ભરત ! તારા જેવી ઉત્તમ સંતતિને જન્મ આપનારી મારી કૈકેયી પરમ ભાગ્યશાળી છે !


વિજયના ઉલ્લાસભર્યા ચહેરા પર અણધાર્યો વિષાદ ફરી વળતા ભરતે પ્રશ્ન કર્યો,' અરે ! રાજ્યાભિષેકની વાત તો પૂરી કર. કહે તો ખરો કે રાજતિલક થયું ત્યારે કેવો માહોલ હતો ?'

અયોધ્યાથી આવેલા રાજદૂતોએ કેકય દેશની રાજધાની ગિરિવ્રજમાં પોતાને મામાને ત્યાં આવેલા ભરત અને શત્રુધ્નને વિના વિલંબે અયોધ્યા આવવાનો સંદેશો આપ્યો. કુલગુરુ વશિષ્ઠ અને સુમંત આદિ મંત્રીઓએ રાજદૂતોને તાકીદ કરી હતી કે તમારે મહારાજ દશરથના મૃત્યુનો શોક દર્શાવવો નહીં, રામનો વનવાસ કે રામના વિરહમાં રાજા દશરથે ગુમાવેલા પ્રાણની વાત કરવી નહીં. અરે ! આ બધી ઘટનાનો એક અણસાર પણ આપવો નહીં અને તત્કાળ ભરત અને શત્રુધ્નને લઈ આવો.

રાજદૂતોએ કુલગુરુ મહર્ષિ વશિષ્ઠના આદેશની વાત કરી અને ભરત અને શત્રુધ્નને વિનાવિલંબે અયોધ્યા આવવાનો સંદેશો આપ્યો. કુલગુરુ વશિષ્ઠ અને સુમંત આદિ મંત્રીઓએ રાજદૂતોને તાકીદ કરી હતી કે તમારે મહારાજ દશરથના મૃત્યુનો શોક દર્શાવવો નહીં, રામનો વનવાસ કે રામના વિરહમાં રાજા દશરથે ગુમાવેલા પ્રાણની વાત કરવી નહીં. અરે ! આ બધી ઘટનાનો એક અણસાર પણ આપવો નહીં અને તત્કાળ ભરત અને શત્રુધ્નને લઈ આવો.

રાજદૂતોએ કુલગુરુ મહર્ષિ વશિષ્ઠના આદેશની વાત કરી અને ભરત અને શત્રુધ્નને વિનાવિલંબે અયોધ્યા આવવાનું કહ્યું, પરંતુ પરોઢિયે આવેલા સ્વપ્નથી બેચેન બનેલા ભરતે આ આદેશ પાછળનું કારણ પૂછયું, ત્યારે રાજદૂતોએ કહ્યું,' અમારો રાજધર્મ છે કે આપની સમક્ષ કુલુગુરુએ આપેલો આદેશ અમારે જણાવવો. પરંતુ એ આદેશ પાછળનાં કારણોથી અમે સર્વથા અજ્ઞાાત છીએ. આનાથી અમે વધુ કશું કહી શકીએ તેમ નથી. આપ જાણો છો કે અમારા કર્તવ્યની આ સીમા છે.'

ભરત અકળાઈ ગયો. શત્રુધ્ન સાહજિક રીતે જ ઉત્તેજિત થઈને બોલ્યો,' તમે રાજદૂતો આખરે તો અયોધ્યાના જ ને ! અમને એ નગરીના સમાચાર આપો. અમારે અમારા પિતા રાજા દશરથની ક્ષેમકુશળતા જાણવી છે.'

'રાજકાર્યમાં વ્યસ્ત એવા અમે ઘણા દિવસો પૂર્વેથી અયોધ્યાથી પ્રસ્થાન કર્યું છે. આથી એના કોઈ વર્તમાન અમારી પાસે નથી. બસ, અમને તો વિના વિલંબે આપ બંનેને અયોધ્યા આવવાનો સંદેશો આપવાનો આદેશ છે. કુલગુરુની આજ્ઞાા હોય, પછી બીજું અમારે પૂછવાનું શું હોય ! ચાલો, આપણે ત્વરાથી નીકળીએ.'

