બોગસ ભરતી મામલે પીપલ્સ મેડિકેર સોસાયટીના પ્રમુખ સહિત બે સામે ફરિયાદ


આણંદ, તા.12 માર્ચ 2020, ગુરુવાર

આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટીના પ્રમુખ બીપીનચંદ્ર પી. પટેલ અને પીએમ પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના ઈન્ચાર્જ આચાર્ય હરિહર પટેલ સામે બીએડ કોલેજમાં અગાઉ નોકરી કરતી પ્રાધ્યાપકની ખોટી સહીઓ કરી સ્ટાફ પ્રોફાઈલમાં દર્શાવી યુનિવર્સિટી સામે વિશ્વાસઘાત કરતાં સરદાર પટેલ યુનિવર્સિટીના રજીસ્ટ્રારે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ચરોતરના શિક્ષણજગતમાં હડકંપ મચી જવા પામી છે. 

યુનિ. ઈન્ચાર્જ રજીસ્ટ્રાર તુષારકાંત મજમુદારે  વિદ્યાનગર પોલીસમાં  નોંધાવેલી ફરિયાદ અનુસાર આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટીના પ્રમુખ બીપીનચંદ્ર પી. પટેલ અને પી.એમ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન (બીએડ્)ના ઈન્ચાર્જ આચાર્ય હરિહર પટેલે ભેગા મળીને પીએમ પટેલ કોલેજના ટીચર્સ સ્ટાફ પ્રોફાઈલમાં સોનલબેન દવે નામની યુવતીને કોલેજમાં નોકરી કરતા દર્શાવી એનસીટીઈ માટે એપ્રુઅલ થવા આવેલ પ્રોફાઈલમાં તેની ખોટી સહીઓ કરી પ્રોફાઈલ મંજુર કરાવી સરદાર પટેલ યુનિવર્સિટી સામે વિશ્વાસઘાત કર્યો હતો અને ટીચર્સ સ્ટાફ પ્રોફાઈલના બોગસ દસ્તાવેજ બનાવી સાચા તરીકે ઉપયોગ કરીને મંજૂર કરાવી વિદ્યાર્થીઓને બીએડ્ કોલેજમાં પ્રવેશ અપાવી લાખો રૂપિયાની ઠગાઈ આચરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. 

બીએડ કોલેજમાં  વર્ષ ૨૦૧૬માં ફરજ બજાવતાં સોનલબેન દવે નામની વ્યક્તિ નોકરી કરતા પ્રાધ્યાપકે રાજીનામું આપી છુટા થયા હોવા છતાં આ પ્રાધ્યાપકના બોગસ દસ્તાવેજો અને ખોટી સહીઓ કરીને વર્ષ ર૦૧૯માં બીએડ કોલેજના સ્ટાફ પ્રોફાઈલમાં ફુલ ટાઈમ અધ્યાપક તરીકે નોકરી કરતા દર્શાવવામાં આવ્યા હતા. અને એપ્રુઅલ માટે યુનિ.માં જરૂરી દસ્તાવેજો મોકલવામાં આવ્યા હતા જોકે યુનિ.ના સ્ટાફ દ્વારા શંકા જતાં બીએડ કોલેજમાં કાયમી પ્રાધ્યાપક તરીકે નોકરી કરનાર સોનલબેનનો સંપર્ક કરી જરૂરી સ્પષ્ટતા કરવાનું પત્ર લખી જણાવતાં બોગસ ભરતી કૌભાંડનો ભાંડો ફૂટી ગયો હતો.આમ પીપલ્સ મેડીકેર સોસાયટીના પ્રમુખ અને પીેએમ પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન (બીએડ)ના ઈન્ચાર્જ આચાર્ય દ્વારા છેતરપિંડી કરી સરદાર પટેલ યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવું કૃત્ય કરી કૌભાંડ આચરી લાખો રૂપિયાની ઉઘરાણી કરી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

યુનિ.ને શંકા જતાં બોગસ ભરતીનો ફાંડો ફૂટયો

યુનિ.ને પ્રમાણિત કરવા મોકલવામાં આવેલ સ્ટાફના દસ્તાવેજોમાં શંકા જતાં યુનિ. દ્વારા ૨૧-૧૨-૨૦૧૯ના રોજ સોનલબેન દવેને પત્ર લખી તેઓ પી.એમ. પટેલ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે કે કેમ તે અંગે સ્પષ્ટતા કરવા જણાવતાં તેમાંના દ્વારા રપ-૧ર-૨૦૧૯ના રોજ પત્ર લખી જણાવાયું હતું કે, તા. ૨૧-૧૧-૨૦૧૬થી આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટીમાં રાજીનામું આપી છુટા થયેલ છે. તેમજ  બીએડ કોલેજમાં તેમની કાયમી નોકરી કે સહી અંગે કોઈ પ્રકારની સંમતિ લેીધેલ નથી. તેમજ યુનિ.માં રજુ કરાયેલા દસ્તાવેજો પર તેમના ફોટા પર કરેલી સહી ખોટી હોવાનું જણાવી છેતરપિંડી કરી હોવાનું  જણાવ્યું હતું.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2w2c2TE
Previous
Next Post »