મુંબઈ,તા.9 માર્ચ 2020 સોમવાર
બિઝનેસમેન અનિલ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ તેના ઘરે હોળીની પાર્ટીનું આયોજન કર્યું હતું. ઈશાએ આ પાર્ટીનું આયોજન શુક્રવારે સાંજે કર્યું હતું. જેમાં બોલીવૂડના લગભગ તમામ કલાકારોએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં હાજર રહેલા અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસ સુદ્ધાં ભારત આવ્યા હતા. અફેરની ખબર વચ્ચે હોળીની ઉજવણીમાં કેટરિના કેફ અને અભિનેતા વિક્કી કૌશલે પણ ભાગ લીધો હતો. આ બન્નેએ કેવી રીતે હોળીની ઉજવણી કરી તેનો એક વિડીયો પણ સોશિયલ મિડીયા પર વાયરલ થયો છે.
હોળીની ઉજવણીમાં વિક્કી વ્હાઈટ શર્ટ અને ડેનિમ જીન્સમાં આવ્યો હતો જ્યારે કેટરિનાએ સફેદ લહેંગો પહેર્યો હતો. જે વિડીયો વાયરલ થયો છે, તેમાં બન્નેના ચહેરારંગે રંગાયેલા હતા. આ વિડીયોનો લોકોએ ખૂબ આવકાર્યો છે. છેલ્લા કેટલાંક સમયથી આ બન્નેના અફેરની વાતો ચાલી રહી છે. બન્ને ઘણી બધી પાર્ટી અને ઈવેન્ટમાં સાથે નજરે પડે છે. જોકે આ બન્નેએ હજી સુધી પત્રકારો સમક્ષ તેમના સંબંધો અંગે કશો ફોડ પાડ્યો નથી. ઈશાની પાર્ટીમાં પ્રિયંકા અને નિક જોનાશ પણ પહોંચ્યા હતા. આ ઉજવણીમાં બન્નેએ ખૂબ મસ્તી કરી અને ઉમંગભેર ઉજવણી કરી. બન્ને ખુશખુશાલ નજરે પડતા હતા. નિક જોનાસે આ ઉજવણીની કેટલીક તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરમાં તેમણે લખ્યું હતું: આ મારી પહેલી હોળી, મારા બીજા ઘર એવા ભારતમાં હોળીની ઉજવણી કરીને આનંદ આવ્યો.'
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TBV8nN
ConversionConversion EmoticonEmoticon