બધા રંગ બધા પર નથી શોભતા. આ વાત જેટલી સરળ છે એટલી જ સાચી પણ છે. જે રીતે કોઈ એક જ સ્ટાઈલનો ડ્રેસ બધા ટાઈપની ફિગર પર સૂટ નથી થતો એ જ રીતે રંગો પણ નથી શોભતા. ક્યારેક ટ્રેન્ડી કલર ટ્રાપ કરવાના ચક્કરમાં ફેશન ડિઝેસ્ટર થઈ શકે છે. ફક્ત ડ્રેસ જ નહીં, એક્સેસરીઝ અને મેક-અપમાં પણ રંગોનું ખૂબ મહત્ત્વ છે. માટે જાણી લો કે કેવા કૉમ્પ્લેક્શન પર કયા રંગો શોભશે.
ગોરી ત્વચા
મેક-અપ:
કૉમ્પ્લેક્શન લાઈટ હોય ત્યારે કુલ શેડ્સ કહેવાય એવા રંગો વધુ શોભશે. એમરલ્ડ અને ગ્રે સ્મોકી આઈઝ માટે પરફેક્ટ છે. આ સિવાય સી-ગ્રીન, બ્લુ જેવા શેડ આઈ-શેડોમાં પણ શોભશે. હોઠ પર વાઈબ્રન્ટ પિન્ક અને સૉફ્ટ કોરલ શેડ સારા લાગશે.
કપડાં:
ગોરી ત્વચાના અન્ડરટોન શેડ્સ મોટા ભાગે પિન્ક અને પીચ હોય છે અને માટે જ કેટલીક વાર તેમનું કૉમ્પ્લેક્શન પેલ દેખાય છે. ત્વચા ફ્રેશ અને ચમકતી રાખવા માટે પિન્ક, ગ્રીન અને પીચ જેવા વાઈબ્રન્ટ શેડ્સ પહેરો. પિન્ક જ્યોર્જેટ ફેબ્રિકની સાડી ગોરી ત્વચા પર શોભશે. પીચ અને કૉરલ શેડમાં અનારકલી પણ પહેરી શકાય. તમારી સ્કિન સાથે વાયલેટ, બ્લુ અને બ્રાઉન જેવા ડીપ શેડ પણ સારા લાગશે.
જ્વેલરી:
જ્વેલરીના મેટલ સ્કિનના શેડમાં ફેરફાર નથી કરતા, પરંતુ ફેર સ્કિન સાથે ૨૪ કેરેટ પીળા સોના કરતાં વાઈટ ગોલ્ડ કે રોઝ ગોલ્ડ સારા લાગશે, પરંતુ અહીં દેખાવમાં થોડો રંગ ઉમેરવા માટે રૂબી, એમરલ્ડ અને ઓનેક્સ પહેરી શકાય, ગોરી ત્વચા પર આ શેડ વધુ શોભે છે.
ઘઉંવર્ણી ત્વચા
મેક-અપ:
રેડ અન્ડરટોનવાળા બ્રાઉસ, ચોકલેટ જેવા શેડથી આંખોને સ્મોકી લુક આપો. કૉરલ, રિચ ઑરેન્જ, વાર્મ પિન્ક અને રેડ પણ તમારા હોઠ પર સારા લાગશે. રેડ અને પિન્ક વિટીશ કૉમ્પ્લેક્શનને પ્રોપર સૂટ કરે છે.
કપડાં:
બને એટલા બ્રાઈટ રંગો પહેરો. વાઈટ, સ્કાય બ્લુ, સૉફ્ટ પિન્ક જેવા શેડ્સ તમારા પીળાશ પડતા કૉમ્પ્લેક્શન પર સારાં લાગશે. એક્વામરીન બન્ને પ્રકારની મેટલની જ્વેલરી સારી લાગશે. કલર સ્ટોન સાથે લુકને વધુ એન્હાન્સ કરી શકાય.
ડસ્કી સ્કિન
મેક-અપ:
આ સ્કિન ટાઈપ પહેલેથી જ થોડી ડાર્ક હોય છે એટલે રિચ અને વાર્મ લાગતા શેડ લગાવી શકાય. બ્લેક અને બ્રાઉનના શેડ પણ તમારા પર સારા લાગશે. હોઠ માટે રેડ, પ્લમ અને વાઈન જવા શેડ સારા લાગશે, જ્યારે બ્લશમાં રોઝ પિન્ક, પ્લમ, રેડ ડેવા ટોનવાળા શેડ સૂટ થશે.
