ગોલ્ડ જ્વેલરીઃ પસંદગીમાં પરિવર્તન

ભારતીય નારી માટે સોનુ તેના જીવનનું મહત્ત્વનું ગણાય છે. પહેલા તેની સુરક્ષા માટે સ્ત્રીધન તરીકે ઓળખાતું હતું. મુસીબતના સમયે અડધી રાત્રે તે વેચીને પૈસા મેળવી શકાતા હતા. પરંતુ હવે ચિત્ર થોડું બદલાયું છે. આજની આધુનીક નારી સ્વતંત્ર બની છે. અને તેની પાસે આર્થિક સુરક્ષાના અન્ય વિકલ્પો છે. એટલે સોનુ સુરક્ષા તરીકે નહીં પરંતુ વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાડવા માટે ખરીદવામાં આવે છે.

વર્ષો પહેલાં ઘરના સોની પાસે જ સોનાના દાગીના બનાવવામાં આવતા હતા. પરંતુ હવે સમય બદલાતાં તે પ્રથમ પ્રથા બંધ થવાને આરે આવીને ઊભી છે. આધુનિકાઓ માટે બજારમાં સોનાના આભૂષણો બનાવતી બ્રાન્ડ હાજર થઈ ગઈ છે. અને આ માનુનીઓ પણ હવે જ્વેલરીને લોકરમાં રાખી મૂકવા નથી ખરીદતી. પરંતુ રોજબરોજ પહેરી શકાય તેવી 'લાઈટ વેઈટ' જ્વેલરીજ તેઓ પસંદ કરે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા શરૂ કરવામાં આવેલી 'કલેકશજી' આવી જ આધુનિક જ્વેલરી છે જેમાં આજની નારીને ગમતી અને લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ અનુસાર જ્વેલરી બનાવવામાં આવે છે. અને તેના લીધે જ પુરુષો પણ સહેલાઈથી તેને ભેટમાં આપી શકે છે. આ પ્રકારની બ્રાન્ડ જ્વેલરીથી સોનાની બજારમાં ઘણું પરિવર્તન આવ્યું છે. અને આ જ્વેલરી ટ્રેન્ડી અને ફંક્શનલ હોય છે.

યુવાન મહિલાઓની પસંદને ધ્યાનમાં રાખીને તેની જરૂરિયાત પ્રમાણે અનોખી ડિઝાઈન બનાવવી અત્યંત જરૂરી છે. ભારતીય અને પાશ્ચાત્ય ડિઝાઈનનું ફ્યુઝન કરીને ઘણા જ્વેલર્સ અને જ્વેલરી બ્રાન્ડે સોનાના પેન્ડન્ટ, બુટ્ટી, બ્રેસલેટ અને વીંટીની અનેક ડિઝાઈ બનાવી છે. ૧૮ અને ૨૨ કેરેટમાં મળતી આ જ્વેલરીની માંગ દિવસે દિવસે વધતી જાય છે. આ જ્વેલરી અત્યંત નાજુક હોય છે અને ખૂબ જ આકર્ષક હોય છે. તેની કિંમત પણ નોકરિયાત સ્ત્રીઓના ખિસ્સાને પરવડે તેવી હોય છે. એટલે તેઓ પોતાની જરૂરિયાત અને ઈચ્છા પ્રમાણે જ્વેલરી ખરીદી શકાય છે.

આજકાલ બોડી જ્વેલરી ખૂબ જ લોકપ્રિય થતી જાય છે. જેમાં સ્કાર્ફ, બેલ્ટ અને બાજુબંધ પણ ખૂબ જ પ્રિય બન્યા છે. છેલ્લાં બે દાયકામાં જ્વેલરી બનાવવામાં અને તેની ખરીદીમાં જબરજસ્ત પરિવર્તન આવ્યું છે. અને રેડીમેડ જ્વેલરીની ખ્યાતિ વધતી જાય છે.

