પરીક્ષાના દિવસોમાં અભ્યાસ ઊપરાંત ડાયટનું પણ મહત્વ


બાળકોની પરીક્ષાઆવે એટલે માતા-પિતાની માનસિક તાણ વધી જતી હોય છે. પરીક્ષામાં ઉતીર્ણ થવા માટે અભ્યાસ જેટલો મહત્વનો છે તેટલું ડાયટ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. 

સ્વસ્થઆહાર

પરીક્ષાના તાણને કારણે બાલકોના મગજ પરવધુ દબાણ આવતું હોય છે. આ માટે તેને મગજને ફાયદાકારક આહાર આપવો સલાહભરેલો છે. તેથી બિસ્કિટ, ટીપ્સ જેવા નાસ્તા ન આપવાની બદલે અખરોટ, બદામ અથવા એનર્જી બાર આપવા. 

દૂધ અને તેની બનાવટના ખાદ્ય પદાર્થો

બાળકોના ડાયટમાં દૂધ અને તેની બનાવટના પ્રોડક્સ સામેલ કરવા. દૂધ એક ઉત્તમ આહાર છે, તેથી બાળકને માફક  આવતુ ંહોય તો દિવસમાં ત્રણ વખત આપી શકાય. 

બ્રેઈન બૂસ્ટર  

અખરોટ, અળસી, કેશા, કાબુલી ચણા, પાલક અને બ્રોકલી આ એવા ખાદ્ય પદાર્તો છે,જે ખાવાથી યાદશક્તિ વધે છે, તેમ જ અભ્યાસ પણ ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. 

પ્રવાહી ડાયટ

પાણી આપણા શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તેથી એ વાતનું ધ્યાન રહે કે, રોજના ૮-૧૦ ગ્લાસ પાણી બાળક પીએ. આ ઉપરાંત અન્ય પ્રવાહી પણ કોફી અથવા ડાર્ક હાર્ડ ચોકલેટ પણ આપી શકાય જેમાં સમાયેલ કેફીન બાળકને એકટિવ અન ેલર્ટ રાખે છે. 

હેલ્ધી ફૂડ

બ્રેકફાસ્ટ, લંચ અન ેડિનર જ નહીં પરંતુ નાસ્તો પણ હેલ્ધી હોવો જરૂરી છે. તેથી સ્નેકસ તરીકે  તાજા ફળો, પ્રોટીન બાર, સેકેલા શીંગદાણા, મખાણા, શેકેલા ચણા આપી શકાય મોડી રાત સુધી બાળક અભ્યાસ કરતું હોય ત્યારે ચિપ્સ અન ેઅન્ય તળેલા નાસ્તા કરતા આવા ખાદ્યપદાર્થો આપવા.

- મીનાક્ષી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TVi8xb
Previous
Next Post »