સગીર બાળા પર બળાત્કારના ગુનામાં આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા


નડિયાદ, તા. 03 માર્ચ 2020, મંગળવાર

નડિયાદ સેશન્સ કોર્ટે સગીર બાળાને લલચાવી ફોલસાવી પટાવી ભગાડી લઇ જઇ બળાત્કારના કેસમાં આરોપીને દસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તા.૧૬-૧૧-૨૦૧૮ ના રોજ આરોપી અરવિંદભાઇ ઉર્ફે કોદાભાઇ પરમાર રહે, સંદેશર દાજીપુરા તા. કઠલાલે સગીરવયની દિકરી ઉં. ૧૫ને  ભગાડી ગયો હતો. બાળકીને તેના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી, ફોસલાવી, પટાવી ભગાડી લઇ જઇ બળાત્કાર કર્યા હતો. આ બનાવ અંગે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.આજરોજ આ કેસ નડિયાદ સેશન્સ કોર્ટે માં ચાલી જતા સરકારી વકીલ એમ. વી. દવેએ ધારદાર દલીલો કરી હતી.હાલમાં આપણા સમાજમાં સગીર દિકરીઓ ઉપર થતા બળાત્કારના ગુનાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે.જે અટકાવવા સારૂ આરોપીને સખત સજા કરી સમાજમાં દાખલો બેસાડવો જોઇએ તેવી ધારદાર દલીલો કરી હતી.

જે કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી અરવિંદભાઇ ઉર્ફે કોદાભાઇ પરમારને તકસીરવાન ઠેરવ્યો હતો. કોર્ટે આરોપી અરવિંદભાઇ ઉર્ફે કોદાભાઇ પરમારને ઇ. પી. કો ૩૬૯ ના ગુનામાં ૫  વર્ષની સખત કેદની સજા તથા રૂા. ૫, ૦૦૦ દંડ, દંડ ન ભરે તો વધુ ૧ માસની કેદની સજા, ઇ. પી. કો ૩૬૬ ના ગુનામાં ૫  વર્ષની સખત કેદની સજા તથા રૂા. ૫, ૦૦૦ દંડ, દંડ ન ભરે તો વધુ ૧ માસની કેદની સજા, ઇ. પી. કો ૩૭૬ ના ગુનામાં ૧૦  વર્ષની સખત કેદની સજા તથા રૂા. ૧૦, ૦૦૦ દંડ, દંડ ન ભરે તો વધુ ૧ માસની કેદની સજા, પોકસો એકટ ૩(એ)૪ ના ગુનામાં ૧૦ વર્ષની કેદની સજા તથા રૂા. ૧૦, ૦૦૦ દંડ, દંડ ન ભરે તો વધુ ૧ માસની કેદની સજા, પોકસો એકટ ૫(એ)૬ ૧૦ ના ગુનામાં ૧૦ વર્ષની કેદની સજા તથા રૂા.૧૦, ૦૦૦ દંડ, દંડ ન ભરે તો વધુ ૧ માસની કેદની સજાનો હૂકમ કર્યો છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TCto14
Previous
Next Post »