ભરત રાજદૂતોના ચહેરા પરના ભાવ વાંચી રહ્યા હતા. દુ:સ્વપ્નથી વ્યાકુળ થયેલી એની આંખો રાજદૂતોની આંખોમાં છલકાતી અને છુપાવતી વેદનાને પારખી ગઈ. એવામાં જ્યારે એણે અયોધ્યાપતિ પિતા દશરથના ક્ષેમકુશળ પૂછયા, ત્યારે આ રાજદૂતો ચહેરા પર સખ્તાઈ લાવીને પોતાના ભાવ છુપાવતા હોય એમ લાગ્યું અને એવામાં રાજદૂત વિજયની આંખમાંથી આસું ધસી આવ્યાં. એણે રોકવાનો પ્રયત્ન કર્યો, પણ અટકાવી શક્યો નહીં. શત્રુધ્નએ એને કડકાઈથી પૂછયું,

'તમારી આંખમાં આંસુ કેમ ? અહીં જ્યેષ્ઠબંધુને જેમ દુ:સ્વપ્ન આવ્યું છે, તો એના ફળરૂપે કોઈ દુર્ઘટના અયોધ્યામાં તો બની નથી ને !'

રાજદૂતે કહ્યું,' આ આસું એ હર્ષના આંસુ છે. દીર્ધકાળથી આપ મામાને ત્યાં વસો છો. આપને લાંબા સમયથી નજરોનજર જોયા નહોતા. આજે જોઈને ભીતરમાં સ્નેહનો ફુવારો સર્જાયો અને આંખમાં પ્રેમાશ્રુ આવ્યાં.'

મુખ્ય રાજદૂત સિદ્ધાર્થે વાતને વાળી લેતા કહ્યું, ' ચાલો, કુલગુરુની આજ્ઞાા શિરોધાર્ય કરીને આપણે વિનાવિલંબે અયોધ્યા નગરી પહોંચી જઈએ.'

માતામહ રાજા અશ્વપતિ અને સૌથી મોટા મામા યુદ્ધજીતની આજ્ઞાા મેળવીને ભરત અને શત્રુધ્ન અયોધ્યા ભણી જવા નીકળ્યા. વિદાય લેતી વખતે ભરતે માતામહને લાગણીભેર કહ્યું,' હાલ તો હું અયોધ્યા જઈ રહ્યો છું. રાજદૂતો મારે માટે સંદેશો લઈને આવ્યા છે. આમ છતાં આપ મને જ્યારે સંભારશો, ત્યારે પુન: અમે મામાને ઘેર આવીશું. મામાનું ઘર કોને વહાલું ન હોય !'

કેક્યરાજ અશ્વપતિ ભરતનાં પ્રિયવચનો સાંભળતાં એને અપાર વાત્સલ્યથી હૃદય સરસોં ચાંપ્યો અને કહ્યું,' અયોધ્યામાં જઈને સર્વને મારાવતી યથાયોગ્ય રીતે કુશળતા પૂછજો. સાચે જ ભરત તારા જેવી ઉત્તમ સંતતિ જન્મવાથી મારી કૈક્યી પરમ ભાગ્યશાળી છે !'

માતામહ અને મામા પાસેથી વિદાય લેતી વખતે ભરતના મનમાં તો એક જ વાત ઘૂમતી હતી કે શા માટે અયોધ્યાથી મને લેવા આવેલા રાજદૂતો આટલી બધી ઉતાવળ કરે છે ? એવું તે શું બન્યું છે કે મને વિનાવિલંબે આવવાનું કુલગુરુએ કહેણ મોકલ્યું ? અને હજી પેલું દુ: સ્વપ્ન તો મનમાંથી સહેજે ખસતું નથી.

