

મહેમદાવાદ તાલુકાના કાચ્છઇ ગામમાં રહેતા ભાઇઓએ બેેનનો જમીનમાં હક્ક હિસો ન રાખતા મહેમદાવાદ પોલીસ મથકે  ફરિયાદ નોંધાવી છે.જ્યારે મહેમદાવાદ પોલીસે સાત વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો નોંધી  આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ ઇસનપુર વટવા રોડ પર રહેતા નીતાબેન ચૌહાણના પિતાજીની કાચ્છઇ ગામે વડીલોપાર્જીત જમીનો આવેલી છે.જે જમીન સર્વે નંબર ૨૫૭,૨૫૯/૨.૨૬૦,૨૬૪,૨૬૫,૨૬૬ અને ૨૬૭ વાળી જમીનો આવેલ છે.નીતાબેનના લગ્ન બાદ તેમની જાણ બહાર તેઓને કાયદેસરના વારસ હોવા છતા જમીનોની વહેચણી કરાર તેજુબેન દિલીપસિંહ ડોડિયા,જયદીપસિંહ ડોડિયા,ધર્મેન્દ્રસિંહ ડોડિયા, અને રેખાબેન ડોડિયા કરી જમીનમાં નિતાબેનનુ નામ નહિ દર્શાવી નીતાબેનનો હક્ક હિસ્સો દર્શાવેલ નથી.આ ઉપરાંત ઉપરોક્ત ચારેય વ્યક્તિઓએ મનુભાઇ ગભરસિંહ સોલંકી રહે,બાકરોલ તા.દસક્રોઇને વેચાણ દસ્વાતેજ કરી આપ્યો છે.

જેમા તેજુબેન નિતાબેનના માતા બાલુબેન ગુજરી ગયાનુ જાણતા હોવા છતા વેચાણ દસ્તાવેજમાં મરણજનાર બાલુબેનનુ નામ ધારણ કરી તેમના નામની સહી કરી હતી.અને રાયસીંગભાઇ ઉદેસિંહ ડોડિયા અને મફતભાઇ અમરસિંહ સોલંકીએ દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરી હોવાનુ ફરિયાદમાં જણાવ્યુ છે.આ બનાવ અંગે નિતાબેન લખપતસિંહ ચૌહાણ રહે,પારસ નગરની બાજુમાં ઇસનપુર વટવા રોડ અમદાવાદે મહેમદાવાદ પોલીસ મથકે સાત વ્યક્તિઓ વિરુધ્દ ફરિયાદ નોંધાવી છે.જ્યારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TPQxhN
Previous
Next Post »