
નડિયાદ, તા.12 માર્ચ 2020, ગુરુવાર
ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ ગળતેશ્વર મહાદેવ ખાતે છેલ્લા પાંચ દિવસથી યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટયું હતું. ડાકોરમાં ફાગણી પૂનમના લોકમેળા નિમિત્તે ગળતેશ્વર ખાતે પણ સ્નાન કરવા લાખો યાત્રાળુઓ આવ્યા હતા. પરંતુ આજે મહી નદીના કિનારે ઠેર ઠેર કચરો અને ગંદકી ફેલાઇ છે.
જેથી આજરોજ સુવારથી જ ગળતેશ્વર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી અને તેમની ટીમના ૬૦ થી વધુ કર્મચારીઓ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.
ગળતેશ્વર મહાદેવ ખાતે હોળી-ધુળેટીના પર્વ નિમિતે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટયા હતા. જેમને દર્શન અને ન્હાવાનો લ્હાવો લીધો હતો.પરંતુ આ દરમ્યાન પર્યટકો દ્વારા જ્યાં અને ત્યાં પ્લાસ્ટીકની થેલીઓ,કચરો અને અન્ય ચીજવસ્તુઓ ફેકવામાં આવી હતી.જેથી આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગંદકી અને કચરાના ઢગ જોવા મળ્યા હતા. આ બાદ આજરોજ ૧૦ઃ૦૦ વાગ્યાની અરસામાં ગળતેશ્વર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી કરણભાઇ પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.છેલ્લા ચાર-પાંચ દિવસથી ઠેર ઠેર પડેલ કચરો વીણી ટ્રેકટરોમાં ભરવામાં આવ્યો હતો.
ગળતેશ્વર તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતાના બેનરો,હાથ મોજા, કચરો નાખવાના મોટા ડ્રમ, નાની ડોલો, ટ્રેકટર, ઢોલ નગારા સાથે કચરો વીણવાની શરૂઆત કરાઇ હતી.આ ઉપરાંત નદીના પટ્ટમાં અને પથ્થરો પર રહેલ જૂના તુટેલા કપડા,શેરડીના કૂચા,નાળીયેરના છોતરા વગેરે વસ્તુઓ વિણવામાં આવી હતી.બે થી ત્રણ ટેે્રકટર જેટલો કચરો એકઠો કરી તેને બાળી દેવામાં આવ્યો હતો. સરકારી અધિકારીઓ દ્વારા આ કામ કરાતું જોતા ત્યાં આવેલા પર્યટકો પણ પ્રભાવિત થયા અને તેઓ પણ સ્વચ્છતા કાર્યમાં જોડાઇ ગયા હતા. આ સ્વચ્છતા અભિયાનમાં સરનાલ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી, દુકાનદારો, પર્યટકો અને સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TJETVU
ConversionConversion EmoticonEmoticon