કેક્યી દેશની રાજધાની ગિરિવ્રજ છોડીને રાજદૂતો સાથે ભરત અને શત્રુઘ્ન રથમાં નીકળ્યા, ત્યારે શત્રુઘ્નએ રાજદૂતને પૂછયું,' શ્રી રામ તો કુશળ છે ને ! અમે પિતાની સાથોસાથ જ્યેષ્ઠબંધુના દર્શન માટે પણ અતિ આતુર છીએ.'

ભરત બોલી ઊઠયો,' અરે જુઓ, શત્રુધ્ન, આ અશ્વ કેવા આનંદભેર હણહણ્યા. જ્યેષ્ઠબંધુ રામે મોકલેલા રŽના આ અશ્વો એમના નામમાત્રથી કેટલાં રોમાંચિત થઈ જાય છે. જાણે રામનામ સાંભળવા અતિ આતુર હોય એમ કાન માંડીને સાંભળે છે, જોયું ને ! શત્રુધ્ન, રામ એટલે રામ. એમના નામે તો કોને પ્રસન્નતા ન જાગે ? અશ્વ હોય કે મૃગ હોય, પંખી હોય કે પ્રાણી હોય સહુ કોઈ રામનામના શ્રવણ સાથે મુગ્ધ બની જાય છે.'

ભરત અને શત્રુધ્નનો રથ ખૂબ ઝડપથી અયોધ્યા તરફ જઈ રહ્યો હતો. રાજદૂતો એમના જાતવાન અશ્વોને દોડાવીને એમની સાથે રહેવાનો પ્રયત્ન કરતા હતા. એવામાં ભરતે પોતાના સારથિને રથની ગતિ મંદ કરવા કહ્યું જેથી રાજદૂતો સાથે એ પોતાના પરિવારજનોના વધુ ખબર- અંતર જાણી શકે. ભરતે આંખ માંડીને રાજદૂતો સિદ્ધાર્થને પ્રશ્ન કર્યો. 'રાજદૂતોમાં સર્વશ્રેષ્ઠ એવા તમે શ્રીરામને મળીને નીકળ્યા હતા ને !'

રાજદૂત મૌન રહ્યો, ભરતને લાગ્યું કે કદાચ એને જ્યેષ્ઠ બંધુને મળવાની તક ન મળી હોય ! આથી સંકોચવશ એ નિરુત્તર રહેતો હશે. આથી ભરતે પૂછયું,' તમે માતા સીતાને તો જોયા હતા ને ! ક્ષેમકુશળ છે ને તેઓ ?

'ક્ષમા કરજો રાજકુમાર, મને એવી ભાગ્યશાળી ક્ષણ સાંપડી નથી.'

ભરતે મૂળ વાત પર આવતા કહ્યું,' શા માટે અમને કુલગુરુએ સત્વરે બોલાવ્યા હશે ? મને કે શત્રુધ્નને આ વાત સમજાતી નથી.'

શત્રુધ્ન પણ અકળાઈને રાજદૂત સિદ્ધાર્થને મર્મભેદક સવાલ કર્યો, 'અમને સાચેસાચું કહે, અમારા પિતા રાજા દશરથ સ્વસ્થ તો છે ને  ! માતા કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી કુશળ તો છે ને ! અને જનકનંદિની માતા સીતા શું કરે છે ?'

અયોધ્યામાં સતનું રાજ પ્રવર્તતું હતું એટલે રાજદૂતને માટે પણ અસત બોલવું મુશ્કેલ હતું. એણે જવાબ આપવાને બદલે મૌન સેવવું પસંદ કર્યું. પરંતુ એ મૌને ભરત અને શત્રુધ્નની શંકાઓને વધારી દીધી. ભરતે કહ્યું,'રાજદૂત વિજય, તમારી પાસે તો ઉલ્લાસના સમાચાર જ હોય.'

વિજ્યે સિફતથી કહ્યું,' હા, અયોધ્યાપતિ મહારાજા દશરથ આજે યુવરાજ રામચંદ્રનો રાજ્યાભિષેક કરવાના હતા.'

