વાર્તા: ગેરસમજ .


'મને વિશ્વાસ છે કે તમે જલદી સારાં થઈ તે જશો, તમને અપંગજીવન જીવવાનીવારો નહીં આવે. જરા વિચારો, અગર મારા પગ લાચાર બની જાત તો તમે મારી સાથે કેવો વ્યવહાર કરત? તમારે મારા પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ જાત?  મારા તરફથી તમારી જવાબદારી વધી ગઈ હોત. જુઓ મારી સેવા જરૂર પરિણામ લાવશે. 

રાહુલ ક્રોધમાં કાંપી રહ્યો હતો. એ પત્ની સુમનને સમજાવવા ઇચ્છતો હતો કે માનવીએ વર્તમાનમાં જીવવું જોઈએ, પરંતુ સુમનને સમજાવવા છતાં કશો ફેર પડતો નહોતો, તેને તો છૂટાછેડા જોઈતા હતા. 

'' રાહુલ ક્રોધથી બોલ્યો, ''લગ્ન પહેલાં મેં તને કહી દીધું હતું કે હું કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે રેશ્મા નામની એકયુવતીના પ્રેમમાં હતો. કહે, મેં તને આ વાત કરી હતી કે નહીં? ઼ 'પણ તે એમ નહોતું કહ્યું કે તું રેશ્માને ક્યારેય પણ ભૂલશે નહીં. એવું પણ નહોતું કહ્યું કે રેશ્માને ફરી જોતાં તારો તેના તરફનો પ્રેમ હિલોળા લેવા લાગશે.''

સુમન આપણા લગ્નને દસ વર્ષ થઈ ગયાં. આ દસ વર્ષમાં મેં રેશ્માને ક્યારે યાદ કરી નથી. માત્ર તને, તને જ પ્રેમ  કર્યો  છે.''

''દસ દિવસ પહેલાં રેશ્મા સાથે તારીફરી મુલાકાત થઈ અને દસછ વરસનાં લગ્નનાં આ પાનાં તે એક જ ઝાટ સાથે ફાડી કાઢયાં. તારા - મૂરઝાઈ ગયેલાં  પ્રેમનો છોડફરી નવપલ્લવિત

બની ગયો, જાઓ, રેશ્મા સાથે રોજ હોટલમાં પાર્ટીકરો અને જમો. અરે, તારે પ્રેમ કરવો હતો તો મારી સાથે લગ્ન કરવાનો ઢોંગ શા માટે કર્યો? અને વાહરે રેશ્મા, પતિને ઘરમાં રાખી પોતાના જૂના પ્રેમી સાથે સંબંધ બાંધી લીધો! રાહુલ રેશ્માને કહે કે તેના પતિ સાથેથી છૂટા છેડા લે અને તારી સાથે લગ્ન કરી લે. હું તને મુક્ત કરું છું. છૂટાછેડાની ઔપચારિકતા તો એના સમયે પૂરી થતી રહેશે.'' - ''સુમન, રેશ્મા માટે આવી ખોટી વાત ન કર. રેશ્મા એકસમયે મારી પ્રેમિકા હતી, પરંતુ આજે મારી મિત્ર છે. તે તેના પતિ અને બાળકો સાથે મજામાં છે. હું તારી સાથે સુખી છું. હું એ પણ જાણું છું કે તું મને તારાજીવથી પણ અધિગ પ્રેમ કરે છે. સુમન, તારામનની શંકાને દૂર કરી કાઢ અને હવે જરા હસીને મારા માટે ચા બનાવ.''

જયારે રાહુલની વાત સુમનને જરા પણ ગમી નહીં. એ ગુસ્સામાં બોલી, ''રાહુલ, રેશ્મા સાથે હોટલમાં જઈને ચા પીલે. મારી વાત યાદ રાખ, હું તારું પ્રેમનું નાટકઝાઝું ચાલવા નહીં દઉં. હું તારા લગ્ન રેશ્માં સાથે કરાવી આપી. હું તને બાળકો નથી આપી શકી, કદાચ એ તને બાળકો આપી શકશે. હજુ તારી અને એની ઉંમર ક્યાં વધુ થઈ છે?'' આમ કહેતાં સુમન રડવા લાગી.

શું કરવું એ રાહુલને સમજાતું નહોતું. સુમનની ગેરસમજ કેવી રીતે દૂર કરવી? તે સુમનની એ વાતને મનમાં ધિક્કારવા લાગ્યો કે જ્યારે તાજમહલના પ્રાંગણમાં દૂર ઊભેલી એક યુવતી તરફ આંગળી કરી તેણે કહેલું

રાહુલ, જો પેલી યુવતીને જો કેટલી ચબરાક લાગે છે. બે બાળકોની માતા હોવા છતાં લાગતું નથી કે એ પરણેલી છે.''

