
નડિયાદ, તા.12 માર્ચ 2020, ગુરુવાર
કપડવંજ તાલુકામાં આવેલી વાત્રક નદીના પૂલ પર એકા એક પાંચ ફુટનુ ગાબડુ પડતા વાહનવ્યવહાર ખોરવાયો છે.વળી આસપાસના ગામોના હજારો સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા છે.
કપડવંજ તાલુકાનો જીવાદોરી સમાન પુલ પર મસમોટુ ગાબડુ પડતા તકેદારીના ભાગરૂપે વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે.કપડવંજ તાલુકાને જોડતો પથાવત પાસે આવેલ વાત્રક નદી ઉપર આજથી દશ વર્ષ પહેલા આ પુલનુ નિર્માણ કરાયુ હતુ.જેથી આ વિસ્તારના લોકોને કપડવંજ અમદાવાદ જવા માટે સરળ પડતુ હતુ.અને સમય અને આર્થિક બચત થતી હતી.પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તકલાદી કામને કારણે પુલ દશ વર્ષમાં જ મસમોટુ પાંચ ફુટ ગાબડુ પડયુ છે.
તકેદારીના ભાગરૂપે આ પુલ ઉપર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે.અને પુલના બંને છેડા ઉપર પોલીસ બંદોબસ્ત ફાળવી ગોઠવી દેવામાં આવ્યો છે.પુલ બંધ થવાના કારણે કપડવંજ તથા અમદાવાદ તરફ જતા સ્થાનિક લોકોને વીસ થી પચ્ચીસ કિ.મી જેટલુ વધુ અંતર કાપી જવુ પડે છે.તાકિદે આ પુલનુ રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે.
આ અંગે જિલ્લા અધિક કલેકટરે પ્રતિબંધ જાહેર કર્યો છે.જેમાં રસ્તો બંધ થતા વૈકલ્પિક માર્ગ તરીકે આંતરસુબા તરફથી આવતા વાહનો માટે આંતરસુબા-વાઘજીપૂરા ઉં.મહાદેવ-દેવકરણના મુવાડા-બારીય-બારડોલી-નારપુરા-અપ્રુજી-સરખેજ તરફ જશે તથા અપ્રુજી ચોકડી તરફથી આવતા વાહનો માટે તોરણા-છીપડી- રોડ થી નેશનલ હાઇવે સરખેજ-અપ્રુજી રોડ થઇ આગળ જશે.આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Qc2CM4
ConversionConversion EmoticonEmoticon