ઉત્તર ભારતની નારીઓ આકર્ષક જ્વેલરીની દિવાની હોય છે અને હંમેશા નવી નવી ડિઝાઈનના પ્રયોગો કરતી હોય છે. અહીંની સ્ત્રીઓ પારંપારિક અને મોટી ડિઝાઈનની ભારે આભૂષણો વધુ પસંદ છે. મંગળસૂત્ર પ્રત્યેક પત્ની માટે લગ્નજીવનનું અવિભાજ્ય અંગ છે. લેટેસ્ટ ટ્રેન્ડ અને ડિઝાઈનના મંગળસૂત્ર પહેરવાનો ટ્રેન્ડ ચાલે છે. મંગળસૂત્રને આગવું દર્શાવવા તોમાં રંગીન મોતી હીરા જડીને એન્ટીક ફિનિશ આપવામાં આવે છે. આવા મંગળસૂત્રની ઉત્તર ભારતીય સ્ત્રીઓમાં માગ વધારે હોય છે.

જ્યારે દક્ષિણ ભારતીય સ્ત્રીઓ આભૂષણોની પસંદગીમાં ઉત્તર ભારતીય નારીઓ કરતાં જુદી હોય છે. અહીંઆ વગર પ્રસંગે પણ આભૂષણો પહેરીને ઈચ્છા પૂરી કર્યાનો આનંદ મેળવવામાં આવે છે. હાલમાં દક્ષિણ ભારતમાં એન્ટીક ઓરનેટ જ્વેલરીનો ટ્રેન્ડ છે. પારંપારિક 'કાસુ માલાઈ' એટલે કે, વચ્ચે મોટા સિક્કાવાળી કમર સુધીની લાંબી ચેન હજી આજે પણ દક્ષિણમાં એકદમ પ્રખ્યાત છે અને તે સમૃદ્ધિ તથા પ્રતિષ્ઠાનું પ્રતિક પણ ગણાય છે.

પારંપારિક ફુલોની ડિઝાઈન, સિતારા, કમળ અને હંસની ડિઝાઈન બદલે ભૌમિતિક ડિઝાઈ અને અંદર નાજુક નકશીકામ અને મોટી ડિઝાઈન વધારે પ્રિય થતી જાય છે. પારંપારિક મુલ્લાઈ મોટ્ટુ માલાઈ નેકલેસ જુની અને નવી ડિઝાઈનના ફ્યુઝનનો ઉત્તમ નમૂનો ગણાય છે. જેની સાથે પરંપરા અને લાગણી સંકળાયેલી છે. તે ઉપરાંત આધુનિક ડિઝાઈનમાં પણ તે આગળી ગણાય છે.

બારીક  નકશીકામ કરેલા આભૂષોમાં બંગાળનું નામ આજે પણ મોખરે છે. અહીં તારનું કામ અને નકશીકામ એમ બે પ્રકારે આભૂષણો બનાવવામાં આવે છે. અને બંને સોની કારીગરો બનાવે છે. મશીનમાં બનતા નથી. સોનાના તારનું કામ પણ નકશીકામની જેમ પાંચ હજાર વર્ષ જૂનું ગણાય છે. સોનાના પાતળા તારમાંથી ફુલ, પાંદડા તથા અન્ય મોટીફ બનાવવામાં આવે છે. બંગાળી ઘરેણામાં 'દોપટ્ટી' અને 'કોલકે' માંથી ફુલોની પ્રેરણા લેવામાં આવી છે. એમ કહેવાય છે કે, ભગવાન શંકરે કોલકેને આશિર્વાદ આપ્યા હતા. એટલે તેની સાથે ધાર્મિક માન્યતા પણ જોડાયેલી છે. પશ્ચિમ બંગાળના મૌખાલીનું નકશીકામ અથવા તકાશીમાં પર્શીયન ડિઝાઈનનો પ્રભાવ જોવા મળે છે. કારણ કે જે ડિઝાઈન  મોગલો દ્વારા અહીં સુધી પહોંચી હતી.

