જીવનશૈલીની જટિલતાને કારણે યુવતીઓ-યુવાનો એવી એવી ગંભીર બિમારીઓનો શિકાર બની જાય છે કે જે પ્રૌઢાવસ્થામાં દેખાતી હોય. તે આજે યુવાવસ્થામાંં જ શિકાર બનાવી દે છે: સ્થૂળતા પર કેવી રીતે અંકુશ લાવવો?
દરરોજ ટ્રાફિક જામ અને પ્રદૂષણનો માર ઝીલી સમયસર ઓફિસ પહોંચવાની તાણ, બાળકોનું ભણતર અને કેરિયર સાથે જોડાયેલી ચિંતા, અત્યંત વ્યસ્ત જીવનશૈલી, અનિયમિત દિનચર્યા અને ખાનપાનની ખોટી આદતોને કારણે આજની યુવાપેઢી કંઈ કેટલીય ગંભીર બીમારીઓની ચપેટમાં આવી રહી છે. શા માટે આવી સમસ્યા સર્જાય છે, આ સમસ્યાનો કોઈ ઉકેલ છે ખરો? એમાંથી બહાર નીકળી ફરી સાજા થઈ નવેસરથી જિંદગી જીવવા શું કરવું? ચાલો જાણીએ આ અંગે...
ઓબેસિટી-સ્થૂળતા
આ આધુનિક જીવનશૈલી સાથે સંકળાયેલી એવી સમસ્યા છે, જેને કારણે મોટાભાગના શહેરી યુવાન-યુવતીઓ પરેશાન રહે છે. ચિંતાજનક વાત તો એ છે કે તેને તેઓ મામૂલી સ્થૂળતા સમજે છે અને સમસ્યાની ગંભીરતાને સમજી નથી શકતા. જોકે હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટિશ અને હૃદયરોગ જેવી ગંભીર સમસ્યાનું મૂળ કારણ આ જ છે.
કારણો શા ? : અતિ આરામદાયક જીવનશૈલી, શારીરિક ગતિવિધિઓ અને એક્સરસાઈઝની કમી, જંક ફૂડ, ઘી-તેલ અને સાકર, સોફ્ટ ડ્રિન્ક્સ અને આલ્કોહોલની વધુ માત્રામાં સેવન, અનિયમિત દિનચર્યા વગેરે... સામાન્ય રીતે લોકો જેટલી માત્રામાં કેલેરી લે છે, તેની સરખામણીમાં તેને એટલી વાપરતા નથી. આ કારણે શરીરમાં ફેટ (ચરબી)નો સંગ્રહ થવા લાગે છે અને લોકોનું વજન વધવા લાગે છે.
કેવી રીતે બચી શકાય? : મેંદો, ઘી, તેલ, જંકફૂડ, મીઠાઈ, ચોકલેટ, કેક-પેસ્ટ્રી, સોફ્ટ
ડ્રિન્ક્સ અને આલ્કોહોલથી દૂર રહો. દરરોજના ખાનપાનમાં સાકરનો ઉપયોગ ઘટાડો-મર્યાદિત રાખો. લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો. નજીક જવું હોય તો પગપાળા જ જાવ. સવાર-સાંજ વૉક કરો અને એક્સરસાઈઝ માટે સમય ફાળવો. આજકાલ એટલા બધા એવા ચેપ અને રિસ્ટ બેન્ડ ઉપલબ્ધ છે કે જે નિરંતર વ્યક્તિઓની શારીરિક ગતિવિધિઓનું વિવરણ આપે છે. આવા સાધનોના વપરાશથી શરીરનું વજન ઘટાડવાનું શક્ય બને છે.
- ભૂપેન્દ્ર પટેલ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39D4xRH
ConversionConversion EmoticonEmoticon