
વસંતોત્સવ માનવ અને પ્રકૃતિના આનંદનો સુભગ સમન્વય છે. વળી એમાં ય ધુળેટી એટલે સ્નેહસબંધની ગાંઠ વધુ મજબૂત કરીને શુભકામનાઓનો વીનીમય કરવાનો છે.
Happy Holi, Happy Dhuleti
વસંતઋતુની ઉત્તમ ભેટ એટલે હોળી-ધૂળેટી. પારંપારિક ઉજવાતા હોળીના તહેવાર વિશેની કથા તો આપ સૌને મોંઢે છે. પ્રહ્લાદ, એના પિતા અને ભક્ત પ્રહ્લાદની બેનની વારતા આપણે આપણા વારસદારોને પણ કહેતા આવ્યા છીએ. ભલે ભારતના વિવિધ પ્રાંતોમાં અને સમુદાયોમાં હોળીની ઉજવણી અલગ અલગ રીતે થતી હોય, પણ સૌની ભાવના એક જેવી જ હોય છે. હોળી એટલે આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું.
હોળીના બીજા દિવસે મનાવાતો તહેવાર એટલે ધુળેટી. ધુળેટી રંગનો તહેવાર છે. અબાલવૃધ્ધ સૌ એકબીજા ઉપર અબીલ-ગુલાલ છાંટીને ઉત્સાહ, આનંદ તથા ઉમંગની આપલે કરે છે. જીવનમાં રંગ વગર કશું જ નહીં. વસંતોત્સવ માનવ અને પ્રકૃતિના આનંદનો સુભગ સમન્વય છે. વળી એમાં ય ધુળેટી એટલે સ્નેહસબંધની ગાંઠ વધુ મજબૂત કરીને શુભકામનાઓનો વીનીમય કરવાનો છે. હોળીની ઉષ્માની ઝાળ આજે ઉમંગમાં તબદિલ કરવાની છે. રંગ અને સુગંધનો દરિયો તો જ ઉછળે.
હોળીના દિવસે બાળી મૂકેલો મનનો મેલ ધુળેટીના દિવસે નૂતન ઉત્સાહ અને ઉમંગનો સંચાર કરે છે. સદ્ભાવનાથી મન અને હૃદય ભીતરથી પણ ભીંજાશે તો સાચા અર્થમાં ધુળેટી ઉજવી ગણાશે. જીવતર કોરું રહી જાય એની જવાબદારી કોની ? તમારી કે ઇશ્વરની ? માણસ બહારથી રંગાય એના કરતાં ભીતરથી પલળે તો એનું આયખું મહેકવાની શરુઆત થાય છે.' પ્રેમ' એવો એક આઠમો રંગ છે જે માણસને ધરમૂળથી બદલવાની શક્યતા ધરાવે છે. પ્રભુપ્રિતીમાં કેટલી તાકાત છે એનું ઉત્તમ ઉદાહરણ એટલે ભક્ત પ્રહલાદ. જાતમાં અને જગદિશમાં જ્યાં પ્રેમનો રંગ ભળે છે, ઘૂંટાય છે ત્યાં પછી ખજૂર જેવી મીઠાશ ભળે છે. માણસની વાણી-વર્તનમાં મધુરતા આપોઆપ દેખાવા લાગે છે. આ જ તો સાચી સાર્થકતા છે આ બંને તહેવારોની ઉપાધ્યાયજીએ ગાયેલું આ ગીત ચાલો સાંભળીએ.
ફાગણનો ફાગ અને ટહુંકાનો સાદ, પછી મલક્યા વિના તે કેમ રહીએ..
કામણ કીધા છે અહીં કેસુડે એવા કે, મહેંક્યા વિના તે કેમ રહીએ.
- અંજના રાવલ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cBYMFV
ConversionConversion EmoticonEmoticon