સંજય લીલા ભણશાલી અને રાજકુમાર રાવ સાથે કામ કરશે


મુંબઇ,તા.1 માર્ચ 2020 રવિવાર

રાજ કુમાર રાવે રૂપેરી પડદે દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. તેના અલગ અને અતરંગી પાત્રોથી તેણે લોકોને પ્રભાવિત કર્યા છે. લાગે છે કે તેના અભિનયથી સંજય લીલા ભણશાલી પ્રભાવિત થયો છે.રાજકુમાર રાવ અને ભણશાલી સાથે કામ કરે તેવી ચર્ચા થઇ રહી છે. 

વાત એમ બની છે કે, રાજકુમાર રાવ તાજેતરમાં સંજય લીલા ભણશાલીની ઓફિસમાં પાસે દેખાયો હતો. ત્યારથી આ બન્ને સાથે કામ કરવાના છે તેવી વાતને વેગ મળી રહ્યો છે. જોકે વાતન ીસત્તાવાર ઘોષણા થઇ નથી. જો આમ થળશે તો રાજકુમાર રાવ એક નવા જ અવતારમાં જોવા મળશે. 

રાજ કુમાર રાવની કારકિર્દીની અત્યાર સુધીની મોટા ભાગની ફિલ્મો સફળ થઇ છે. તેણએ 'લવ સેક્સ અને ધોખા'થી બોલીવૂડમા ડેબ્યુ કર્યુ હતું. આ પછી તેણે કાપ્યો છે, સ્ત્રી, બરેલી કી બર્ફી, શાદીમેં જરૂર આના, બહન હોગી તેરી તેમજઅન્ય ફિલ્મોમાં કામ કર્યું છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32K87qC
Previous
Next Post »