બંગાળના આભૂષણોની સોથી વધુ વેરાયટી ફિલ્મ 'દેવદાસ'માં જોવા મળી હતી. ભપકાદાર અને આંખોને આંજી નાંખતી આ જ્વેલરી તે સમયે ચાલતી ડિઝાઈનની ઝાંખી કરાવે છે. અતિ અલંકૃત અને બારીક નકશીકામવાળી જ્વેલરી તે વિસ્તારની ખાસિયત છે. કોલકાતાની સ્ત્રીઓ હજી પણ ભારે જ્વેલરી જ પસંદ કરે છે. જોકે, હવે નવી પેઢીમાં સમકાલીન ડિઝાઈન પણ લોકપ્રિય થતી જાય છે. ચીક (ચોકર) ચુર (ચુડા) રત્નાચૂર એટલે કે હાથનો પહોચો. હજી આજે પણ ત્યાંના પારંપારિક આભૂષણ ગણાય છે. રત્નાચૂર એટલે હાથનો પહોંચો જ હોય છે. પરંતુ આપણા પહોંચામાં આંગળીઓની વીંટી સાથે કાંડે પહેરવાનું બ્રેસ્લેટ હોય છે. જ્યારે રત્નાચૂરમાં બંગડીઓ હોય છે.

પશ્ચિમ ભારતના આભૂષણો તો ભારતના અન્ય ભાગ કરતાં તદ્દન અનોખા અને આગવા હોય છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના આભૂષણો એકબીજાથી તદ્દન જુદા પડે છે. પરંતુ આ બધા જ પ્રદેશમાં એક જ વાત મહત્ત્વની છે કે, સોનાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે.  રાજસ્થાનના દાગીનામાં રાજસ્થાની કારીગરી તથા મોગલ સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે.

રાજસ્થાની જ્વેલરીમાં 'બિંદી' (ટીકડો)નું મહત્ત્વ સૌથી વધારે હોય છે. જે સેંથામાં પહેરવામાં આવે છે. પ્રત્યેક સૌભાગ્યવતી સ્ત્રી માટે તે પહેરવું અત્યંત જરૂરી છે. જો કે હવે શહેરમાં વારે-પ્રસંગે તથા તહેવારમાં રાજસ્થાની મહિલાઓ બિંદી પહેરે છે. પરંતુ ગ્રામ્ય મહિલાઓ આજે પણ તેને અન્ય આભૂષણો સાથે જ પહેરેલો રાખે છે. ફુલોના  આકારની પીન અને વાળમાં ભરાવાનો નાનો દાંતિયો પણ ત્યાંની પારંપારિક જ્વેલરી ગણાય છે. ઝુમકાવાળી લાંબી લટકતી બુટ્ટીઓ  અને બંગડીને બદલે સોનાના કડા અહીંની આગવી વિશેષતા છે. કડાના બંને છેડે હાથી કે મોરના મુખ કોતરેલા હોય છે.

'પદ્માવત' ફિલ્મમાં પણ ટીપીકલ રાજસ્થાની શૈલીની જ્વેલરી સ્ત્રીઓમાં ખૂબ લોકપ્રિય થઈ હતી.

સોનાના ઘરેણા તો વર્ષોથી સ્ત્રીની સુંદરતાનું અભન્ન અંગ ગણાય છે. તેનો ઘરેણાંપ્રેમ ભારતીય અને પારંપારિક જ્વેલરી પૂરતો જ સીમિત નથી. પારંપારિક  આભૂષણો તહેવારો અને શુભપ્રસંગે પહેરવામાં આવે ચે. અને તેનો મોહ હજી ઓછો થયો નથી. પરંતુ આજે મોટા શહેરોમાં વસતિ માનુનીઓમાં સમકાલીન જ્વેલરીની માગ જોવા મળે છે. યુવાન, ફેશન-પરસ્ત નારીઓને તેના વોર્ડરોબ સાથે મેચ થતી હલ્કીફુલ્કી જ્વેલરી પહેરવાની ચાનક ચઢી છે.  અને તેમના આ શોખને ધ્યાનમાં રાખીને જ ઘણી બ્રાન્ડેડ જ્વેલરી બજારમાં આવી છે. જેમાં ૧૮ થી ૨૨ કેરેટનું સોનું વાપરીને પૂર્વ અને પશ્ચિમના સમન્વય સમી ડિઝાઈન બનાવવામાં આવે છે.