રાહુલે તે યુવતી તરફ જોયું. ઓળખી ગયાં. તેણે મને કહ્યું, ''ચાલ, આપણે એને મળીએ. જોકે, એ મને જોઈ કેવી વાત કરે છે.''

'રાહુલ, વધારે સ્માર્ટ બનવાનો પ્રયાસ ના કર. એક અજાણી યુવતી સાથે વાત કરવી યોગ્ય ન કહેવાય. જો તારી વાતથી તેને ખરાબ લાગશે તો સારું નહીં ગણાય.'' 

રાહુલ સુમનનો હાથ પકડી લગભગ ઘસડતો એ યુવતી પાસે પહોંચી ગયો. એ યુવતી રાહુલને પળભર જોઈ રહી પછી ચમકી. પછી પ્રેમથી રાહુલનો હાથ ઝાલી કહેવા લાગી.

અરે રાહુલ તું? મને વિશ્વાસ નથી બેસતો. દસ વર્ષમાં તું જરા પણ બદલાયો નથી.''રેશ્મા સુમન તરફ જોતાં બોલી, ''રાહુલ, આ તારી પત્ની છે?''

હા, સુમી યાને સુમન,'' રાહુલ આનંદમાં આવી જતાં બોલ્યો. સુમન સમજી ગઈ હતી કે આ એ જ રેશ્મા છે જેને રાહુલ એક સમયે ખૂબ જ પ્રેમ કરતો હતો. પછી તો સુમને પણ ખુલ્લા મનથી રેશ્મા સાથે વાત કરી. તેણે રેશ્માને પોતાને ત્યાં રાત્રિભોજન માટે આમંત્રણ આપતાં કહ્યું, ''રેશ્મા, તારા પ્રેમાળ બાળકો સાથે અમારે ત્યાં ભોજન માટેનું આમંત્રણ છે.''

સુમન માત્ર બાળકો શા માટે? રેશ્માના પતિને પણ બોલાવી લે ને?'' રાહુલ-બોલ્યો.

રાહુલની વાત સાંભળી રેશ્માના ચહેરા પર દુ:ખની  હલકી લકીર ઊભરી આવી, પરંતુ તેમાંથી મુક્ત થઈ તેણે કહ્યું, ''મારા પતિ ભોજન પર નહીં આવી શકે. તેમને તેમની પથારીમાં પડયાં રહી હોટલની બારીમાંથી ચાંદની રાતમાં નહાતા તાજમહેલને જોવો ગમે છે. દિલ્હીમાં તેમનું મન લાગતું નહોતું એટલે એક-બે દિવસ માટે અમે અહીં આવ્યાં છીએ. હું મારાં બાળકો સાથે જરૂરી આવીશ.'' ઼ એ રાત્રે સુમન અને રેશ્મા વચ્ચે ગાઢ સંબંધ બંધાઈ ગયો. બન્નેએ એકસાથે એક ગીત પણ ગાયું. ભોજન પછી જ્યારે રેશ્માં જવા લાગી ત્યારે સુમને સવાલ પણ કર્યો. ''અચ્છા રેશ્મા, સાચે સાચું કહે કે તારા ''એ'' કેમ ન આવ્યા?''

સાચી વાત તો હું તમને કહી ચૂકી છું.'' રેશ્મા બોલી, ''તેમને ચાંદનીમાં નહાતા તાજમહેલને જોવાનું ખૂબ ગમે છે. ચાલો મારી હોટલ પર અને તમે જાતે જ જોઈ લો કે તેઓ શું કરે છે. હજુ પણ તાજમહેલ પર તેમની નજર ચોંટેલી હશે. એ ખૂબ જ રોમેન્ટિક મિજાજના આદમી છે. ઉદાર દિલની વ્યક્તિ છે. કોલેજના જમાનામાં ઘણી બધી યુવતીઓ તેમના પર...

સુમને હસીને કહ્યું, ''ત્યારે તો તારા એ આશિક મિજાજી પતિને એક વાર તો મળવું જ પડશે.''

''પરંતુ આવતા પહેલાં મને જાણ જરૂર કરજો. હું મારા પતિના ગાલ પર કાજળ ટીકો    કરી દઈશ કે કોઈની નજર ના લાગે.'' રેશમ હસી પડતાં બોલી અને ચાલી ગઈ.

ત્રણેય દિલ્હીમાં રહેતાં હતાં એટલે હવે તેઓ અવારનવાર મળતાં રહેશે એ વાતથી ત્રણે જણા ખુશ હતાં.

દિલ્હી પહોંચતા જ બીજા દિવસે સવારે રેશ્માનો ફોન આવ્યો. સુમને ફોન ઉપાડયો. હાય, હલ્લો પછી રેશ્માએ હસીને પૂછયું, કેમ છે સુમન?''

''મજામાં છું, હવે તું તારી વાત કર.''

