
આજે શ્રીદેવી આપણી વચ્ચે નથી. છતાં તેના મોતની આસપાસ પ્રસરેલા રહસ્યના જાળાની પેલે પાર શું છે, એ પ્રશ્ન હજુય સતત સળગતો રહ્યો હોય એવું લાગે છે.
'હું તને દરરોજ યાદ કરું છું....'
આવી કેપ્શન સાથે જ્હાન્વી કપૂરે તેની માતા સાથે નાનપણની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ઓચિંતી વિદાય લેનારી માતાને યાદ કરી ત્યારે માત્ર જ્હાન્વીના જ નહીં પણ શ્રીદેવીના લાખો-કરોડો ફેન્સ, ફેમિલી અને ફિલ્મોદ્યોગના અનેકના હૃદય એક ધબકાર જરૂર ચૂકી ગયા હશે. એનું કારણ ખૂબ સહજ છે કેમ કે ૨૪ ફેબુ્રઆરી, ૨૦૧૮ના રોજ દુબઈમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયેલા પતિ-પત્ની - બોની કપૂર અને શ્રીદેવીમાંથી લેડી સુપરસ્ટારે ઓચિંતી વિદાય લીધી હતી, એ દુર્ઘટના આજે પણ લોકોના હૃદયમાંથી ભૂંસાઈ નથી.
ઘણા ઓછાને ખબર હશે, પણ ફિલ્મ-પત્રકારો અને ફિલ્મજગતમાં શ્રીદેવીનું હુલામણું કત નામ 'મમ્મી' હતું, તેઓ 'માઈ' (માતા) તરીકે ઓળખાતા. માત્ર બોલીવૂડમાં જ નહીં, પણ સાઉથમાં શ્રીદેવીએ એકચક્રી શાસન કર્યું હતું, બેશક એ માટે તેમણે જબરદસ્ત સ્પર્ધા આપી હતી અને ગળાકાપ સ્પર્ધામાં મજબૂતાઈથી ટકી રહી હતી. તેણે ૫૦ વર્ષથી વધુ કારકિર્દીમાં ૩૦૦ ફિલ્મો કરી હતી અને એ પ એક-બે નહીં પણ પાંચ-પાંચ ભાષાની ફિલ્મોમાં.
શ્રીદેવીએ સુપરસ્ટારની બિરુદ કંઈ એમને એમ નહોતું મેળવ્યું. સિનેમા સંસ્કૃતિ સાથે તેણે સાઉથથી આગળ વધી પરંપરાગત સંયુક્ત ભારતમાં સમગ્રતયા પોતાની મોહિનમી પાથરી દીધી હતી. આ કંઈ તેણ એમને એમ નહોતું હાંસલ કર્યું, પણ વર્ષો સુધી 'દિવસની છ સિફ્ટ' માં અથાગ કામ કરી, મહેનત કરી મેળવ્યું હતું. એ સાચું કે નૃત્ય અને ગીતોમાં કોઈ તેનું હાથ પકડી શકે એમ નથી. ફિલ્મો હિન્દી હોય કે દક્ષિણની કોઈ ભાષાની શૂટીંગમાં સમયસર પહોંચવું એ તેની આદત હતી આથી જ તો તે ઘણાં લાંબા સમય સુધી મુંબઈ અને મદ્રાસ વચ્ચે આંટાફેરા મારતી રહેતી હતી.
લેખક સત્યાર્થ નાયકે શ્રીદેવી પર લખેલા પુસ્તક (બાયોગ્રાફી) 'શ્રીદેવી : ધ એટર્નલ સ્ક્રીન ગોડેસ' માં તેના જીવનને સ્પર્શતી તલસ્પર્શી અને અત્યંત ભાવુક ઉદાહરણો ટાંક્યા છે, જે વાચકોને સ્પર્શી જાય એવા છે. આમ છતાં, લેખકને પૂરેપૂરો સંતોષ નથી થયો એવું તેમણે કબૂલ્યું છે. એક સ્ટારના અવિશ્વસનીય ઉદયને લેખકે ખૂબ સંવેદનાપૂર્વક ચીતર્યું છે.
શ્રીદેવી માત્ર ચાર વર્ષની હતી, માતાના પાલવ પાછળ છૂપાતી હતી ત્યારે તેણે ફિલ્મોન પ્રથમ શોટ આપ્યો હતો. તેણે છેક ૧૯૭૨માં પ્રથમ હિન્દી ફિલ્મથી બોલીવૂડમાં પ્રવેશ મેળવ્યો હતો, અને એ પછી ૨૦ વર્ષ થયા હોવા છતાં એ મુંબઈમાં હોટેલ (સેન્ટૂર અને સી રોક) માં જીવન ગુજારતી હતી. મુંબઈ અને મદ્રાસ વચ્ચે વિમાનમાં ઉડાઉડ કરતી હતી.
ફિલ્મઉદ્યોગમાં રેખા જ તેની એકમાત્ર ફ્રેન્ડ છે,' એવું તેણે એકવાર કહ્યું હતું. તેની માતા-રાજેશ્વરી જ તેના તમામ બિઝનેસનું ડિલિંગ ક કરતી. સેટ પર પણ શ્રીદેવી ભાગ્યે જ કોઈ સાથે બોલતી. પછી ભલે તે કોઈ સહકલાકાર કેમ ન હોય? ઓછું બોલવાનું એક કારણ ભાષાનો મુદ્દો પણ હતો. એ અંગ્રેજીમાં અથવા તો હિન્દીમાં સડસડાટ વાત નહોતી કરી શકતી.
