કાપડ બજારમાં કાપડના ઉત્પાદનમાં વપરાતા રો-મટીરીયલ્સના ભાવમાં ઘટાડો જોવા મળી રહેલ છે. આમા કપાસ, કોટન યાર્ન, સિન્થેટીક્સ યાર્નના ભાવ ઘટાડાના લીધે કાપડ બનાવવાના કોસ્ટિંગ નીચે ગયેલ છે. જ્યારે બીજી બાજુ બેન્કોએ કાપડ સાથે સંકળાયેલ વર્ગને નેગેટીવ કેટેગરીમાં મુકતા નાણા અદ્રશ્ય થતા જોવા મળી રહેલ છે. વધુમાં તાજેતરમાં યસ બેન્કના લીધે બજારનું મોરલ બગડવા પામેલ છે.
વાયરલના લીધે વેપારી વર્ગમાં ગભરાટ ફેલાઈ ગયેલ છે. ચીન બાજુ જતા રૂ અને કોટન યાર્નના એક્ષપોર્ટના કામકાજ બંધ હાલતમાં છે. તેના લીધે કપાસ અને કોટન યાર્નમાં ઘર આંગણે ભાવમાં સારા પ્રમાણમાં ઘટાડો થયેલ છે. કપાસ રૂા. ૩૮૦૦૦ની આસપાસ વેચાઈ રહેલ છે. જ્યારે કોટન યાર્નમાં રૂા. ૧૦ થી રૂા. ૧૫નો ઘટાડો પ્રતિ કીલો દીઠ થવા પામેલ છે. કાપડ બજારમાં માર્ચ મહિનો એટલે નાણાનો એડજસ્ટમેન્ટનો મહિનો.
માર્ચ મહિનામાં એડવાન્સ ટેક્ષ, વ્યાજ, દલાલી, હિસાબોના એડજસ્ટમેન્ટ, ઈન્કમટેક્ષના હપ્તા, પ્રીમીયમમાં જતા નાણાના લીધે બજારમાં સખત નાણા ભીડ થવા પામેલ છે. કાપડના માલો વેચાય છે પરંતુ નાણાની સાયકલ ચાલતી નથી. તેનાં શેરબજારમાં દરરોજ ઈન્ડેક્ષ નીચે જાય છે. શેરબજારમાં ઘટી ગયેલ શેરના ભાવના લીધે પણ વેપારી વર્ગના નાણા પાછા બ્લોક થતા જોવા મળી રહેલ છે. શેરબજારની પીછેહઠથી કાપડ બજારનું મોરલ ડગેલુ છે. યસ બેન્કના કૌભાંડ પછી બધી બેન્કો વ્યવહારમાં કડકાઈ દર્શાવતી થઈ ગયેલ છે. અગાઉ બેન્કો સંબંધના લીધે ખાતામાં થોડીક અપૂરતી રકમ હોય તો ય બેન્કો ચેક પાસ કરી દેતી હતી. પરંતુ બેન્કો હવે ના પાડી દે છે. કાપડ બજારમાં શરાફી વ્યવહારના દર પણ ઘણા ઉંચા ગયેલ છે. અંદર અંદર શરાફી વ્યવહાર ઘટવા પામેલ છે અને કાપડમાં અંદર અંદર વ્યાજના દર પણ ૧૮ થી ૨૪ ટકા સુધી પહોંચી ગયેલ છે. કાપડ બજારમાં આગળ લગ્નસરા, ગરમીની સિઝન અને સ્કૂલ યુનિફોર્મની સિઝન આવી રહેલ છે.
પરંતુ બજારના મોરલમાં સુધારો નહિ થવાના લીધે ઘરાકી ચુસ્ત રહેલ છે. તેના મૂળ કારણમાં નાણાભીંડ મુખ્ય છે. ચીનમાં કોરોના વાયરસના ઉપદ્રવના કારણે ચીનથી કાપડ, કલર, કેમીકલ્સ, એસેસરીઝ, નીડેલ, લેસ, ઝીપર, બટન, આવતા અટકી ગયેલ છે તેના લીધે અહીંના ગારમેન્ટ ઉદ્યોગને મોટો ફટકો પડેલ છે. પરંતુ તેની સામે ચીનના કાપડમાંથી બાંગ્લાદેશમાં ગારમેન્ટ બનાવી જે જકાતમુક્ત ભારતમાં જે ડમ્પિંગ કરાય છે તે ઘટશે. આવા પરિણામે ભારતીય કાપડ અને ગારમેન્ટની ડીમાન્ડમાં વધારો આગળ જોવા મળશે. વધુમાં ઈન્ટરનેશનલ લેવલે ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો આવતા પોલિયેસ્ટર ફાઈબર-યાર્નના ભાવો ઘટશે. આમ કોટન યાર્ન અને સીન્થેટીક્સ યાર્નના ભાવ ઘટાડો કાપડ બનાવતા યુનિટો માટે આર્શીવાદ સમાન પૂરવાર થાય. ફૂટ અને પેટ્રોલના ભાવ ઘટાડાના પગલે પ્રોસેસીંગ ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં ઘટાડો થાય.
