રોહિત શેટ્ટીનું નવુ નજરાણું 'બેડ બૉય્સ ફોર લાઈફ'


કાર, એક્શન અને કોપ-બોલીવૂડમાં આ ત્રણ જણ સાથે સૌથી વધુ જો કોઈ નિકટ હોય અથવા તો તેમની સાથે સારી રીતે કોઈ કામ પાર પાડી શકતા હોય તો તે છે,  નિર્માતા-દિગ્દર્શક રોહિત શેટ્ટી! તેમણે આ ત્રણને કેન્દ્રસ્થાને રાખી કેટકેટલી હીટ ફિલ્મો આપી દર્શકોના દિલ જીતી લીધા છે, હવે તેમની કોપ-યુનિવર્સ રૂપે વધુ એક ફિલ્મ આવી રહી છે, 'સૂર્યવંશી'. રોહિત શેટ્ટી દ્વારા તાજેતરમાં જ એવી ઘોષણા કરવામાં આવી કે તેણે હોલીવૂડની કોપ એક્શન-કોમેડી 'બેડ બોય્સ ફોર લાઈફ' સાથે સહકાર સાધ્યો છે.

આ અંગેનો એક વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો જેને સોશિયલ મીડિયા પર જબરદસ્ત રિસ્પોંસ મળ્યો છે. 'બેડ બોય્સ ફ્રેન્ચાઈઝ તેના કલ્ટ્ને આગળ ધપાવશે. ભૂતકાળમાં દર્શકોએ આ દંતકથારૂપ જોડી-વિલ સ્મિથ અને માર્ટિન લોરેન્સને ખૂબ પ્રેમ આપ્યો છે અને હવે આ નવી ફિલ્મ દર્શકોના મનોરંજન માટે તૈયાર છે.

આ ફિલ્મે અમેરિકામાં બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા હાંસલ કરી છે. માત્ર દર્શકો જ નહીં, પણ કિટિક્સની વાહ-વાહ મેળવી છે.  

રોહિત શેટ્ટીએ જણાવ્યું કે 'ધ બેડ બોય્સ ફ્રેન્ચાઈઝમાં કાયમ જબરદસ્ત એક્શન હોય છે અને હવે 'બેડ બોય્સ ફોર લાઈફ' બીજું કંઈ નહીં, પણ વિનર છે. ભારતમાં આ ફ્રેન્ચાઈઝ સાથે હું જોડાયો તેનું મને ગર્વ છે. હું ઝડપભેર આ ફ્રેન્ચાઈઝને ભારતીય સિનેમામાં લઈ આવીશ'. સોની પિક્ચર એન્ટરટેઈનમેન્ટ (ઈન્ડિયા)ના મેનેજિંગ ડિરેક્ટર વિવેક કૃષ્ણાનીએ જણાવ્યું, 'આ ફિલ્મ માટે અમે રોહિત શેટ્ટી સાથે જોડાયા એની અમને ખુશી છે. તેઓ આવી ફિલ્મો માટેના પરફેક્ટ એમ્બેસેડર છે. તેમની ફિલ્મોમાં તેઓ જે રીતે એક્શન સિકવન્સ પેશ કરે છે, એ દર્શકોને ખૂબ ગમે છે. તેઓ ખરેખર 'બેડ બોય્ઝના પર્યાય છે'.

આમ રોહિત શેટ્ટી બોલીવૂડ માટે એક નવું વર્જન લાવી દર્શકોને આનંદમાં તરબોળ કરી દેવા તૈયાર થયા છે. ઓલ ધ બેસ્ટ! 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/334Sryp
Previous
Next Post »