
હું ઘણો આળસું છું. હું આવા ગેટ-ટુગેધર માં જવાનું ટાળું છું. એક વખત મારું શૂટીંગ પૂરું થાય કે તરત જ હું ઘર તરફ પાછો વળું છું અને મારો સમય પરિવારજનો સાથે વ્યતિત કરું છું.
બોલીવૂડમાં 'બલવાન' બાવડાંના જોરે પ્રવેશ મેળવી પોતાની તાકાત પર ખમતીધર બની રહેલા સુનીલ શેટ્ટીએ વિભિન્ન શેડ્સના કેરેક્ટર સાથે નવી ઈનિંગની શરૂઆત કરી છે અને રજનીકાંત સાથે 'દરબાર' ફિલ્મ કરી પોતાની હાજરીનો ડંકો વગાડી દીધો છે. જો કે એ પહેલાં સુનીલ શેટ્ટીએ પોેતાની મેળે જ બોલીવૂડમાંથીૂ થોડા વર્ષો માટે બ્રેક લઈ લીધો હતો. એ સમયે તેમણે તેમના પિતા અને પરિવારજનો સાથે વિતાવ્યો. આ પછી તેમણે કિચ્ચા સંદીપ સાથે 'પહેલવાન' ફિલ્મ કરી, જે અનેકવિધ ભાષામાં હતી. એ પછી 'દરબાર' અને એ પછી મોહનલાલ સાથે મલયાલમ ફિલ્મ 'મરાક્કર' કરી. આ બધી ફિલ્મોને સારો આવકાર મળ્યો. અહીં તેણે ફિલ્મ, ફિટનેસ અને ફેશન માટે વાતો કરી છે, જે માણીએ 'બલવાન' અભિનેતા સાથે વાતો કરીને.....
તમારા સંતાનો અહાન શેટ્ટી અને આથિયા શેટ્ટી તમારી પગદંડીએ ચાલી રહ્યા છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી રહ્યા છે, શું એક પિતા તરીકે તમને તેનું ગર્વ છે ? : સુનીલ શેટ્ટી કહે, 'એ શાળાએ જતો થયો ત્યારે એક પિતા તરીકેનું ગૌરવ અનુભવવા માંડયો હતો હું. તેઓ સારી વર્તણૂક ધરાવતા, વિનયશીલ, અદલ ધરાવતા વિદ્યાર્થીઓ હતા. મારી પત્ની માનાએ તેમને પ્રેમથી ઉછેર્યાં, મોટા કર્યા. અહાન અને આથિયા તેમના દાદા-દાદી સાથે ઉછર્યાં છે અને તેમની સાથે સારા મૂલ્યો, પ્રેમ અને વ્હાલ મેળવ્યા છે. તેઓ પોતે જ તેમની કેરિયર પસંદ કરે તો એમને વધુ ગમશે. હું એ માટે તેમને તાલીમ આપીશ. યુવતીઓ ફિલ્મો ભણી જાય તેની ઘણી ચિંતા તેમના વડીલોને હોય છે.
(આથિયા અંગે), પણ હું માનું છું કે જો તમે બહાદુર અને આત્મવિશ્વાસુ હો તો તમે આ વિશ્વમાંથી કંઈ પણ મેળવી શકો છો, એક પ્રેસમીટમાં મને પૂછાયેલો પ્રશ્ન મને યાદ છે, 'ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક સંદિગ્ધ - અપ્રમાણિક સ્થળ છે. તમે તમારી દીકરીને એ અંગે શી શીખામણ આપશો? મેં જવાબ આપ્યો, 'હું મારી પુત્રીને કોઈ શીખામણ નહીં આપું, પણ હું મારા પુત્રને એવી સલાહ આપીશ કે સ્ત્રીઓ સાથે સારું વર્તન દાખવજે. જો દરેક જણ આવું કરે તો ચિંતાનું તો કોઈ કારણ જ નહીં હોય. '
દક્ષિણના કલાકારો સાથે એક વાર્ષિક આયોજન થાય છે જેનો ઉદ્દેશ ધાર્મિકતાથી તેમાં હાજર રહે એવો હોય છે. બોલીવૂડમાં એવો ટ્રેન્ડ શરૂ કરવાનો ઈરાદો છે? સુનીલ શેટ્ટી કહે છે, 'બોલીવૂડમાં એવો કોઈ ટ્રેન્ડ નથી, પણ જ્યારે સાથે મળીને કામ કરવાનો સમય આવે ત્યારે આવી ટેન્ડન્સી જરૂર નજરે પડે છે. પણ હું તો તે વેળા શહેરથી વધુ દૂર જવાનું વલણ ધરાવું છું અને સફર પાછી વળીને ઘર તરફ જ આવે છે, જે ઘણી લાંબી અને થકવનારી જ હોય છે. આ ઉપરાંત હું ઘણો આળસું છું. હું આવા ગેટ-ટુગેધર માં જવાનું ટાળું છું. એક વખત મારું શૂટીંગ પૂરું થાય કે તરત જ હું ઘર તરફ પાછો વળું છું અને મારો સમય પરિવારજનો સાથે વ્યતિત કરું છું.