''હું પણ મજામાં છું. હવે જરા રાહુલ સાથે વાત કરાવ.''

તેને 'રાહુલ અને રેશ્મા વચ્ચે ફોન પર વાતચીત થવા માંડી.

''જો તમારે કશું કામ ના હોય તો સુમન સાથે મારે  ઘેર આવી જાઓ.''

રેશ્મા, મારે ઓફિસે જવાનું છે.''

અરે ભાઈ, તું તો ઓફિસનો માલિક પણ છે ને?''

છતાં ઓફિસે જવું તો જોઈએ ને?''

ખેર હવે જ્યારે નવરાશ મળે ત્યારે તમે લોકો મારે ત્યાં જરૂર આવી જજો .''  

આવીશું જરૂરથી આવશું.'' બાળકો તને પ્રણામ પાઠવે છે.'' ''અને હું કહી રહ્યો છું, ખૂબ-ખૂબ પ્રેમ આપજો .''

સુમન રેશ્માની અને રાહુલની વાત સાંભળી શંકા કરવા લાગી કે રેશ્માએ માત્ર, રાહુલ સાથે વાત કરવા માટે ફોન  કર્યો  હતો. તે તેની પાસે બોલાવે છે અને રાહુલ પણ એને કહે છે ખૂબ-ખૂબ પ્રેમ લાગે છે કે બન્ને વચ્ચેનો પ્રેમનો છોડ ફરીથી મહોરી ઊઠયો છે. કહે છે કે પ્રેમ અમર લતા જેવો હોય છે.  

થોડીવાર પછી રાહુલ તેનો લાલ સૂટ પહેરવા લાગ્યો. આ સૂટ સંબંધમાં રાહુલે સુમનને એકવાર કહેલું કે આ સૂટ પહેરવાથી મારી ઉંમર દસ વર્ષ ઘટી જાય છે અને હું રોમેન્ટિક બની જાઉં

રાહુલ ઓફિસે જવા નીકળ્યો તો સુમન પણ જલદી તૈયાર થઈ, તેણે ફોન કરી ટેકસી મંગાવી લીધી. તેણે રાહુલ અને રેશ્માં પર નજર રાખવાના કામનો શુભારંભ કરી દીધો. રાહુલ તેની ઓફિસમાં ગયો એ પછી થોડીવારે તે કાર લઈને રેશ્માના ઘર તરફ ઉપડી ગયો.

જ્યારે રાહુલ રેશ્માને ત્યાં પહોંચ્યો ત્યારે

રેશ્માં કારમાં ડ્રાઇવિંગ સીટ પર બેસી કાર સ્ટાર્ટ કરી ચૂકી હતી. તેણે રાહુલને જોરથી બૂમ સંતાંબા કહ્યું, ''રાહુલ, મારી કારમાં ચાલ તારી કાર એ તરફ પાર્ક કરી દે.'

ક્યાં જવું છે, રેશ્મા?'' ''પહેલા ચાલ, પછી કાર્યક્રમ કહીશ.''

રાહલ રેશમની કારમાં ગોઠવાયો. એ દિવસે રેશસએ ખૂબ જ ખરીદી કરી. હોટલમાં રાહુલ સાથે જમી. સુમન એ લગાતાર ત્રણ દિવસ સુધી રાહુલનો અને રેશ્માનો પીછો કર્યો. તેઓની ગતિવિધિઓ પર નજર રાખી અને તેમાંથી તારણ કાઢયું કે હવે રાહુલે છૂટાછેડા -લઈ લેવા જોઈએ. છૂટાછેડા લેવા માટે છેલ્લા બે દિવસથી  બંને  વચ્ચે બોલાચાલી  થતી હતી.

સુમને  આશુંથી ખરડાયેલી આંખ લૂછી તેને એક નિર્ણય કરી એ રેશમના ઘર તરફ જવા લાગી. રસ્તામાં વિચારતી હતી કે રેશ્માને સાફ શબ્દોમાં કહી દેશે કે તારો પ્રેમ તને મુબારક... રેશ્મા, તેં એક વાર કહી જોયું હોત તો હું આનંદપૂર્વક બન્નેના માર્ગમાંથી ખસી જાત, પરંતુ ટીનએજરની જેમ આમ ચોરીછૂપીથી મળવાની હરકત તેં શા માટે કરી?

રેશ્માના ઘરનો દરવાજો ખુલ્લો હતો. ડ્રોઈંગ રૂમમાં રેશ્માનાં બન્ને બાળકો રમી રહ્યાં હતાં. તેમેન સુમને પૂછયું, ''રેશ્મા ક્યાં છે ?