આમ આવી લજ્જા અને સંકોચ હોવા છતાં ફિલ્મોના દર્શકો સાથે તેનો અનેરો સેતુ હતો જેમાં શબ્દોની કોઈ જરૂર નહોતી. આ સેતુ થકી જ તો તેણે બોલીવૂડમાં ગજબનું સ્ટારડમ મેળવ્યું હતું અને જાળવ્યું હતું, છતાં તેના પગ તો ધરતી પર જ હતા, તેનામાં કોઈ પ્રકારનું અભિમાન કે ગૌરવ હોય એવું કોઈને કદી જણાયું નહોતું. ફિલ્મના પોસ્ટર પરથી જ અંદાજ આવી જતો કે શ્રીદેવીને જોવા દર્શકો થિયેટરો પર ટોળા જમાવશે અને બનતું પણ એવું જ!
આ સાથે જ, બીજી પણ એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે શ્રીદેવીનું કોઈ હરીફ નહોતું, એવું તો નથી જ. માધુરી દીક્ષિત વધતેઓછે અંશે શ્રીદેવીને ટક્કર આપતી, તેમાંય ખાસ કરીને 'રાજા' (૧૯૯૫) ફિલ્મને મળેલી જબરદસ્ત સફળતા પછી તો માધુરીની શક્તિ વધી ગઈ હતી કેમ કે 'રાજા' ફિલ્મ પહેલા શ્રીદેવીને ઓફર થઈ હતી અને તે માટે તેણે ના પાડી હતી.
માધુરી દીક્ષિતની જેમ જ જયાપ્રદા તો છેક સાઉથની શ્રીદેવીને ટક્કર આપી રહી હતી. જયાપ્રદા અને શ્રીદેવી વચ્ચે સતત સંઘર્ષ થતો. જો કે જયાપ્રદાના હાથમાંથી 'નગિના' (૧૯૮૬) જતી રહી અને તેનો સીધો ફાયદો શ્રીદેવીને થયો. 'નગિના' ફિલ્મે શ્રીદેવીની લોકપ્રિયતા રોકેટ ઝડપે વધારી, જેની કલ્પના તો કોઈએ નહીં કરી હોય.
લેખક સત્યાર્થ નાયકે બાયોગ્રાફીમાં એવી દલીલ કહે છે કે 'નગિના' ફિલ્મે એલ.જી.બી.ટી. કોમ્યુનિટી પર ગજબની મોહિની પાથરી અને તે બધા શ્રીદેવીના દીવાના થઈ ગયા. 'ઈચ્છાધારી નાગ' નું પાત્ર ગે-કોમ્યુનિટીની એક ઓળખ રૂપ બની ગયું.
'નગિના' પહેલા અને પછી શ્રીદેવીની ફિલ્મોએ દર્શકોને પોતાના વશમાં કરી લીધા અને ેનો સીધો લાભ શ્રીદેવીને થયો. ટોપ ટેનમાં ક તેનું સ્થાન ઝળકી ઉઠયું. 'મિ. ઈન્ડિયા' (૧૯૮૭) થી શરૂ કરીને 'ખુદા ગવાહ' (૧૯૯૨), 'લમ્હે' (૧૯૯૧) પછી આગળ જ વધતી રહી લોકપ્રિયતા. અરે, એ સમયમાં તો કોઈપણ હીરો શ્રીદેવી સાથે તેના સમયે કામ કરવા ઉત્સુક રહેતા હોવાનું કહેવાનું હતું.
લોકકળા અને લિજેન્ડ એક સાથે ધબકી શકે એ વાત તો કલ્પનાતિત બની ગઈ. અમિતાભ વચ્ચેની જેમ શ્રીદેવીના ખભા પણ એટલા મજબૂત રહેતા કે તે આખી ફિલ્મનો ભાર સહન કરી ફિલ્મને અપાર સફળતા અપાવી શકતા. શ્રીદેવીએ પણ ત્રણ પેઢી સમક્ષ કામ કર્યું છે. શ્રીદેવીએ નવ ફિલ્મોમાં ડબલ રોલ્સ કર્યા છે, જે કદાચ વર્લ્ડ રેકોર્ડ્સ હોય શકે. શ્રીદેવીએ ૧૫ વર્ષ સુસુપ્તાવર્ષામાં વિતાવ્યા અને ઘરગથ્થુ જીવન પસાર કર્યું. કોઈ અશક્યને શક્ય બનાવી શ્રીદેવીએ પોતાના પ્રભાવને એક નવો ઓપ આપ્યો છે.
આ પછી શ્રીદેવી ફરી આવી 'ઈંગ્લિશ-વિંગ્લિશ' (૨૦૧૨) અને મોમ (૨૦૧૭) ફિલ્મો થકી. આ ફિલ્મોમાં એક અલગ અભિનેત્રી તરીકે તેણે સ્થાન મેળવ્યું. અને એપછી તે ફરી અદ્રશ્ય થઈ ગઈ. શ્રીદેવીને હોરર ફિલ્મો ઘણી ગમતી.
જો કે આજે શ્રીદેવી આપણી વચ્ચે નથી. છતાં તેના મોતની આસપાસ પ્રસરેલા રહસ્યના જાળાની પેલે પાર શું છે, એ પ્રશ્ન હજુય સતત સળગતો રહ્યો હોય એવું લાગે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3axn3e6
ConversionConversion EmoticonEmoticon