શત્રુધ્ન બોલી ઉઠયો, ' શું કહ્યું ? શું કહ્યું ? અરે ! અમારા પ્રિય રામનો રાજ્યાભિષેક થવાનો હોય અને એમને કશી જાણ નહીં ? તમે અમને માંડીને વાત કરો તમારી વાણીમાં કોઈ ભેદ-ભરમ દેખાય છે.'

રાજદૂત વિજયે ઠાવકાઈથી કહ્યું,' જુઓ, હમણાં જાણે સઘળી બાબતોમાં ત્વરા જોવા મળે છે. જેટલી ત્વરાથી તમને આવવાનું કુલગુરુએ કહ્યું, એટલી જ ત્વરાથી રામના રાજ્યાભિષેકનો નિર્ણય લેવાયો. મહારાજને એકાએક લાગ્યું કે હવે તેઓ અતિવૃદ્ધ થયા છે અને રાજકાર્યથી નિવૃત્ત થવા માગે છે આથી રામને રાજગાદી સોંપીને એમણે ઉતાવળે- ત્વરાથી રાજ્યાભિષેકની યોજના ઘડી કાઢી. મંત્રીમંડળે મહારાજની આ યોજનાને ઉલ્લાસભેર વધાવી લીધી. અને અયોધ્યાના આગેવાન પ્રજાજનોને રાજસભામાં તાબડતોબ નિમંત્રણ આપવામાં આવ્યું. કુલગુરુ વશિષ્ઠે મહારાજ દશરથની મનોકામના પ્રગટ કરી અને પ્રજાજનોએ એને ઉલ્લાસભેર વધાવી લીધી.'

'એટલે ? મારા પ્રિયબંધુ રામ અયોધ્યાની ગાદીએ બેઠા ખરું ને !' ભરતનું હૈયું હર્ષથી ઉછળી ઊઠયું, શત્રુધ્ન નાચી ઊઠયો. અશ્વ થનગની રહ્યા અને સારથિના ચહેરા પર આનંદ છવાઈ ગયો.

ઉત્સાહથી ભરતે પોતાના ગળામાં રહેલો મોતીનો હાર વિજ્યને આપવા માટે હાથ લંબાવ્યો, ત્યારે રાજદૂત વિજય પોતાનો અશ્વ સહેજ દૂર લઈ ગયો. અપાર આનંદના સમાચાર સાંભળીને ભરતની આંખોમાંથી મૂશળધાર હર્ષ વરસતો હતો, તો વિજયની આંખોમાં વેદનાના વાદળ ઘેરાયા હતા.

વિજયના ઉલ્લાસભર્યા ચહેરા પર અણધાર્યો વિષાદ ફરી વળતા ભરતે પ્રશ્ન કર્યો,' અરે ! રાજ્યાભિષેકની વાત તો પૂરી કર. કહે તો ખરો કે રાજતિલક થયું ત્યારે કેવો માહોલ હતો ?'

'રાજકુમાર ! હું નીકળ્યો ત્યાં સુધી રાજતિલક થયું નહોતું. હું સૂર્યોદય થાય તે પૂર્વે નીકળ્યો અને રામનો રાજ્યાભિષેક સૂર્યોદય બાદ થવાનો હતો.'

શત્રુધ્ને મોટા અવાજે પૂછયું, 'થવાનો હતો એટલે શું ? તારી વાતમાં અમને કોઈ તર્ક જણાતો નથી. બુદ્ધિમાં બેસે એવી કોઈ તારી વાત નથી. તું જાણે છે કે જ્યાં સત્ય હોય ત્યાં કશું છુપાવવાનું હોતું નથી. જ્યાં છુપાવવાનું હોય છે ત્યાં અસત્ય ડેરાતંબુ નાખીને રહે છે. સમજ્યો ! બોલ સાચેસાચું કહે.' (ક્રમશ:)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wtbW7u
Previous
Next Post »