મમ્મી, ઉપરના ઓરડામાં છે.'' સુમન રેશ્માના ઓરડામાં પહોંચી ગઈ. ઓરડાના દરવાજા પાસે એનાં પગલાં અટકી ગયાં. અંદરથી રેશ્માનો અવાજ સંભળાતો હતો, 

''મને વિશ્વાસ છે કે તમે જલદી સારાં થઈ તે જશો, તમને અપંગજીવન જીવવાનીવારો નહીં આવે. જરા વિચારો, અગર મારા પગ લાચાર બની જાત તો તમે મારી સાથે કેવો વ્યવહાર કરત? તમારો મારા પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ જાત?   મારા તરફથી તમારી જવાબદારી વધી ગઈ હોત. જુઓ મારી સેવા જરૂર પરિણામ લાવશે. તમે પાછા સારા થઈ જશો, તમે એવું નવિચારો કે મારા પર તમે બોજારૂપ બની રહ્યા છો. આપણે એકબીજાના પૂરક છીએ.'' ન ''રેશ્મા, હું જાણું છું કે તું મને બેહદ પ્રેમ કરે છે. છતાં મારે અપંગ બનીને જીવવું નથી. મારે ખુલ્લી હવામાં દોડવું છે. મારે બારીમાંથી તાજમહેલ નથી જોવો. મારે તારી સાથે તાજમહેલ જોશ  છે.  તારા હાથમાં હાથી રાખીને - જોવો છે. અટકી ગયેલું જીવન મારે નથી જોઈ તું  રેશ્મા?''

'તમે  મારી  ચિંતા છોડી દો અને તમે  આપેલું એક વચન યાદ કરો કે તમારે મારે માટે આપણાં સપનાંનો તાજમહલ બનાવવાનો છે. તમે એ તાજમહેલ બનાવશો. આગામી  તુમાં  તમે ફરી ગોલ્ફના ચેમ્પિયન બનશો.  તમારે  બારીમાંથી જગત જોવું  નહીં પડે. તમે ચિંતા કરવી છોડી દો અને કહો કે આજે હોટલમાંથી   સુમને  જ્યારે એના પતિ તરફ નજર કરી તો એના હોશકોશ  ઊડી ગયો, એને વિશ્વાસ નહોતો આવતો કેનિખિલની સામે ઊભી હતી. આ સંયોગની તો તેણે કલ્પના સુધ્ધાં કરી નહોતી,તેના કાનમાં શબ્દો ગુંજન કરવા લાગ્યા, 'નિખિલ, સુમન માત્ર તારી છે, તારી રહેશે, કુદરત પણ આપણને ક્યારે પણ જુદાં કરી નહીં શકે. હું માત્ર તારા માટે જીવીશ અને તારા માટે મરીશ, સુમનને લાગ્યું કે એ બેભાન થઈ જશે.

નિખિલ  પણ  સુમનને ઓળખી  ગયો. '' 'અરે, સુમન તું? કેમ છે? ક્યાં હતી આટલા દિવસ? તારા પતિ તો મજામાં છેને?''

સુમન કોઈ જવાબ આપી શખી નહીં. રેશ્માએ કહ્યું, 'નિખિલ એક વાત તો મારી સમજમાં આવી ગઈ કે તમે એકબીજાને પહેલેથી ઓળખો છો. મારે હવે પરિચય કરાવવાની જરૂર નથી, પરંતુ બિચારી સુમને એક સામટા આટલા બધા સવાલ તો ન કરો. હજુ સુધી તો તમે તેને બેસવાનું પણ કહ્યું નથી.''નિખિલે કહ્યું, 'હા, તો હવે બેસ. પહેલા ચા-કોફી પીએ પછી વાત કરીએ.'' ઼

'નિખિલ હવે હું કોફી નથી પીતી.'' સુમન બોલી અને તેના પગ તરફ નજર કરતાં પૂછયું, 'નિખિલ આ કેવી રીતે થયું.''

'' ''એક કાર અકસ્માતમાં પગ ખોઈ બેઠો છું. હવે તું કહે, તારા 'એમને ક્યાં મૂકીને આવી

સુમનના બદલે રેશ્માએ જવાબ આપ્યો, ''  હું ને સુમન હોટલ પરથી કશુંક લઈને આવીએ. પહેલાં અમે ત્યાં પેટ ભરીને જમીશું પછી જનાબ તમારી મનપસંદ વાનગી પેક કરાવી તરત પાછાં તમારી સેવામાં હાજર થઈ જઈશું. એ પછી જૂની સ્મૃતિઓને વાગોળીશું.''

રેશ્માના ઘેરથી જ્યારે સુમન પોતાના ઘેર પાછી પહોંચી ત્યારે રાહુલ તેની રાહ જોતો હતો. તેણે સુમનને સવાલ કર્યો, 'ક્યાં હતી,  સુમન?''

સુમન જવાબ દેવાના બદલે ૨ડી પડી. રાહુલે તેનો હાથ પકડી લીધો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TQSb1z
Previous
Next Post »