કરીના કપૂર બે મહિલા ફેન પર નારાજ થયાનો વિડીયો વાયરલ


મુંબઇ,11 માર્ચ 2020 બુધવાર

કરીના કપૂર ખાન એક વિવાદનો ભોગ બની છે. અભિનેત્રીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેના કારણે તે ટ્રોલ થઇ છે. એક તસવીરકારે ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો હતો. જેમાં કરીના પોતાની ફેન પર ભડકતી જોવા મળે છે. 

વાત એમ બની છે કે, હોળીના દિવસે કરીના કપૂર ખાન પુત્ર તૈમૂર અને નેની સાથે પોતાના એપાર્ટમેન્ટ તરફ જઇ રહી હતી. તેવામાં બે યુવાન મહિલાઓ તેની પાછળ પાછળ બિલ્ડિંગના દરવાજા  સુધી જઇને તેની સાથે તસવીર પડાવાની કોશિષ કરી હતી. વિડીયોમાં કરીના આ બે યુવતીઓ પર ગુસ્સો કરી રહેલી દેખાઇ છે.  કરીનાના એક ચાહકે લખ્યું હતું કે, તેના ચાહકો પ્રત્યેની  તેની આ ગેરવર્તણૂક છે.  સેલિબ્રિટીઓના ચાહકો ઘણી વખત તેમને મૂંઝવણમાં મુકી દેતા હોય છે. પરંતુ સેલિબ્રિટિઓએ પણ સમજવું જોઇએ કે  ચાહકોના કારણે જ તેઓ આજે સફળ સ્ટાર છે. તેમના ચહેરા પરનું હળવું સ્મિત ચાહકોના ચહેરા પર સ્મિત અને સતોષ લાવી શકે છે.

કરીના બોલીવૂડની 'એરોગન્ટ' અભિનેત્રી કહેવાય છે તેમાં કોઇ શક નથી. 

'' આવા કલાકારોને મહત્વ જ ન આપવું જોઇએ  અને તેમની સાથે તસવીર લેવાનો આગ્રહ પણ ન રાખવો'' એવી ટિપ્પણી અન્ય એક ચાહકે કરી હતી. 

'' પોતાના ચાહક સાથે તેણે ઘણું બેજવાબદાર વર્તન કર્યું છે. તેણે રણવીર સિંહ અને પોતાના પિતરાઇ રણબીર કપૂર  પાસેથી  ચાહકો સાથે કેવી વર્તણૂક કરવી તેના પાઠ લેવા જોઇએ. દરેકે તેના ફિલ્મનો બોયકોટ કરવો જોઇએ'' એવું ઊર્ગતાથી એક ચાહકે પોસ્ટ કરી છે. 

જોકે અમુક ચાહકોએ કરીનાનો વાંક ન કાઢતા બે યુવતીઓની ભૂલ કાઢી છે. તેમજ સેલિબ્રિટિઓને પ્રાઇવસી આપવાની વાત કરી છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38He210
Previous
Next Post »