મુંબઈ,તા.9 માર્ચ 2020 સોમવાર
બાઝીગર, દિેલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કુછ કુછ હોતા હૈ અને માઈ નેમ ઈઝ ખાન દ્વારા દર્શકોના મન મોહી લેનારી અભિનેત્રી કાજોલ હવે ડિજીટલ ડેબ્યુ કરવા જઈ રહી છે.
શોર્ટ ફિલ્મ દેખમાં કાજોલ અન્ય નવ અભિનેત્રીઓ સાથે સ્ક્રીન શેર કરશે.
કાજોલે કહ્યું કે એની ભૂમિકાઓની પસંદગી એ શેમાં માને છે એનું પ્રતિબિંબ પાડે છે.
મુખ્ય ધારામાં ત્રણ દાયકાની કારકિર્દી પછી એને કશું પૂરવાર કરવાની જરૂર નથી. એને શીર્ષક ભૂમિકાઓની પણ તલાશ નથી.
કાજોલે કહ્યું કે એને ફાળે માત્ર ત્રણ દ્રશ્યો આવે તો પણ એ જાદુ વિખેરવાની ક્ષમતા ધરાવે છે. હવે એ ભૂમિકાઓની અવનવી પસંદગી કરે છે, પ્રયોગો કરે છે કારણ કે એ નાણા કમાવવા કામ નથી કરતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39Fxn3N
ConversionConversion EmoticonEmoticon