હવે તો આ જ્વેલરીમાં લેટેસ્ટ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને રંગ અને સોનાનો સુંદર ઉપયોગ કરવામાં આવે છે. હવે એન્ટીક ગોલ્ડ ફીનિશમાં અનકટ હીરા, રુબી અને એમરલ્ડ જડીને તદ્દન અનોખી રેન્જની નવી જ્વેલરીની જબરજસ્ત માગ ઉભી થઈ છે. તે ઉપરાંત નાના લટકણવાડી પહોળી પટ્ટીની કાશ્મીરી બંગડીની ફેશન પણ અત્યારે છે. અન્ય એક જાણીતી બ્રાન્ડે 'સૂર્ય'ને કેન્દ્રમાં રાખીને એક નવી રેન્જ બનાવી છે. આ શ્રેણીમાં સૌરચક્ર આસપાસ ફરતું જીવનચક્ર દર્શાવવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. આજની આધુનિક સ્ત્રીઓ સૂર્ય જેવી તેજસ્વી છે અને તેમનામાં સૂર્યના સ્વભાવનું પ્રતિબિંબ જોવા મળે છે. અને તેમાંથી પ્રેરણા લઈને  આ અનોખી શ્રેણી બનાવી છે.

લગ્નપ્રસંગે પેઢી  દરપેઢીથી ચાલતાં આવતાં આભૂષણો પહેરવાનો જમાનો ગયો. નવવધૂ, તેના ઘરના તથા તેની સખીઓને લગ્ન પ્રસંગે બધા કરતાં કંઈ અનોખી જ્વેલરી પહેરવાના અભરખા હોય છે.  અને તેથી આજે બજારમાં બધા જ જ્વેલર્સો નવવધૂ તથા તેના કુટુંબીજનો માટે માત્ર સોનાના નહીં પરંતુ કિંમતી અને અર્ધ-કિંમતી રંગીન રત્નોના આભૂષણો પણ બનાવે છે. લોખંડવાલા ખાતે આવેલા નુતનદાસ જ્વેલર્સમાં હીરાની સોનાની, પ્લેટીનમની તથા રત્નો જડિત આધુનિક જ્વેલરીની આકર્ષક શ્રેણી મળે છે. હીરા, માણેક, મોતીના ત્રિવેણી સંગમ સમા પ્લેટીનમ અને સોનાના અત્યંત સુંદર  આભૂષણો છે. હાલમાં સોના કરતાં પ્લેટીનમાં નેકપીસ, બ્રેસલેટ, બુટ્ટી એ વીંટીના સેટ જોઈને  આફરીન થઈ જવાય છે. અને આ આભૂષણોની ખૂબી  એ છે કે, વિવિધ પ્રસંગને અનુરૂપ રત્નોની તેમાં ફેરબદલી કરી શકાય છે. જીવનશૈલીમાં આવતાં બદલાવની સાથે આવે ડિટેચેબલ જ્વેલરી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સામાન્ય જ્વેલરી કરતા આવી ડિટેચેબલ જ્વેલરી વધુ આકર્ષક લાગે છે અને પૈસાની પૂરી કિંમત પણ વસૂલ થઈ જાય છે. પ્રેમ અને આનંદ વ્યક્ત કરતી આવી જ્વેલરી ભેટમાં આપવામાં આપણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

ભારતીય સોનાને રોકાણનું ઉત્તમ માધ્યમ ગણે છે. અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે સોનામાં રોકાણનું પ્રમાણ પણ વધ્યું છે. ભારતમાં તો ૩૫ ટકા જેટલું રોકાણ આ વર્ષના પહેલા છ મહિનામાં જોવા મળ્યું હતું. સોનાની વધતી જતી માગને ધ્યાનમાં રાખીને ઘણા ઝવેરીઓ પણ હવે બ્રાન્ડેડ જ્વેલરી બનાવવા લાગ્યા છે. તે જ પ્રમાણે યુવાનો અધ્યાત્મિક  માર્ગે પણ આગળ વધી રહ્યા છે. એટલે ખાસ દેવી-દેવતાઓને ધ્યાનમાં રાખીને પણ જ્વેલરી બનાવવામાં આવે છે. હમણાં જોકે સોનાનો ભાવ ૧૦ ગ્રામે રૂા. ૪૫૦૦૦ સુધી આંબી ગયો પછી લોકોમાં થોડી નિરાશા વ્યાપી છે.

