દંતાલીના સરદારપુરા વિસ્તારમાં 50 કિલો ગૌમાંસ સાથે બે શખ્સ પકડાયા


નડિયાદ, તા. 03 માર્ચ 2020, મંગળવાર

વસો પોલીસની ટીમ પેટ્રોલીંગમાં નિકળી હતી તે સમયે બાતમી મળી હતી કે પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં માંસનુ કટીંગ કરવામાં આવી રહ્યુ છે.બાતમી આધારિત સ્થળે દરોડો પાડી માંસના જથ્થા સાથે બે વ્યક્તિઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.રીપોર્ટમાં માંસનો જથ્થો ગૌમાંસનો હોવાનુ બહાર આવ્યુ છે.

વસો પોલીસ સ્ટેશનની હદમાં આવતા દંતાલીના સરદારપુરા વિસ્તારમાં પશુઓના માંસનુ કટીંગ કરવામાં આવતુ હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી.જેથી પેટ્રોલીંગમાં નિકળેલી પોલીસ ટીમ બાતમી આધારિત  વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.આ સમયે દંતાલી ગામની સીમમાં આવેલ સરદારપુરા વિસ્તારમાં એક મકાનની પાછળ પ્લાસ્ટીકના મીણીયા પર માંસ પાથરી કેટલાંક ઇસમો બેઠેલા નજરે પડયાહતા. પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળ તલાસી લેતા કટીંગ કરેલ આશરે ૫૦ કિલો માંસ કિ.રૂા.૭૫૦૦, બે લોખંડના છરા કબ્જે લીધા હતા.

આ બાદ વસો પોલીસે કબ્જે લીધેલ માંસના મુદામાલને ગાંધીનગર ખાતે આવેલ ડાયરેકટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સમાં તપાસ અર્થે મોકલી આપ્યુ હતુ.લેબમાં પરીક્ષણ કરતા માંસ નો જથ્થો ગૌમાંસનો હોવાનુ બહાર આવ્યુ હતુ.આ બાદ સ્થળ પરથી દસ્તગીરમીયા મુસ્તુફામીયા મલેક રહે, દંતાલી સરદારપુરા તા. વસો અને ઇમરાનભાઇ ઉર્ફે મોસીન ઇદ્રીશભાઇ યુસુફભાઇ કુરેશી રહે, દંતાલી દીલાવાળુ ફળીયુ તા. વસોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Igp1U7
Previous
Next Post »