રવિ ચોપરાનો પુત્ર 'ધ બર્નિંગ ટ્રેન'ની રિમેક બનાવશે


મુંબઇ,11 માર્ચ 2020 બુધવાર

રવિ ચોપરાનો પુત્ર જૂનો ચોપરા ૧૯૮૦ની ક્લાસિક ફિલ્મ ' ધબર્નિંગ ટ્રેન'ની રિમેક બનાવાની તૈયારી કરી રહ્યો છે. તેણે ખાતરી આપી હતી કે આ ફિલ્મ પણ મૂળ ફિલ્મની માફક મલ્ટી સ્ટારર હશે તેમજ નવી પેઢી અને નવી ટેકનિકો પર ધ્યાન રાખીને બનાવામાં આવશે. 

રવિ ચોપરાના પુત્ર જૂનો એ બી આર ચોપરાની રોમકોમ  ફિલ્મ 'પતિ પત્ની ઔર વોહ'ની રિમેક કાર્તિક આર્યન , ભૂમિ પેડણેકર અને અનન્યા પાંડે સાથે બનાવી હતી. આ પછી તેણે 'કુલી નંબર વન'ની રિમેક બનાવી છે. હવે તે ૧૯૮૦ની ક્લાસિક ફિલ્મ 'બર્નિંગ ટ્રેન'ની રિમેકની તૈયારી કરી રહ્યો છે.  '' હું  અને જુનો આ ફિલ્મની રિમેક બનાવા માટે ઉત્સાહિત છીએ. ૪૦ વરસ પહેલા રૂપેરી આ ફિલ્મે ધમાકો કર્યો હતો. હવે મને આની રિમેક બનાવાનો યોગ્ય સમય લાગી રહ્યો છે. અમે હવે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. તેમ જેકીએ જણાવ્યું હતું. 

આ ફિલ્મ આ વરસના મધ્ય ભાગમાં ફ્લોર પર જશે. આ ફિલ્મ પણ મૂળ ફિલ્મની માફક મલ્ટી સ્ટાર ફિલ્મ બનશે તેવી ખાતરી પણ આપી હતી. '' અમે જલદી જ સ્ટાર કાસ્ટ ફાઇનલ કરશું. આ ફિલ્મ હાલના આધુનિક સમયને ધ્યાનમાં રાખીને બનાવામાં આવશે તેમ પણ એકટરમાંથી નિર્માતા બનેલા જેકીએ જણાવ્યું હતું. 

મૂળ ફિલ્મમાં ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, જીતેન્દ્ર, હેમા માલિની, પરવીન બાબી, નીતુ સિંહ, ડેની, અને વિનોદ મહેરાએ મુખ્ય પાત્રમાં કામ કર્યું હતું. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38KAoP3
Previous
Next Post »