ખેડા જિલ્લામાં ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી : નદી કિનારે લોકો ઉમટી પડયા


નડિયાદ, તા.11 માર્ચ 2020, બુધવાર

ખેડા જિલ્લાના ગામેગામે હોળી અને ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સોમવારે સાંજે હોલિકા દહન બાદ મંગળવારે ધૂળટીના અવસરે  હરખની હેલી સાથે જિલ્લાવાસીઓએ અબીલ ગુલાલ અને રંગોની રસછોળ સાથે એકબીજાને રંગ્યા હતા.

તો ઘણી જગ્યાએ પિચકારીઓમાં રંગબેરસંગી પાણી ભરીને એકબીજા પર છાંટવામાં આવ્યા હતા. ધૂળેટીના આ અવસરે રંગો અને પાણીનો મોટા પાયે ઉપયોગ કરાયો હતો. જો કે આ વર્ષે કોરોના વાયરસની અસર ધુળેટીની ઉજવણીમાં જોવા મળી હતી.

શુક્રવારે ધૂળેટી અને તહેવારની જાહેર રજા હોવાથી બાળકોથી માંડી મોટેરાઓએ મનભરીને આ તહેવારની મજા માણી હતી. અબીલ ગુલાલ તેમજ બીજા રંગોથી એકબીજાને રંગવા માટે જિલ્લાવાસીઓમાં ભારે ઉમંગ છલકાતો હતો. નડિયાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, માતર, ખેડા, મહેમદાવાદ, ઠાસરા, ડાકોર તથા બીજા ગામોના રસ્તાઓ અને પોળોમાં સવારથી બધાએ ધૂળેટી રમવાની શરૂ કરી દીધી હતી. ચહેરા પર તથા માથામાં એટલી હદે રંગો નાંખવામાં આવ્યા હતા કે ઘણાં લોકોને તો ઓળખવા પણ મુશ્કેલ બન્યા હતા. ક્યાંક મેશ જેવા કાળા રંગો તો  કંયાંક છાણ અને માટીથી પણ એકબીજાને રંગવામાં આવ્યા હતા.

નડિયાદના વાણિયાવડ વિસ્તારમાં યુવાન યુવતીઓએ ભેગા થઇ પોતપોતાના ગૃપ મિત્રો સાથે ધુળેટીના પર્વની ઉજવણી કરી હતી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38J8lzF
Previous
Next Post »