પારંપારિક અને લેટેસ્ટ જ્વેલરી વચ્ચે આ ઉદ્યોગ ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે અને હવે કોપીરાઈટ અને પેટન્ટની જરૂર પડશે જેથી ડિઝાઈનના હકોની રક્ષા થઈ શકે. અત્યારનો ટ્રેન્ડ જોતાં  એમ લાગે છે કે, બ્રાન્ડેડ જ્વેલરીની બોલબાલા વધશે. પહોંચો જ હોય છે. પરંતુ આપણા પહોંચામાં આંગળીઓની વીંટી સાથે કાંડે પહેરવાનું બ્રેસ્લેટ હોય છે. જ્યારે રત્નાચૂરમાં બંગડીઓ હોય છે.

પશ્ચિમ ભારતના આભૂષણો તો ભારતના અન્ય ભાગ કરતાં તદ્દન અનોખા અને આગવા હોય છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના આભૂષણો એકબીજાથી તદ્દન જુદા પડે છે. પરંતુ આ બધા જ પ્રદેશમાં એક જ વાત મહત્ત્વની છે કે, સોનાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે.  રાજસ્થાનના દાગીનામાં રાજસ્થાની કારીગરી તથા મોગલ સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે.

રાજસ્થાની જ્વેલરીમાં 'બિંદી' (ટીકડો)નું મહત્ત્વ સૌથી વધારે હોય છે. જે સેંથામાં પહેરવામાં આવે છે. પ્રત્યેક સૌભાગ્યવતી સ્ત્રી માટે તે પહેરવું અત્યંત જરૂરી છે. જો કે હવે શહેરમાં વારે-પ્રસંગે તથા તહેવારમાં રાજસ્થાની મહિલાઓ બિંદી પહેરે છે. પરંતુ ગ્રામ્ય મહિલાઓ આજે પણ તેને અન્ય આભૂષણો સાથે જ પહેરેલો રાખે છે. ફુલોના  આકારની પીન અને વાળમાં ભરાવાનો નાનો દાંતિયો પણ ત્યાંની પારંપારિક જ્વેલરી ગણાય છે. ઝુમકાવાળી લાંબી લટકતી બુટ્ટીઓ  અને બંગડીને બદલે સોનાના કડા અહીંની આગવી વિશેષતા છે. કડાના બંને છેડે હાથી કે મોરના મુખ કોતરેલા હોય છે.

'પદ્માવત' ફિલ્મમાં પણ ટીપીકલ રાજસ્થાની શૈલીની જ્વેલરી સ્ત્રીઓમાં ખૂબ લોકપ્રિય થઈ હતી.

સોનાના ઘરેણા તો વર્ષોથી સ્ત્રીની સુંદરતાનું અભન્ન અંગ ગણાય છે. તેનો ઘરેણાંપ્રેમ ભારતીય અને પારંપારિક જ્વેલરી પૂરતો જ સીમિત નથી. પારંપારિક  આભૂષણો તહેવારો અને શુભપ્રસંગે પહેરવામાં આવે ચે. અને તેનો મોહ હજી ઓછો થયો નથી. પરંતુ આજે મોટા શહેરોમાં વસતિ માનુનીઓમાં સમકાલીન જ્વેલરીની માગ જોવા મળે છે. યુવાન, ફેશન-પરસ્ત નારીઓને તેના વોર્ડરોબ સાથે મેચ થતી હલ્કીફુલ્કી જ્વેલરી પહેરવાની ચાનક ચઢી છે.  અને તેમના આ શોખને ધ્યાનમાં રાખીને જ ઘણી બ્રાન્ડેડ જ્વેલરી બજારમાં આવી છે. જેમાં ૧૮ થી ૨૨ કેરેટનું સોનું વાપરીને પૂર્વ અને પશ્ચિમના સમન્વય સમી ડિઝાઈન બનાવવામાં આવે છે.

