ધ્યાનનું મહત્વ .


આપણે પોતાને જોઈએ છીએ, ત્યારે એવું લાગે છે કે આપણે બધા, આપણાં પોતાના માટે નિર્ધારિત કરેલા ભૌતિક લક્ષ્યોની પ્રાપ્તિ માટે ખૂબ જ વ્યસ્ત રીતે, એક સુંદર ગતિશીલ જીવન જીવી રહ્યા છીએ અને સંભવત : આપણે તે લક્ષ્યો પ્રાપ્ત પણ કરી રહ્યા છીએ, છતાં, આપણને શાંતિ અને સંતોષનો અભાવ વર્તાઈ રહ્યો હોય, તેવું લાગે છે.

આમાં કોઈ શંકા નથી કે અત્યારે આપણે માનવ જાતિના સમગ્ર ઇતિહાસના એવા વિશિષ્ટ સમયમાં છીએ કે જ્યાં આધુનિક સંશોધનો અને સાધનસામગ્રીઓના કારણે આપણે અભૂતપૂર્વ અનુકૂળતાઓ અને સગવડો ભોગવી રહ્યા છીએ, છતાં આપણે એવો દાવો કરી શકતા નથી કે આપણે આપણી પાછલી પેઢીઓ કરતાં વધુ ખુશહાલ અથવા વધુ સુખી છીએ. આપણે જાણીએ છીએ કે આ સ્થિતિ આપણાં અનિયંત્રિત અથવા શિસ્ત વગરના મનને આભારી છે, જે આપણી સમસ્યાઓનું મૂળ છે.

આપણે મનુષ્ય તરીકે આપણી પાંચ ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ છીએ અને આ માહિતી એક છાપ તરીકે સંગ્રહિત થાય છે. આ છાપો યાદદાસ્ત અથવા અનુભવ તરીકે આપણા અર્ધજાગૃત મનમાં સંગ્રહિત થાય છે અને પછી તે આપણાં જીવનમાં બનતી દરેક ઘટના અથવા બનાવ સાથે સંકળાઈ જાય છે.

આપણે દરરોજ અલગ અલગ પરિસ્થિતિઓનો સામનો કરતાં હોઈએ ત્યારે આપણું મન સભાનપણે વિચારોને જન્મ આપે છે, મગજ આ વિચારો અને પરિસ્થિતિઓને અગાઉના બનાવો અને ઉદાહરણો સાથે સરખાવે છે, તફાવત કરે છે કે અર્થઘટન કરે છે. જ્યારે હૃદય કે જે મનુષ્યમાં ભાવનાઓથી ભરેલું મહાન ઉપકરણ છે. તે પરિસ્થિતિઓનો વિશુધ્ધ પ્રતિસાદ આપે છે.

વ્યકિત જ્યારે જ્યારે મુશ્કેલ પસંદગીઓ, મૂંઝવણભર્યા વિકલ્પો અને કયો માર્ગ અપનાવવો તેના નિષ્કર્ષમાં આવવા માટે અસમર્થતા અનુભવે છે, ત્યારે ત્યારે તે હંમેશાં આજુબાજુના લોકો દ્વારા સરળતાથી પ્રભાવિત થઈ જાય છે અને હૃદયના અવાજને સમજી નથી શક્તી તથા તેને મનના ખેંચાણથી અલગ નથી પાડી શક્તી.

આપણામાંના જે લોકો વ્યાયામ માટે જિમમાં જવા બાબતે પરિચિત છે. તેઓ સમજી શકે છે કે નિયમિત કસરતથી શરીરની તંદુરસ્તી કેવી રીતે વધે છે. પરંતુ, જ્યારે માનસિક તંદુરસ્તીની વાત આવે છે, ત્યારે આપણે તેની કાળજી કે ચિંતા કરતા હોઈએ તેવું લાગતું નથી. આપણને મનના નિયમન માટે અથવા મનની કસરત માટે થોડો સમય કાઢવાની જરૂરિયાત લાગતી નથી.

જે વ્યકિત નિયમિતપણે ધ્યાન કરે છે તેના માટે હૃદયમાં પ્રવેશ કરવાનું ખૂબ સરળ અને સહેલું લાગે છે. આવા વ્યકિત બધા નિર્ણયો લેવા માટે દિવ્ય હૃદયની સેવાઓનો ઉપયોગ લેવાનું પસંદ કરે છે. આવા ધ્યાનના અભ્યાસીના મનમાં ભાગ્યે જ કોઈ મૂંઝવણ અથવા ગૂંચવાડો થાય છે કારણકે હૃદય અને મનની સુસંગતતા પુષ્કળ વિશુદ્ધિ પ્રદાન કરે છે. તેથી આવી સંતુલિત વ્યકિત પાસેથી સમજદાર નિર્ણયો અપેક્ષિત પરિણામ છે.

- કમલેશભાઈ પટેલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38J6LOf
Previous
Next Post »