ઠાસરા તાલુકામાં જુદા જુદા માર્ગ અકસ્માતમાં 4થી વધુ ઈજાગ્રસ્ત


નડિયાદ,તા.1 માર્ચ 2020 રવિવાર

ઠાસરા તાલુકામાં બે અલગ અલગ સ્થળે અકસ્માતો સર્જાયા હતા.જેમાં અકસ્માતનો પહેલો બનાવ  મંજીપૂરા ગામે રોડ  પર,જ્યારે બીજો અકસ્માતનો બનાવ ડાકોર સીટી પોઇન્ટ પાસે રોડ ઉપર થયો હતો.

અકસ્માતનો પહેલો બનાવ મંજીપૂરા ગામે રોડ  પર થયો હતો.જેમાં એક એસ.ટી.બસના ચાલકે બેફીકરાઇ અને ગફલતભરી રીતે પુરઝડપે હંકારી એખ સી.એન.જી રીક્ષાને ટક્કર મારી હતી.જેથી સી.એન.જી રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી.રીક્ષામાં સવાર ઝરીનાબીબી અને અન્ય વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોચી હતી.આ બનાવ અંગે ઐયુબખાન સોહેબખાન પઠાણ રહે,ગોધરા ખાડી ફળીયા તા.ગોધરા જી.પંચમહાલે ડાકોર પોલીસ મથકે એસ.ટી.બસના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અકસ્માતનો બીજો બનાવ ડાકોર સીટી પોઇન્ટ પાસે રોડ ઉપર થયો હતો.

જેમાં  મોટર સાયકલ ચાલકે બેફીકરાઇ ગફલતભરી રીતે હંકારી મોટર સાયકલ પરનો કાબુ ગુમાવતા મોટર સાયકલ સ્લીપખાઇ ગયુ હતુ.જેથી મોટર સાયકલ પાછળ બેઠેલ જશીબેન કાળુભાઇ સોઢાપરમાર ઉં.૪૮ને શરીરે ઇજાઓ પહોચી હતી.આ બનાવ અગે  સંજયભાઇ નટુભાઇ સોઢાપરમાર રહે,ચુણેલ નાનીભાગોળ ખેતરમાંએ ડાકોર પોલીસ મથકે મોટર સાયકલના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે ડાકોર પોલીસે બંને ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2x1w2G8
Previous
Next Post »