
ડાકોર,તા.1 માર્ચ 2020 રવિવાર
સુપ્રિસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આગામી ફાગણ માસમા ંતા.૬-૩-૨૦૨૦ થી તા.૧૦-૩-૨૦૨૦ દરમ્યાન ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરે ધાર્મિક લોકમેળો યોજાનાર છે.આ અંગે ડાકોર વહીવટી તંત્ર, પોલીસ તંત્ર,માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાકોરના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી.
તા.૨-૩-૨૦૨૦ થી તા.૧૦-૩-૨૦૨૦ ડાકોર હોળી પૂનમ પદયાત્રા તથા તા.૬-૩-૨૦૨૦ દરમ્યાન ડાકોર શ્રી રણછોડરાયજી મંદિર ખાતે ફાગણ સુદ પૂનમ નિમિતે ધાર્મિક લોકમેળો યોજાનાર છે.આ ધાર્મિક લોકમેળો દરમ્યાન મોટા પ્રમાણમાં યાત્રાળુઓ ડાકોર શ્રી રણછોડરાયજી મંદિર ખાતે દર્શન અર્થે પગપાળા તેમજ વાહનો મારફતે આવતા હોય છે. આ પૂનમનો મેળો આશરે પાંચ થી છ દિવસ ચાલે છે.જેને કારણે વહીવટી તંત્ર દ્વારા ડાકોરમાં આવતા પદયાત્રીકોની સગવડતા, સુવિધા અને સુરક્ષા મળી રહે તે હેતુથી વિવિધ વિસ્તારોની મૂલાકાત લીધી હતી.
આ મૂલાકાત પ્રસંગે યાત્રાળુઓની સંખ્યામાં કોઇ જગ્યા પર ભારે ઘસારો ન થાય અને લાખો પદયાત્રીકો શાંતીથી ડાકોરના ઠાકોરના દર્શન કરીને જાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ડાકોર પી. એસ. આઇ. આર. બી. ચાવડા દ્વારા જર્જરીત મકાનો અને વિજળીના વાયરોની ચકાસણી કરી હતી.અને તેને વ્યવસ્થિત કરવા સુચનાઓ આપી હતી.આ બાદ ડાકોર પાલિકાના પ્રમુખે રોડ ઉપર માર્ગદર્શક બોર્ડ મારવા અનેડાકોરના રસ્તાઓને રીસરફેસીગ અને પેવરીંગ કરવાનુ જણાવ્યુ હતુ.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3agLWe2
ConversionConversion EmoticonEmoticon