હવે તો આ જ્વેલરીમાં લેટેસ્ટ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને રંગ અને સોનાનો સુંદર ઉપયોગ કરવામાં આવે છે. હવે એન્ટીક ગોલ્ડ ફીનિશમાં અનકટ હીરા, રુબી અને એમરલ્ડ જડીને તદ્દન અનોખી રેન્જની નવી જ્વેલરીની જબરજસ્ત માગ ઉભી થઈ છે. તે ઉપરાંત નાના લટકણવાડી પહોળી પટ્ટીની કાશ્મીરી બંગડીની ફેશન પણ અત્યારે છે. અન્ય એક જાણીતી બ્રાન્ડે 'સૂર્ય'ને કેન્દ્રમાં રાખીને એક નવી રેન્જ બનાવી છે. આ શ્રેણીમાં સૌરચક્ર આસપાસ ફરતું જીવનચક્ર દર્શાવવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. આજની આધુનિક સ્ત્રીઓ સૂર્ય જેવી તેજસ્વી છે અને તેમનામાં સૂર્યના સ્વભાવનું પ્રતિબિંબ જોવા મળે છે. અને તેમાંથી પ્રેરણા લઈને  આ અનોખી શ્રેણી બનાવી છે.

લગ્નપ્રસંગે પેઢી  દરપેઢીથી ચાલતાં આવતાં આભૂષણો પહેરવાનો જમાનો ગયો. નવવધૂ, તેના ઘરના તથા તેની સખીઓને લગ્ન પ્રસંગે બધા કરતાં કંઈ અનોખી જ્વેલરી પહેરવાના અભરખા હોય છે.  અને તેથી આજે બજારમાં બધા જ જ્વેલર્સો નવવધૂ તથા તેના કુટુંબીજનો માટે માત્ર સોનાના નહીં પરંતુ કિંમતી અને અર્ધ-કિંમતી રંગીન રત્નોના આભૂષણો પણ બનાવે છે. લોખંડવાલા ખાતે આવેલા નુતનદાસ જ્વેલર્સમાં હીરાની સોનાની, પ્લેટીનમની તથા રત્નો જડિત આધુનિક જ્વેલરીની આકર્ષક શ્રેણી મળે છે. હીરા, માણેક, મોતીના ત્રિવેણી સંગમ સમા પ્લેટીનમ અને સોનાના અત્યંત સુંદર  આભૂષણો છે. હાલમાં સોના કરતાં પ્લેટીનમાં નેકપીસ, બ્રેસલેટ, બુટ્ટી એ વીંટીના સેટ જોઈને  આફરીન થઈ જવાય છે. અને આ આભૂષણોની ખૂબી  એ છે કે, વિવિધ પ્રસંગને અનુરૂપ રત્નોની તેમાં ફેરબદલી કરી શકાય છે. જીવનશૈલીમાં આવતાં બદલાવની સાથે આવે ડિટેચેબલ જ્વેલરી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સામાન્ય જ્વેલરી કરતા આવી ડિટેચેબલ જ્વેલરી વધુ આકર્ષક લાગે છે અને પૈસાની પૂરી કિંમત પણ વસૂલ થઈ જાય છે. પ્રેમ અને આનંદ વ્યક્ત કરતી આવી જ્વેલરી ભેટમાં આપવામાં આપણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

ભારતીય સોનાને રોકાણનું ઉત્તમ માધ્યમ ગણે છે. અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે સોનામાં રોકાણનું પ્રમાણ પણ વધ્યું છે. ભારતમાં તો ૩૫ ટકા જેટલું રોકાણ આ વર્ષના પહેલા છ મહિનામાં જોવા મળ્યું હતું. હમણાં જોકે સોનાનો ભાવ ૧૦ ગ્રામે રૂા. ૪૫૦૦૦ સુધી આંબી ગયો પછી લોકોમાં થોડી નિરાશા વ્યાપી છે.

પારંપારિક અને લેટેસ્ટ જ્વેલરી વચ્ચે આ ઉદ્યોગ ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે અને હવે કોપીરાઈટ અને પેટન્ટની જરૂર પડશે જેથી ડિઝાઈનના હકોની રક્ષા થઈ શકે. અત્યારનો ટ્રેન્ડ જોતાં  એમ લાગે છે કે, બ્રાન્ડેડ જ્વેલરીની બોલબાલા વધશે.

from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39D4gy9
Previous
Next Post »