શનિવારે, સામાન્ય રીતે હું મારો સમય મારા બાળપણના મિત્રો સાથે વિતાવું છું. આ ઈન્ડસ્ટ્રીમાં મારા કેટલાક અગાઢ મિત્રો છે. હું તેમને મળું છું જ્યારે મને સમય મળે છે ત્યારે.'
તમે વધુ સામાજિક નથી અને તેને કારણે તમે ઘણી ફિલ્મોની તક પણ ગુમાવી છે?: સુનીલ, શેટ્ટી કહે, 'પાર્ટીઓમાં હાજર નહીં રહીને મેં કેટલીક તક પણ ગુમાવી છે, પણ મને તેનો કોઈ અફસોસ નથી. કેટલીક વખત મને જીવનમાંથી પસંદગી કરવાની તક મળે છે ત્યારે હું મારા પરિવારની પસંદગી કરું છું. મારી કારકિર્દીમાં એવા ચાર વર્ષનો સમયગાળો છે જેમાં મેં કશું કામ નથી કર્યું, પણ એ ચાર વર્ષનો સમય મારો એકદમ સુંદર ગયો. કેમ કે મેં એ સમય હું જેને સૌથી વધુ પ્રેમ કરું છું તેમની સાથે વિતાવ્યો. અને એ સમય દરમિયાન મીડિયા મ ને ભૂલી નહોતી ગઈ.
જ્યારે કેટલીક ફિલ્મો સારી ચાલતી ત્યારે તમે મને પૂછતાં કે કેવી લાગણી અનુભવો છો અને હું કહેતો કે હું સારી લાગણી અનુભવી રહ્યો છું. પણ મુવી જેવી કે 'દરબાર' મેં એ ફિલ્મ તો રજનીકાંત સર સાથે કામ કરવાની તક મળે એ માટે કરી છે. એવી જ રીતે 'પહેલવાન' પણ જબરદસ્ત હીટ નીવડી. અને તેની ક્રેડિટ તો હું ખાસ કરીને કિચ્ચા (સુદીપ) ને આપું છું. હું આ વાત સ્વીકારું છું હું માનું છું કે એ મારા જીવનનો સૌથી આનંદિત તબક્કો હતો. હું બધાની આમાન્યા જાળવું છું, પણ હું અસલામત નથી.'
અત્યારે તમે વાળનો નાનકડો અંબોડો વાળો છો તેથી રોકિંગ- મેન લાગો છો. તમારો સ્ટાઈલમંત્ર શું છે એ તો કહો? સુનીલ શેટ્ટી કહે છે, 'હું સ્પોર્ટ મેન છું કેમ કે મારા માથે વાળનો નાના ગુચ્છો છે. જો તમે સ્પોર્ટ્સપર્સન હો કે એક્ટર તમારે તમારી પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટની આવશ્યક્તા રહે છે. એક વેળા એવો સમય હોય છે કે તમે ફેશનને ડિક્ટેટ કરો, પણ હવે ફેશન તમને ડિટેક્ટ કરે છે. બ્રાન્ડ તમને કહે છે કે તમારે શું પહેરવું જોઈએ, કેવી રીતે ચાલવું જોેઈએ. હું તો હવે જૂની શાળાનો વિદ્યાર્થી બની ગયો છું. હું એ રીતે ઊભો રહીશ. હું તમારા વાળ ઓળીશ અને મારી દાઢીને પણ એક ઓપ આપીશ!'
તમારી નવી ફિલ્મ અંગે કંઈ જણાવશો? : 'હેરા-હેરી-૩' બની રહી છે, ' એમ કહી સુનીલ શેટ્ટીએ ઉમેર્યું. 'આ ફિલ્મ અગે કેટલાક મુદ્દા બાકી છે, પણ અમે ત્રણેય અક્ષયકુમાર, પરેશ રાવલ અને હું તો આ ફિલ્મ માટે તૈયાર જ છે. આ ઉપરાંત એક અમેરિકન ફિલ્મ છે, 'ફ્રોડસ્ટર્સ' જે ભારતના કોલ સેન્ટરના ભ્રષ્ટાચારની કથાવસ્તુ પર આધારિત છે.
તમારા સ્ટાઈલ - આઈકોન કોણ છે? જેકી શ્રોફ કાયમ મારો સ્ટાઈલ આઈકોન છે. હું માનું છું કે 'દાદા' આજે પણ પૃથ્વી પરના સૌથી સારા દેખાતા વ્યક્તિ છે. તેઓ સારા વસ્ત્રો પહેરે છે, એટલે જ નહીં, પણ તેની સાથે તેની જે સારી ભાવના છે એ કાબેલિદાદ છે. એ અત્યંત દયાળુ અને સ્વાર્થહિન છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IlboDe
ConversionConversion EmoticonEmoticon