હવે કાપડના વેચાણ અને ગારમેન્ટના વેચાણમાં ઓનલાઇન સેલનો ટ્રેન્ડ શરૂ થવા પામેલ છે. આના પરિણામે કાપડમાં રેડીમેઈડ ગારમેન્ટ અને ટ્રેડરોના કામકાજ ઘટતા જોવા મળી રહેલ છે. જે મરચન્ટ મેન્યુફેક્ચરો છે તેની પાસે ધંધો સારો છે. જ્યારે તે વેપારી ચીલાચાલુ જાતોની લે-વેચ કરે છે તેના ધંધા ઘટતા જોવા મળી રહેલ છે. અમેરિકામાં મોટા સ્ટોર્સમાં જાવ તો સ્ટોર્સ ખાલી ખમ જોવા મળશે. તેવી જ પરિસ્થિતિ ભારતમાં પણ ધીરે ધીરે થશે. તેના પરિણામે વચલો વર્ગનું મહત્વ ઘટતું જોવા મળી રહેલ છે.
કપાસ-યાર્નના એક્ષપોર્ટમાં ઘટાડો : આ વર્ષે દેશમાં વરસાદ સારો થવાના લીધે કપાસનો મબલખ પાક થયેલ છે. પરંતુ વાયરસના લીધે ચીન જે કપાસ અને કોટન યાર્ન ઈન્ડીયામાંથી લેતું હતું તેમાં રૂકાવટ આવી ગયેલ છે. તેના પરિણામે રૂ અને કોટન યાર્નના ભાવમાં ઘટાડો આવી ગયેલ છે. ભારત દર મહિને ૨ થી ૨.૫ કરોડ કીલો કોટન યાર્નની ચીનને નિકાસ એક્ષપોર્ટ કરે છે. તાજેતરમાં વાયરસના લીધે ભારતની નિકાસ અટકી ગયેલ છે. આના પરિણામે ભારતમાં વધારાનું રૂ અને કોટન યાર્ન સ્થાનિક બજારમાં ડમ્પ થતાં સ્થાનિકમાં કોટન યાર્નના ભાવોમાં ૩ થી ૫ ટકા એટલે કે રૂા. ૧૦ થી રૂા. ૧૫નો પ્રતિકિલો દીઠ ઘટાડો થયેલ છે. વધુમાં ભારત ચીનથી વાર્ષિક ૪૬ કરોડ ડોલરની સિન્થેટીક્સ યાર્નની અને ૩૬ કરોડ ડોલરના સિન્થેટીક્સ કાપડની આયાત કરે છે.
વધુમાં ચીનમાંથી કાપડ ગારમેન્ટ બનાવવામાં વરાતા બટન, ઝીપર, હેંગર, નીડલ વગેરે ૧૪ કરોડ ડોલરની આયાત કરે છે. વાયરસના લીધે ચીનમાંથી આ પ્રકારનો માલ આવતા તાત્કાલિક અસર થવા પામેલ છે તેના લીધે ઘરઆંગણે તેની અસર થવા પામેલ છે.
કાપડના ભાવ : એરજેટ લૂમના ૬૩ પના રેયોન ૧૮ કીલો ક્વોલીટી ૩૦/૩૦ રૂા. ૪૫માં સોદા થયેલ છે. એરજેટ ૬૩ પનો ૪૦/૪૦ ૧૩૨/૭૨ ક્વોલીટી રૂા. ૬૬માં માલો વેચાય છે. એરજેટ લૂમના રૂા. ૬૭માં માલોના લોદા થયેલ છે. સાટીન ૪૮ પનો ૫૦/૫૦ ૧૪૪/૬૮ કોમ્પેક્ટ ક્વોલીટી રૂા. ૪૭માં માલો વેચાય છે. એરજેટ સાટીન ૬૦/૬૦ ૧૬૫/૧૦૪ ૬૩ પનો રૂા. ૮૦માં માલો વેચાય છે. એરજેટ ૬૩ પનો ૨/૮૦ બાય ૨/૮૦ પીસી રૂા. ૧૦૦માં માલો મલે છે. ૫૦ પીસી ૭૮૦૦ ગ્રામ વજન ૪૮ પનો ગ્રે રૂા. ૧૮માં માલો વેચાય છે. ૮૫૦૦ ગ્રે રૂા. ૨૪માં માલો વેચાય છે. ૪૫ પીવી ૮૦/૭૬ ૧૦૭૦૦ ક્વોલીટી રૂા. ૩૦માં સોદા થયેલ છે. એરજેટ કેમ્બ્રિક ૬૩ પનો ૬૦/૬૦ ૯૨/૮૮ ક્વોલીટી રૂા. ૫૫માં માલો વેચાય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vOPDJn
ConversionConversion EmoticonEmoticon