કપડાં:
બ્રાઈટ, શૉકિંગ ક્લર્સ સાથે એક્સપરિમેન્ટ કરો. જો કમ્ફર્ટેબલ હો તો નિયોન પિન્ક, લાઈમ અને બીજા સિટ્રસ શેડ્સ પહેરી શકાય. ફક્ત પેલ શેડ અવૉઈડ કરવા. પેરટ ગ્રીન સારો લાગશે, પરંતુ પિસ્તા ગ્રીન જરાય નહીં શોભે. યલો અને એવા જ ઈલેક્ટ્રિક શેડ્સ તમારી સ્કિનને વધુ કૉમ્પ્લીમેન્ટ આપશે.
જ્વેલરી:
આ સ્કિન ટોન ખૂબ જ સેક્સી અને સુંદર માનવામાં આવે છે. ગોલ્ડ જેવી બ્રાઈટ મેટલ સાથે ડાયમન્ડ્સ, એમરલ અને રૂબી તમારી સ્કિન પર વધુ સૂટ કરશે. આ કૉમ્પ્લેક્શન ધરાવતી સ્ત્રીઓએ સિલ્વર અવૉઈડ કરવું, કારણ કે એ તમારી સ્કિનને કૉમ્પ્લીમેન્ટ નહીં કરે.
રોજિંદા ડ્રેસ-એક્સેસરીમાં
ઉમેરો તહેવારોના રંગ
ફેશન નિતનવા રંગો ધારણ કરીને માનુનીઓને લલચાવતી રહે છે. હવે તહેવારોની મોસમ આવી પહોંચી છે ત્યારે તમારા રોજિંદા પરિધાનમાં પણ થોડો ફેરફાર કરીને આ મોસમને મન ભરીને માણો.
કોઈ પણ સિઝનમાં ડેનિમ એવરગ્રીન રહે છે. ડેનિમ સાથે પરંપરાગત કે પછી મેટાલિક રંગોમાં મળતી ડિઝાઈનર કુરતી પહેરીને તહેવારને રંગીન બનાવી દો. જો કુરતીમાં વર્ક કરેલું હોય તો ગળા-કાનમાં કાંઈ ન પહેરો. માત્ર હાથમાં ડાયમંડ મઢેલું બ્રેસલેટ પહેરી લો. પરંતુ કુરતી પ્લેન હોય તો ગળામાં આકર્ષક પેન્ડ્ટ અને કાનમાં પેન્ડન્ટની ડિઝાઈનને મેચ થાય એવી ઇયર રિંગ પહેરો.
વસંતના ખિલેલા પુષ્પો જેવી એમ્બ્રોડરી કરેલા પંજાબી સૂટ કાયમ ફેશનમાં રહે છે. ફરક માત્ર એટલો કે ગ્રીષ્મ ઋતુમાં તમે હળવા રંગો પહેરવાનું પસંદ કરતા હો તો તહેવાર ટાંકણે લાલ, લીલા, જાંબુડી, મોરપીચ્છ કે મરૂન જેવા રંગોના ચુડીદાર-કુરતા ખરીદો.
આવા પંજાબી સુટ અથવા ચુડીદાર કુરતા સાથે કુરતાને મળતા આવતા રંગોથી બીડ, બો લગાડેલી અને એમ્બ્રોઇડરી કરેલી ચંપચલ પહેરો. સાથે ચુડીદારના કલર જેવી નેલ પોલીશ લગાવો.
ડ્રેસના કલર સાથે મિક્સ એન્ડ મેચ કરી શકાય એવી મેટાલિક હેન્ડબેગ લો. પ્લેન બેગના ફ્રન્ટમાં હળવું વર્ક કરેલું હશે તો તે આકર્ષક પણ લાગશે અને એમ્બ્રોઇડર્ડ કુરતી સાથે ઝાઝી ગોડી પણ નહીં દેખાય.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VYwtLD
ConversionConversion EmoticonEmoticon