ઘેર બેઠાં વાળને કલરફુલ બનાવો


વાળમાં કલર કરાવીને લુકમાં ફેરફાર કરવાની તમને ખૂબ ઉતાવળ છે, પરંતુ એ માટે પૈસા ખર્ચવાનું મન નથી થતું. આવામાં મોટા ભાગનાં લોકો બહારથી હેરકલર લાવીને ઘરે જ પ્રયોગ કરવાનું પસંદ કરે છે. ઘરે વાળમાં કલર કરવો એ કોઈ નવી વાત નથી, પરંતુ કેટલીક વાર જો કલર યોગ્ય રીતે ન થાય તો લુકમાં પોઝિટિવ મેકઓવર થવાને બદલે ચહેરો અરીસામાં જોવાલાયક પણ નથી રહેતો. હેરકલર દરમ્યાન થતી ભૂલોને કઈ રીતે અટકાવી શકાય એ જાણી લો.

ડાર્ક કલર

જો બ્લેક કે ડાર્ક બ્રાઉન જેવો કોઈ કોઈ રંગ કરવા માગતા હો તો શક્ય હોય ત્યાં સુધી એ ઘરે જાતે કરવાની ટ્રાય ન કરવી, કારણ કે જો યોગ્ય રીતે ન થાય તો લુક બગડી શકે છે. વાળનો કલર લાઈટ હોય અથવા વાળ સફેદ થઈ ગયા હોય તો એને પૂરી રીતે ડાર્કથી કવર કરવા થોડા મુશ્કેલ છે. જો નેચરલ કલરથી મેળ ખાતા શેડનું ફક્ત ટચઅપ જ કરવું હોય તો ઘરે જરૂર ટ્રાય કરો. આ ઉપરાંત વાળને ડાર્ક કલર કરો ત્યારે એ સ્કિન પર લાગી ન જાય એનું ધ્યાન રાખો, કારણ કે એના ડાઘ ઝડપથી જતા નથી.

ગ્રે-કવરેજ

જો ગ્રે વાળને ઢાંકવા માટે વાળમાં કલર કરવો હોય તો એ માટે કલરમાં થોડો ગોલ્ડ મિક્સ કરવાની ટ્રાય કરો. આનાથી ગોલ્ડન બ્રાઉન ઈફેક્ટ મળશે. જો ગ્રે વાળ પર ટોટલી બ્લેક શેડ લગાવશો તો એ ખરાબ લુક આપશે. એના કરતાં ગોલ્ડન બ્રાઉન ઈફેક્ટ નેચરલ લાગશે.

હાઈલાઈટિંગ

વાળમાં હાઈલાઈટિંગ ઘરે કરવું શક્ય નથી, કારણ કે એમાં સ્ટ્રીક્સની પોઝિશન યોગ્ય માપથી લેવી પડે છે. ખૂબ લાઈટ અને બ્લોન્ડ હાઈલાઈટ્સ કરવી હોય ત્યારે ઘરે પ્રોફેશનલ લુક નહીં મળી શકે. હાઈલાઈટ્સના કલરમાં પેરોક્સાઈડ નામનું કેમિકલ હોય છે જે હાઈલી એલર્જીક ગણાય છે. જો આ કેમિકલની સ્મેલ તમારાથી સહન નહીં થાય તો જાતે હાઈલાઈટ્સ કરવું અશક્ય છે. કામ અધૂરું રહ્યું તો લુક બગડશે. ગ્લોબલ હાઈલાઈટિંગમાં સ્ટ્રીક્સ વધુ આપવી પડે છે જે પણ જાતે કલર કરવાના હો તો મુશ્કેલ છે.

લાઈટથી ડાર્ક અને ડાર્કથી લાઈટ

તમારા વાળનો ઓરિજિનલ કલર લાઈટ હતો અને પછી તમે ડાર્ક કલર કર્યો. હવે ફરી પાછો તમને લાઈટ કલર જોઈએ છે. આ આઈડિયા સારો નથી. જે વાળ પર ઓલરેડી ડાર્ક કલર લાગેલો હોય એના પર લાઈટ રંગની કોઈ અસર થતી નથી. લાઈટમાંથી ડાર્ક કરેલા વાળને ફરી લાઈટ બનાવવા માગતા હો તો એ માટે તમારે ડાર્ક રંગ પૂરી રીતે ઊતરી જાય એની રાહ જોવી પડશે. હવે બજારમાં કેમિકલ દ્વારા વાળનો રંગ ઉતારવા માટે હેરકલર રિમૂવલ કિટ પણ મળે છે એનો વપરાશ કરી શકાય, પરંતુ આવું કરવાથી વાળને નુકસાન પહોંચી શકે છે.

લાલ રંગને વાળ પર લગાવતાં પહેલાં

જો વાળ ગ્રે થવા લાગ્યા હોય તો એને કલર કે મેંદીથી લાલ કરવાની કોશિશ કરવી એ યોગ્ય સમાધાન નથી. લાલા વાળવાળો લુક ધરાવતી વ્યક્તિનો ઈન્ડિયન સ્કિન ટોન ગમે એટલો ગોરો હોય તોયે સૂટ નથી થતો. આવામાં રેડથી વાળને કલર કર્યા બાદ એના પર ફરી પાછો નેચરલ બ્રાઉન શેડ લગાવો. આનાથી રેડ પણ નેચરલ લાગશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vRK3WF
Previous
Next Post »