યાત્રાધામ ડાકોરમાં વિવિધ રસ્તાઓનું તાકીદે રિસરફેસિંગ કરવા માંગણી


ડાકોર , તા. 03 માર્ચ 2020, મંગળવાર

સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ નિમિતે ભક્તોનો સાગર છલકાશે, ત્યારે શહેરના વિવિધ રસ્તોઓને રીસરફેસીંગ કરવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે. શહેરના કેટલાક રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે.

પ્રાપ્રત વિગતો અનુસાર સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનો મહિમાં ખુબ છે.આ દિવસોમાં ડાકોર ખાતે લોકમેળો પણ યોજાય છે.આ લોકમેળામાં મોટી સંખ્યામાં પદપાત્રીકો પગપાળા કે વાહન મારફતે ડાકોર શ્રી રણછોડરાયજીના દર્શનાર્થે ઉમટી પડે છે.ત્યારે શહેરના વિવિધ રસ્તાઓને રીસરફેસીંગ કરવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે.જેમાં ડાકોરના મંદિર વિસ્તાર, અમદાવાદથી આવતા જી.ડી.ભટ્ટ હાઇસ્કુલ, કંકુદરવાજા, વડાબજાર, પુનિત સેવા આશ્રમ વિસ્તાર, પરસોતમ ભુવન, બોડાણા સર્કલ પાસે, ટેમ્પલ રોડ જેવા વિસ્તારોના રસ્તા જર્જરીત બન્યા છે.અને મસમોટા ખાડા પડી ગયા છે.

ડાકોર શહેરના ઉપરોક્ત વિસ્તારોના રોડ પરના મેટલ કાયમી ધોરણે ઉખડી ગયા હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે.ત્યારે ફાગણી પૂનમ નિમિતે મોટી સંખ્યામાં પગપાળા  ઉઘાડા(ખુલ્લા) પગે આવતા હોય છે.આ સમયે પદયાત્રીકોના પગમાં કપચી કે મેટલ ન વાગે  તે માટે રોડ રીસરફેસીંગ કરવાની લોક માંગ પ્રબળ બની છે. જ્યારે હોળી-પૂનમના ગણતરીના દિવસો બાકી છે.ત્યારે રોડ-રસ્તા પદયાત્રીકોની સુવિધા માટે સત્વરે કરવામાં આવે તેવી સ્થાનિકોની લોક માંગ પ્રબળ બની છે.

રિપેરિંગનું કામ ચાલુ કરાવ્યું છે : પાલિકા પ્રમુખ

આ અંગે ડાકોર નગરપાલિકા ના પ્રમુખ રાજેશભાઇ પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે ચીફઓફિસર વિમલભાઇ પટેલને રસ્તા રીપેરીંગ માટે જાણ કરી છે.અને રીપેરીંગ કામ ચાલુ કરી દીધુ છે.

આ અંગે કલેક્ટરનું ધ્યાન દોરાશે : પ્રાંત અધિકારી

આ અંગે પ્રાંત અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે આવતીકાલે મીટીંગમાં જીલ્લા કલેકટરનુ આ બાબતે ધ્યાન દોરવામાં આવશે. અને તેઓના માર્ગદર્શન થી આગળની કાર્યવાહી કરવામાં આવશે .



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TmlU3e
Previous
Next Post »